શું તમને ક્રોધ આવે છે?
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં રજોગુણનું બંધન સિદ્ધ કરીને હવે ભગવાન તમોગુણી પ્રકૃતિથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે, તેને સમજીએ.
ભગવાન કૃષ્ણ કહે છે-
“ઘઢધ્રઉૂંઞમૈરુટશ્ર્નઠળ અઢળજ્ઞ ઉંખ્રગાધ્ટ ટળપલર્ળીં એટલે કે તમોગુણના કાર્ય ક્રોધ, પ્રમાદ અને મોહ માનવને અધોગતિ પમાડે છે.
આજે સમાજમાં આપણે કોઈને તમોગુણી કહીએ એટલે તેનો પ્રથમ અર્થ ક્રોધી એવો થાય છે. તમોગુણમાં તો મોહ અને પ્રમાદ પણ રહ્યા છે. પરંતુ ક્રોધ જે રીતે જ્ઞાન અને વિવેકને દેખીતી રીતે સળગાવે છે, તે જોતાં જ સમાજમાં ક્રોધને તમોગુણનું મુખ્ય કાર્ય બતાવવામાં આવે છે.
સમ્રાટ સિકંદરનો એક અગંત મિત્ર હતો. તેણે યુદ્ધમાં સિકંદરને ત્રણ વાર મરતાં મરતાં બચાવ્યો હતો. એક વાર તો તેણે વચ્ચે આવી પોતાનો એક હાથ પણ ગુમાવ્યો. એક દિવસ બન્ને મિત્રો બેઠા હતા. વાતચીત ચાલતી હતી. કોઈક મુદ્દા પર ઉગ્ર ચર્ચા ચાલી. ચર્ચા વિવાદમાં બદલાઈ. વિવાદે શસ્ત્રો ઉપડાવ્યાં. પરિણામે સિકંદરે મિત્રનું માથું ઊડાડી દીધું. પછી પસ્તાવો થયો. ત્રણ દિવસ સુધી સિકંદર જમ્યો નહીં.
ક્રોધના આવેશમાં જે કાંઈ કર્મ થાય તેનું પરિણામ પસ્તાવો અને લજજામાં આવે છે. આપણા ચિત્તમાં રહેલી ક્રોધવૃત્તિ અગ્નિ છે. એ અન્ય ઉપર તો બહાર આવે ત્યારે અસર કરે છે. પણ અંદર રહીને આપણને તો ચોક્કસ બાળે છે. એક ચિંતક કહે છે કે તમે હસો છો ત્યારે તમારા બે સ્નાયુઓ જ ખેંચાય છે, પણ ગુસ્સે થાઓ છો ત્યારે પાંચ સ્નાયુ તંગ થાય છે.
બાલાશંકર કંથારિયાએ એમની વિખ્યાત ગઝલ ‘બોધ’માં ક્રોધને દુશ્મન ગણાવી આપણે એક સોનેરી સલાહ આપી છે :
વસે છે ક્રોધ વેરી ચિત્તમાં તેને ત્યજી દેજે,
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.
હોરેસે કહ્યું છે કે, અક્ષલયિ શત ફ બશિયર ળફમક્ષયતત.- ક્રોધ એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે. ગાંડપણ જેમ માણસને ભાન ભૂલાવી દે છે, વિવેકહીન અને અમાનુષી બનાવી દે છે, એમ ક્રોધ પણ માણસને થોડા સમય માટે ગાંડપણની સ્થિતિમાં મૂકી દે છે. ક્રોધ કરનાર વ્યક્તિને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે કે મારો ક્રોધ સામે વાળાને કઈ હદ સુધી દઝાડશે.
ક્રોધથી બે મિત્રો સદા માટે વિખૂટા પડી જાય છે, પતિ-પત્નીને છૂટાછેડા લેવાનો વારો આવે છે, ભાઈઓ સાથે અબોલા થઈ જાય છે. આમ ક્રોધ કોઈ પણ પરિસ્થિતિમાં સારો ન જ કહેવાય.
ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે કે ક્રોધથી સંમોહ થાય છે, સમ્મોહથી સ્મૃતિનાશ, સ્મૃતિનાશથી બુદ્ધિનાશ અને બુદ્ધિના નાશથી માણસનો નાશ થાય છે. એક માત્ર ક્રોધ ઉત્પન્ન થવાથી ક્રમશ: કેવો સર્વથા નાશ થાય છે તે ગીતાકારે સૂત્રાત્મક વાણીમાં સચોટ રીતે સમજાવી દીધું છે. ક્રોધ પર કાબૂ મેળવવા માટે પહેલી શરત છે સહનશીલતા. જેનામાં સહી લેવાની શક્તિ છે, ગમ ખાવાની તાકાત છે એ સહેલાઈથી ક્રોધ પર કાબૂ મેળવી શકે છે. બીજી શરત છે ક્ષમાવૃત્તિ. જે ઉદાર હૈયે ક્ષમા કરી શકે છે: કટ્ટર દુશ્મનને પણ માફ કરી શકે છે એ ક્રોધ પર સહલાઈથી કાબૂ મેળવી શકે છે.
લંડનમાં એક ભાઈએ અણસમજણને લીધે પ્રમુખસ્વામી મહારાજને ન કહેવાના શબ્દો કહ્યા. આવું અપમાન જોઈને આજુ બાજુ રહેલા ભક્તો ક્રોધે ભરાયા પરંતુ સ્વામીશ્રી શાંત હતા. તેઓએ બધાને શાંત કર્યા. છેલ્લે પેલા ભાઈને જમાડીને મોકલ્યા. કેવી ક્ષમાવૃત્તિ ! વળી ક્રોઘની પ્રક્રિયામાંથી પસાર થતા વ્યક્તિને ક્રોધથી છુટકારો કેવી રીતે મળે તેનું નિદર્શન એક પ્રસંગથી કરીએ. ભારતના કેન્દ્રીય પ્રધાન ગુલજારીલાલ નંદાને ઘણીવાર ગુસ્સો આવતો. જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે પોતાની લખવાની પેન જોરથી પછાડી તોડી નાખતા. શાસ્ત્રીજી મહારાજને(પ્રમુખસ્વામી મહારાજના ગુરુ) તેઓએ આ વાત રજૂ કરી. શાસ્ત્રીજી મહારાજે તેમને નિયમ આપતાં કહ્યું… જ્યારે પણ તમને એમ લાગે કે ક્રોધ આવી રહ્યો છે
ત્યારે દસ વાર ‘સ્વામિનારાયણ’નું નામ લેવું અને પછી ક્રોધ કરવો. નંદાજીએ આ નિયમનો અમલ કર્યો.
શાસ્ત્રીજી મહારાજ જેવા સંતના આશીર્વાદ અને તેમના પુરુષપ્રયત્નથી તેમનો ક્રોધ જતો રહ્યો. ગુણાતીત સંત સ્વયં ક્રોધથી સંપૂર્ણ રહિત હોય છે. આજે આ ઉપદેશ અત્યંત પ્રાસંગિક છે. નાની નાની વાત ઉપર માણસને પોતાને વશ કરીને અજાણમાં જ સ્વજનનો જીવ લઈ શકનાર ક્રોધ સભ્ય સમાજમા દૂષણરૂપ છે. હા, તમોગુણી માણસ સમાજ અને પરિવારમાં વિસંવાદિતા અને વિખવાદ જ
ઉત્પન્ન કરે છે, માટે તેનાથી મુક્તિ જ શાંતિનો પરમ ઉપાય છે.