ધર્મતેજ

ઉત્સવની સમ્રાજ્ઞી-દિવાળી ભલે પધાર્યા નૂતન વર્ષ

અમાસની રાત્રે ગાઢ અંધકાર હોય ત્યારે નાનકડું કોડિયું પણ તેજસ્વી લાગે.

પર્વોત્સવ -અનવર વલિયાણી

વર્ષે વર્ષે દિવાળી આવવા છતાં માણસને કંટાળો કેમ આવતો નથી, એ વિચારવા જેવી વાત છે.

  • જો કે મહત્ત્વનો ફરક એ છે કે દિવાળી બાર મહિના પછી પાછી ફરે છે એટલે એકવિધતા (મૉનોટોની)નો પ્રશ્ર્ન રહેતો નથી. ઉપરાંત
  • ઉજવણીમાં થતા ફેરફારો પણ માણસનો ઉત્સાહ અકબંધ રાખે છે.
  • દિવાળી કહો કે દીપાવલી કહો એમાં દીપક એટલે દીવા શબ્દ આવી જાય છે.
  • આખો આસો મહિનો દીવાનો મહિમા રજૂ કરે છે.
  • આસો સુદ એકમ એટલે નવરાત્રિનો પ્રારંભ.
  • દાંડિયારાસને ગીતસંગીત ઉપરાંત નાનીનાની બાળાઓ માટીના કાણાવાળા ગરબામાં કોડિયાનો દીવો મૂકે છે.
  • નોરતાંનાં દસેદસ દિવસ-રાત એ ગરબામાં દીવો પ્રગટેલો રહે છે.
  • ગરબો એટલે માતાની કૂખ (ગર્ભાશય) અને
  • દીવો એટલે માતાની કૂખમાં વિકાસ પામતો જીવ.
  • બીજી રીતે કહીએ તો ગરબામાં રહેલું ટમટમતું કોડિયું એ ઉજાસનું પ્રતિક છે.
  • એ ઉજાસ સમજણનો હોઈ શકે,
  • સામાજિક જાગૃતિનો હોઈ શકે,
  • એ ઉજાસ જ્ઞાનનું પ્રતિક હોઈ શકે.
    જ્ઞાન-વિજ્ઞાન
  • દિવાળીની રાત એટલે અમાસની અંધારી રાત
  • આખા મહિનામાં સૌથી વધુ અંધકાર અમાસની રાત્રે હોય અને ગાઢ અંધકાર હોય ત્યારે નાનકડું કોડિયું પણ તેજસ્વી લાગે.
  • એમાં આ અમાસ તો વર્ષની છેલ્લી અમાસ
  • એના પછીના તરતના દિવસે હિસાબના ચોપડામાં નવી મિતિ પડે.
  • નવું વર્ષ શરૂ થાય.
  • નવા વર્ષના વધામણારૂપેય આગલી રાત્રે દીવા થતા હશેને!
  • એ દીવાની રોશની જાણે કહેતી હોય,
  • ભલે પધાર્યા નૂતન વર્ષ!
    બોધ:
  • શક્ય છે, તમે લક્ષ્મીના લાડકવાયા છો.
  • તમારે ત્યાં કશાની કમી નથી, – પરંતુ
  • તમારા પાડોશી,
  • મિત્ર,
  • સગાંસંબંધી, સ્નેહી-સુજનને ત્યાં નજર કરી જુઓ. – શક્ય છે,
  • સ્વમાન અને
  • લોકલાજના માર્યા
  • એ લોકો તમને કંઈ કહેતા શરમાતા હોય!
  • તેમનો શરમસંકોચ દૂર કરવાનું તમારા હાથમાં છે.
  • કદી કોઈને વણમાગ્યું આપી જુઓ.
  • પછી એના ચહેરા પર પ્રગટતી ખુશાલી જુઓ.
  • શરદપૂનમના ચાંદ કરતાંય એ ખુશાલીભર્યો ચહેરો વધુ નુરાની-પ્રકાશમાન આભા ઉપસાવતો લાગશે.
    ધર્મસંદેશ
    ભગવદ્ ગીતા, બાઈબલ, કુરાન, અવેસ્તા, ગ્રંથસાહેબ…!
  • દરેક ધર્મગ્રંથમાં લખ્યું છે:
  • ઉજવણી કરતી વખતે હું મારા આડોશપાડોશના લોકોમાં મારી ખુશી વહેંચું.
  • અભિમાનથી ઊંચા મસ્તકે નહીં.
  • પવિત્ર પર્વ મનાવવામાં ભાઈભાંડુ સામેલ કર્યાના નમ્ર ચહેરે.
    સત્યકામ
  • આ દિવાળીએ હાજરમંદોને યાદ રાખશો તો
  • તમારો આનંદ અનેકગણો વધી જશે.
  • એકવાર પ્રયત્ન તો કરી જુઓ. પછી
  • દિવાળી અને સાલમુબારકનો મર્મ સમજાઈ જશે.
    સૌને સાલમુબારક.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button