ધર્મતેજ

સ્વાતંત્ર્ય: મન મોકળાપણાનું નામ

મોહમદ સાહેબ, ગૌતમ બુધ્ધ, મહાવીરે માણસના મનને રૂઢીઓથી મુક્ત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું

આચમન – કબીર સી. લાલાણી

આપણી આસપાસ શું બની રહ્યું છે એ જોવા માટે આંખો અને સાંભળવા માટે કાન આપ્યા છે, એટલે આપણી પાસે જગતભરની માહિતી ટેલિવીઝન, મોબાઈલ, રેડિયો, અખબાર બનીને આવી જાય છે,
ટેલિફોનની – મોબાઈલની ઘંટડી પર સગાવહાલા – દોસ્તોના મોબાઈલમાં શબ્દો બનીને આવે છે અને આ બાતમીઓ, માહિતીઓ, વિગતો ભેગી થયા પછી આપણને આજકાલ એક જ પ્રશ્ર્ન થાય છે કે આમાંથી ક્યારે પાર ઊતરીશું?

  • આ પ્રશ્ર્ન શાશ્ર્વત નથી…
  • માનવી સમક્ષનો શાશ્ર્વત પ્રશ્ર્ન એક જ છે અને તે આગળ કેમ વધીશું?
  • માણસ મન ક્યારેય સ્થગિતતાનો સ્વીકાર કરતું નથી, સિવાય કે એ મનમાં રોગ હોય…
  • સામાન્યમાં સામાન્ય માણસ જીવે છે સુખ મેળવવા અને સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે
    એના જીવનની – મકસદ – હેતુની અંતિમ મંઝિલ આ બે શબ્દો – સુખ અને સમૃદ્ધિમાં જ સમાઈ જાય છે. માત્ર આ સ્થળે પહોંચવાના માર્ગોની આપણને ખબર નથી.
    આ વિભાગને નિયમિત વાંચતા વ્હાલા જિજ્ઞાસુ વાચક બિરાદરો!

ભારતમાં એક સરસ વાત છે.

  • સુખ-સમૃદ્ધિની પસંદગી પણ મન કરે છે, અને * તેને હાંસલ કરવાનો માર્ગ પણ મન – અને * મન એવું ત્રાજવું જે ક્યારે ખોટું તોળતું નથી. – અને છતાં * ચારે તરફ ખોટું થઈ રહ્યું છે એવું દેખાય છે. – કારણ, આપણે મનની વાત જ સાંભળતા નથી. – અને આવી પરિસ્થિતિ ક્યારેય કાયમી બની નથી. જડતા હંમેશાં પછડાટ ખાતી આવી છે અને માણસ આગળ વધતો રહ્યો છે. માત્ર દર વખત એની ગતિ અવરોધાતી રહી છે. – કારણ માનસના મનની તાકાતથી હંમેશાં સત્તાધારીઓ ડરતા રહ્યા છે – અને તેઓ પોતાની હકૂમત જમાવવા માટે મનની હકૂમતનો વિકાસ રોકવાનો પ્રયત્ન કરે છે અને દર વખત માનવીની હકૂમત ક્યારેક ને ક્યારેક મન ધરાવનારાઓનો નિર્ધાર તોડીને એક કદમ આગળ વધે છે. – આ વાતના શ્રેષ્ઠ ઉદાહરણો મુસ્લિમ ધર્મ, બૌધ્ધ ધર્મ, જૈન ધર્મનો ઉદય છે.
  • આ સઘળા ધર્મો લોકોના મન પર રૂઢીચુસ્તોએ નાખેલી બેડીઓ તોડવા સ્થપાયા હતા.

સનાતન સત્ય:

  • મોહમદ પયગંબર સાહેબ,
  • ગૌતમ બુધ્ધ
  • મહાવીરે માણસના મનને રૂઢીઓથી મુક્ત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
  • એ જ રીતે માણસજાતનો ઇતિહાસ
  • કુલપતિની અમર્યાદ સત્તાથી માંડીને લોકશાહી પ્રથા સુધી પહોંચ્યા એ દરમિયાનની બધી પ્રક્રિયાઓનું મધ્યવર્તી કેન્દ્રીય વિચાર માણસના મનને મુક્ત કરવાની પ્રત્યેક માનવીની ઈચ્છા જ રહ્યું છે; એ વાસ્તવિકતાનો સ્વીકાર આપણે જેટલો જલદી કરીએ એટલું સારું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button