ધર્મતેજ

દિવાળી બેન ૨૦૭૯

આજે આટલું જ -શોભિત દેસાઈ

ચોંકતા નહીં. આજે તો ઘેલા થઇ જવાય એવા ઉત્સવનો દિવસ છે. હું વાત કરું છું વિક્રમ સંવત ૨૦૭૯ની… અને દિવાળીબેન ભીલ યાદ આવી ગયા, તે આજના વાતચીતના દૌરને શિર્ષકસ્થ કરી નાંખ્યો: દિવાળીબેન ૨૦૭૯.

શુભેચ્છાઓનો રાફડો ફાટતો હોય છે આ દિવસોમાં ફોન પર. ઉપદ્રવી જમાત કોઇક ને કોઇક કશાકની રાહ જોતી હોય છે, ફોન પર Messages નો ઉત્પાત મચાવવા, અને પાછા કેટલાક અતિ ઉત્સાહી ઉપદ્રવીઓ તો વાક્ બારસ, ધનતેરસ એમ આ બધા સપરમાં દહાડાના અતિ અંગત સ્નેહી બનીને એમને Indivdually પણ Promate કરતા હોય છે. કશેક ૫૦૦-૭૦૦ની વધુમાં વધુ વસ્તી હોય એવા કોઇક ગામડામાં બધાથી દૂર ભાગી જવાનું મન થાય. પણ ત્યાંય Data તો મોજુદ જ હોય ને ! તમારામાં હામ થોડા દિવસ પૂરતી Data Whatsap Messages બંધ કરી માત્ર અતિ અગત્યના ફોન પૂરતો જ ફોન વાપરવાની તો હજી બે-ત્રણ દિવસ છે. અજમાવી જુઓ સ્વર્ગના આંટાનો સુખદ અનુભવ.

ઉત્સવો ભોળી પ્રજાનું ધ્યાન બીજે વાળવાનો અતિ સચોટ, કારગત, કૌશલ્યસભર કીમિયો છે. હજી ય તમે જોશો તો ફતેહમંદો તો સિંગલ મોલ્ટ મોંઘાદાટ બાટલા લઇને બહારગામ જ નીકળી જાય છે. દિવાળીના બે-ત્રણ- ચાર દિવસ રસ્તા પર ફૂલોનો ઢગલો લઇ હારનું વણાટકામ કરતા અકિંચનો જ આખા દિવસની મજૂરી અને હડધૂતનો સામનો કરીને રાતે Retail Store માંથી મોંઘાદાટ થઇ ગયેલા ટેટા-ટીકડી તારામંડળનો પાંચેક મિનિટનો વિલાસ પ્રદર્શિત કરીને પછી આવનારી ઠંડીના સ્વાગતમાં નાકમાંથી નદી વહાવતા એમના સંતાનોનાં ચહેરાને લોઇ આંખમાં કાજળ આંજતા હોય છે. ચૂલો પેટાવ્યો હોય ફૂટપાથ પર જ અને મા જે 6mm Thicknessનો રોટલો ઘડતી હોય એના દર્શન કરો તો તમને તિરુપતિ-શ્રીનાથજી-સમેત શિખરજી ગયાનું પુણ્ય ન મળે તો મને કહેજો. એમાંય જો તમારા ગજવામાંથી એકાદી કડકડતી ત્યાં ગઇ તો ચાર ધામ લખાઇ ગયા તમારા ચોપડે.

એવી ઉજવીએ દિવાળી કે પાછળથી બરાબર અડધેથી ફાટી ગયેલા પહેરણની પણ દિવાળી ઉજવાય. બે હાર ખરીદીએ અને ચાર હારના પૈસા આપીએ અને આગળ જઈ બે જૂનાં હાર નવા હાર વેચનારને પાછા આપીએ અને બે હારનાં પૈસા આપીએ. પોરબંદરના વાણિયાને વર્ષોથી આપણે વટાવ્યા કર્યો છે આપણી અંગત લોલુપતા પોષવા. પણ ફાટેલા કમખાના દર્શન કરીને મોઢ વાણિયાએે કાયમ માટે વસ્ત્રત્યાગ કર્યો હતો એનું અતિ સૂક્ષ્મ અનુસરણ એટલે હારની આવી અદલાબદલી.

સાઉથ મુંબઈમાં ૧૫-૨૦ કરોડથી માંડીને બોરીવલીના ૩ કરોડ સુધીના ફલેટમાં રહેનારા અંદરોઅંદર જ મીઠાઈથી લઈને ઝવેરાત સુધીના વિનિમય આદરે છે. મેં અંગત રીતે ખારમાં રહીને નવો શિરસ્તો શરૂ કર્યો છે. જેમના પણ પેકેટ્સ મારા ઘરે પધારે એ બધાના અંગત નામે હું કોઈક અનાથાશ્રમમાં જઈને Donation Receipt લઈ આવું દિવાળીની સવારે… રજિસ્ટર્ડ ચેરિટેબલ ઈન્સ્ટિટયૂટ દ્વારા સંચાલિત Orphanage Home ની receipt અને એreceipt જેમણે જેમણે મને gift મોકલી હોય એમનાં અંગત નામની. કારણકે મને જેમણે gift મોકલી છે એ મારાથી તો સધ્ધર જ છે, એટલે એમને gift ની તો જરૂર જ નથી તો એમના નામે પૈસા હું ભરું તો એમને આવી return gift મેળવ્યાનો, આવી યિભયશાિં મેળવ્યાનો આનંદ આવે કે નહીં.

મુખ્ય વાત શું છે, ખબર છે? લગભગ તો કોઈ પણ દેશની કોઈ પણ સરકાર પાસે ગરીબી અને અછત એ બે મહારોગને દૂર કરવાનો કોઈ સચોટ ઈલાજ જ નથી એ હદે આખી વ્યવસ્થા પડી ભાંગી છે. એટલે ‘આપણા ઘડવૈયા, બાંધવ આપણે’ (પ્રહ્લાદ પારેખ) બનવું જ પડશે. ૭૧ના યુદ્ધ વખતે રાત્રિ-જાગરણ દ્વારા આપણે આપણું રક્ષણ કરતા હતા ને વારાફરતી… એમ…. આજે
આટલું જ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…