ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

અલૌકિક દર્શન: પાંચ જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો આપણો જગત સાથે સંપર્ક સાધે છે

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
પહેલા પ્રશ્ર્નમાં આપણે સૃષ્ટિમીમાંસા જોઈ, બીજા અને ત્રીજા પ્રશ્ર્નમાં આપણે પ્રાણવિજ્ઞાન જોયું. હવે ચોથા પ્રશ્ર્ન શરૂ થાય છે. ઋષિ આવીને પૂછે છે: “કોણ દેવ જાગૃત સ્વસ્થામાં જાગે છે? કોણ દેવ સ્વપ્નાવસ્થામાં સ્વપ્નો જુએ છે? કયા દેવ નિદ્રાવસ્થામાં, પણ જાગૃત રહે છે? આ ચોથો પ્રશ્ર્ન મનોવિજ્ઞાનનો પ્રશ્ર્ન છે. આધુનિક મનોવિજ્ઞાનમાં, જાગૃતઅવસ્થા, સવપ્નાવસ્થા, નિદ્રાવસ્થાનો ઊંડાણપૂર્વક ભારે જોરથી અભ્યાસ શરૂ થયો છે. એ લોકો થોડા ઉપનિષદ વાંચે તો એમને ઘણું મળે એવું આ ઉપનિષદોમાં છે.

પ્રશ્ર્ન એ છે કે જાગૃતઅવસ્થા શું છે? સ્વપ્નાવસ્થા શું છે? નિદ્રાવસ્થા શું છે? એથી પણ પાર તુરીયાવસ્થા એટલે કે સમાધિવસ્થા શું છે? તે આ ચાર પ્રશ્ર્નો આપણી પાસે છે. ઉપનિષદની પરિભાષામાં આપણે એ ચારને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મનોવિજ્ઞાનની પરિભાષા થોડી જુદી છે, કારણ કે મનોવિજ્ઞાન હજુ સંશોધન કરે છે, કોઈ તારણ પર આવ્યા નથી.

આપણી પાસે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. એના દ્વારા આપણે આ જગતને જાણીએ છીએ. આપણી પાસે પાંચ કર્મેન્દ્રિયો છે, જેનાથી આપણે આ જગત સાથે સંપર્કમાં રહીએ છીએ, આદાનપ્રદાન કરીએ છીએ. તો ખરેખર આપણે જે જોઈએ છીએ તે જગત છે એમ ન કહી શકાય.

આપણી જ્ઞાનેન્દ્રિયો અનુસાર આપણે જગત જોઈએ છીએ. કીડીનું જગત કેવું હશે? કેવડું હશે? માત્ર થોડીક ગંધ, બીજું કંઈ જ નહીં, ધારો કે કોઈ એવું પ્રાણી પૃથ્વી પર પ્રગટે જેમની પાસે દસ જ્ઞાનેન્દ્રિયો હોય તો એમનું જગત કેવું હશે? આપણા કરતાં જુદું હશે. ઘણું


| Also Read: જીવનમાં કોઈ ઉત્તમ દાન કરવું હોય તો એ કન્યાદાન છે, હું મારી પુત્રી ઉષાનું કન્યાદાન કરવાની ઈચ્છા ધરાવું છું


જુદું હશે. તો આપણે જે જગત જોઈએ છીએ તે જ જગત છે એમ ન કહી શકાય. આપણે જે જગત જોઈએ છીએ તે ફભભજ્ઞમિશક્ષલ જ્ઞિં જ્ઞીિ ાયભિયાશિંજ્ઞક્ષ ‘અમે જગતને આમ જોઈએ છીએ, અમને આમ લાગે છે’ ફક્ત એમ કહી શકાય. ઘણા કલર એવા છે જે આપણે નથી જોઈ
શકતાં.

અલ્ટ્રાવાયોલેટ, ઈન્ફ્રારેડને આપણે ક્યાં જોઈ શકીએ છીએ? બીજા પણ ઘણા રંગો એવા છે, જે આપણી આંખ જોતી નથી. આપણે જોઈએ તેટલું જ પર્યાપ્ત છે એમ ન કહી શકાય. ઘણું એવું આ સૃષ્ટિમાં હશે જે આપણે જાણતાં નથી, એટલે ખરેખર તો એમ કહેવાય કે જે છે એનો ભારે નાનો ભાગ આપણે જોઈએ છીએ. પાંચ જ્ઞાનેન્દ્રિયોના અનુસાર જ આપણે જોઈએ છીએ. પાંચ કર્મેન્દ્રિયો દ્વારા વ્યવહાર કરીએ છીએ અને અગિયારમું મન આ દશેય પર કાબૂ રાખે છે. આ એકાદશ આપણી ઈન્દ્રિયો છે.

જાગૃત અવસ્થામાં આ અગિયારેય કાર્યરત છે. એને જાગૃત અવસ્થા કહેવાય. આંખ જુએ છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, હાથ-પગ કાર્યરત છે. મન પણ કાર્યરત છે. જો મન કાર્યરત ન હોય તો આંખ જોઈ ન શકે, કાન સાંભળી ન શકે, તો આ બધું કાર્યરત હોય એને આપણે જાગૃત અવસ્થા કહીએ છીએ.

સ્વપ્નાવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો કામ કરતી નથી. આંખ, કાન બધી ઈન્દ્રિયો પોતાના દ્વાર બંધ કરી દે છે. જગત સાથેનો જ્ઞાનેન્દ્રિયોનો સંપર્ક કપાઈ ગયો. કર્મેન્દ્રિયો પણ મોટા ભાગે કામ કરતી નથી. દશેય ઈન્દ્રિયો પોતાનું કામ બંધ કરી દે છે, પણ મન જાગૃત હોય છે. મન કાર્યરત હોય તો એને ‘સ્વપ્નાવસ્થા’ કહેવાય. મન તો સ્વપ્નમાં કાર્યરત છે જ. હવે નિદ્રાવસ્થા એટલે શું? પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો સહિત મન પણ પોતાનું કામ બંધ કરી દે અને સૂઈ જાય એ અવસ્થાને આપણે નિદ્રાવસ્થા અથવા ‘સુષુપ્તાવસ્થા’ કહીએ છીએ.


| Also Read: માનસ મંથન : આજના સમયમાં મન લાગે કે ન લાગે, હરિનામ જપતા રહો, એક દિવસ એ તેની પાસે પહોંચાડશે


આધુનિક મનોવિજ્ઞાનમાં અને આપણા શાસ્ત્રોમાં પણ સ્વપ્નના ચાર પ્રકારો ગણાવ્યા છે: પહેલો પ્રકાર છે ‘નિરર્થક સ્વપ્નો.’ જેનો કંઈ જ અર્થ હોતો નથી એવા સ્વપ્નો. ઉટપટાંગ સ્વપ્નો.

બીજો પ્રકાર છે ‘અતૃપ્ત ઈચ્છાઓની તૃપ્તિ માટેના સ્વપ્નો.’ અધૂરી ઈચ્છા સ્વપ્નમાં પૂરી થાય તે.

ત્રીજા પ્રકારના સ્વપ્નો છે ‘ભવિષ્યદર્શનના…’ ક્યારેક કોઈને આવે છે. ભવિષ્યની ઘટના અગાઉથી સ્વપ્નમાં આવી જાય છે. દરેકને થોડો-થોડો અનુભવ આ પ્રકારના સ્વપ્નોનો હોય છે.

ચોથા પ્રકારના સ્વપ્નો છે ‘આધ્યાત્મિક અનુભૂતિના સ્વપ્નો.’ વિશેષ કરીને સાધકોને સ્વપ્નમાં અનેક પ્રકારની અનુભૂતિઓ થતી હોય છે. આ ચાર પ્રકારના સ્વપ્નનો છે, પરંતુ નિદ્રાવસ્થામાં કશી જ ખબર નથી હોતી.

માનવચિત્તનું બંધારણ એવું છે કે જેનો નિત્ય સંપર્ક હોય, એ વિશેની જિજ્ઞાસા મંદ પડી જાય છે. ઘડિયાળ કાંડા પર હોય તો આપણને વિચાર પણ આવતો નથી કે આ કેવી રીતે ચાલતું હશે? આપણને જિજ્ઞાસા પણ થતી નથી.

ટીવી ઘરમાં હોય તો એવો વિચાર આવતો નથી કે લંડનમાં ભજવાતું દૃશ્ય અહીં કેવી રીતે દેખાતું હશે? કારણ કે નિત્ય દર્શનને કારણે જિજ્ઞાસા મંદ પડી જાય છે. આ ઊંઘ અને સ્વપ્ન પણ નિત્યના છે, એટલે આપણને વિચાર પણ આવતો નથી કે આ ઊંઘ વળી શું છે? ખરેખર આપણે ઊંઘ શું છે તે જાણીએ છીએ? ના, કારણ કે ઊંઘમાંથી કોઈ સંદેશા જાગૃત અવસ્થામાં પહોંચતા નથી.

આ ત્રણેય અવસ્થાની આપણને ખબર નથી. આધુનિક મનોવિજ્ઞાન આ ત્રણે અવસ્થાનો અભ્યાસ કરીને ચૂપ થઈ જાય છે. ઉપનિષદ ત્યાંથી આગળ વધે છે.
(ક્રમશ:)

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker