ધર્મતેજ

જોડિયાના ધરમશીભગત ધરમલાલબાપા (૧)

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

એ રી એક રૂપ હરિકો દેખો,
ઓર મૂકો સબ જુગ સગાઈ,
વિવિધ પેરકી રચના રચાઈ,
સબ જુગમેં હરિ રિયો સમાઈ..
કામ ક્રોધ મદ લોભ છૂડાકે,
જોબન રંગકો પલટો ભાઈ,
પંચભૂતકો નિરખ પરખલે,
કોન કહો ઈસમેં ગુન ગાઈ..
સંત પ્રતાપ પરમ પદ પાઈ,
રજમેં મન રિયો લલચાઈ,
દાસ ધરમશી કહે કરજોડી,
રામ નામ ધન મેં પાઈ..
મોરારસાહેબના શિષ્ય ધરમશી ભગતનો જન્મ ધ્રોલ પાસેના થોરિયાળી ગામે. વિ.સં.૧૮પ૭-ઈ.સ.૧૮૦૧માં. લોહાણા જ્ઞાતિના પિતા : પદમશી, માતા : મીઠીબાઈને ત્યાં થયેલો. પિતા અનાજ-કરિયાણાના વેપારી હતા. કિશોરવયે ધરમશીને દુકાને બેસાડ્યા પણ ગરીબ માણસોને માલ ઉધાર આપી દે. નફાને બદલે ખોટ આવવા લાગી. પછી પિતાએ નાનાભાઈને દુકાને બેસાડ્યા અને ધરમશીને માલ ખરીદી તથા ઉઘરાણીનું કામ સોંપ્યું. વારંવાર માલ લેવા જોડિયા બંદરે જવાનું થાય, સાધુજનોની સેવામાં દિલ લાગ્યું. એમના જીવન સાથે અનેક ચમત્કારોની કથાઓ જોડાયેલી સાંભળવા મળે છે. કેટલાક પ્રસંગો રવિ-ભાણ સંપ્રદાયના ગ્રંથ ‘ભાણ ચરિત્ર’માં પણ આલેખાયા છે. પરિવાર તરફથી સંતસમાગમ-ભજન સત્સંગની મનાઈ થયેલી પણ રહી શકે નહીં. એક્વાર પિતા બહારગામ ગયેલા અને દિગંબર સાધુની જમાત ઊતરી. મહંત નરસિંગદાસ હતા. જોડિયા જઈ પોતાના હાથે પહેરેલું સોનાનું કડું વેચીને સીધોસામાન લાવ્યા. અને સંતોને જમાડ્યા. પાછળથી પિતાને સમાચાર મળ્યા, ઠપકો સાંભળતાં જૂઠું બોલાઈ ગયું કે કડું તો ઘીના કૂડલામાં સરી ગયેલું.. પિતાએ કૂડલા ખાલી કરાવ્યા તો જોડિયા વેચેલું સોનાનું કડું ઘીના કુડલામાંથી નીકળ્યું. સંતોની જમાતને જમાડવા દુકાનની વખારમાંથી ગોળનાં ભીલાં ને બોઘરણામાં ઘી ભર્યું. પિતા પાછળ ગયા, તો છાણાં અને પાણી જોવા મળ્યા.

વિવાહ યોગ્ય થતાં મલુબાઈ/રામબાઈ નામે ક્ધયા સાથે વેવિશાળ અને લગ્ન થયાં. પિતાની વિદાય પછી વેપારધંધાનું કાર્ય નાના ભાઈને સોંપીને પોતે થોરીયાળી છોડી જોડિયા રહેવા ગયા. અને અન્નક્ષ્ોત્ર શરૂ ર્ક્યું. સુદાભા ભાટિયા પાસેથી ઉધાર માલ લીધેલો તેની સો કોરીના લ્હેણું થયું. ભગવાને ભરી. બીજા દિવસે ભાટિયો આ પાંચ કોરી ખોટી છે તે બદલાવી આપો એમ કહીને ધરમશી ભગત પાસે આવ્યો. અને પછી બધું લ્હેણું માફ કરી કોરીઓ પરત આપી ગયો. જોડિયાના એક વેપારીનું ચોખાનું વહાણ દરિયામાં ડૂબવા લાગ્યું ત્યારે ધરમશીભગતના અન્નક્ષ્ોત્રમાં ચોખા મોકલીશ એવી માનતા લીધી. દરિયાના તોફાનમાંથી બચી ગયા, પણ કિંમતી ઝીણા ચોખાને બદલે હલકા ચોખા અન્નક્ષ્ોત્રમાં મોકલ્યા. ત્યારે ધરમશી ભગતે કહેલું કે -‘ શેઠ વહાણના બાંકોરામાં ભરાયેલો અમારા ઠાકોરજીનો ખેસ પાછો મોકલજો.’

વારંવાર ખંભાલીડા મોરારસાહેબ પાસે જતા. સત્સંગમાં જામનગરથી જામ રણમલજી પણ આવતા. તેમણે જોડિયામાં મંદિર બંધાવી આપ્યું. વિ.સં.૧૯૦૧માં જામ રણમલે સંતમેળો ર્ક્યો. ભૂંજેલા ઘઉં રાણીએ મોકલ્યા. ધરમશી ભગતે સર્વે સંતોના ચરણ પખાળી ચરણામૃત રેડ્યું અને ઘઉં ઊગી નીકળ્યા. આ સંતમેળામાં સંતોને વસ્ત્રદાન કરવાનું કાર્ય વિરપુરના જલારામ ભગત (ઈ.સ.૧૮૦૦-૧૮૮૧)ને સોંપેલું.

એક વાર ધરમશી ભગત વિરપુર ગયા, ત્યારે જલારામ ભગતની દીકરી જમનાબહેનની સગાઈ ધરમશીભગતના દીકરા દયાળજી સાથે કરવામાં આવી. પરંતુ વિવાહ પહેલાં જ દયાળજીનું અવસાન થયું. પછી એ દીકરીને પોતાની દીકરી ગણીને ધરમશી ભગતે કોટડાપીઠાના ભક્તિરામજી સાથે પરણાવી. ત્યારબાદ થોડા સમયે ધરમશી ભગતનાં પત્નીનું અવસાન થયું.

એ પછી વિ.સં.૧૯૦૭ના વૈશાખ સુદ ૩ / ૪ ગણેશચોથના દિવસે ધરમશી ભગતે પણ વિદાય લીધી. ભત્રીજા લાલજી ભગતને જગ્યા સોંપી. લાલજી ભગતના દીકરા જીવરામભગતે ધરમશીબાપા પાછળ સંતમેળો અને ભંડારો કરેલો. ત્યારે જામ વિભાજી (વિ.સં.૧૯૦૮થી ૧૯પ૧) આવેલા એમ કહેવાય છે. જીવરામભગતના બે દીકરા થયા, ગોવિંદ અને દેવકરણ. ગોવિંદને ચાર પુત્રો-હરિ, મોહન, નટવર અને જયંત (બાબુભગત). જીવરામભગત પછી ગોવિંદભગતે જગ્યા સંભાળેલી. તેમના મોટા પુત્ર હરિભગતનું વિવાહ પછી થોડા સમયે અવસાન થયેલું. પણ ત્યારબાદ નવ મહિને એમને ત્યાં પુત્ર જન્મ થયો હતો.

ગોવિંદભગતના બીજા પુત્ર મોહન ભગતે જગ્યા સંભાળેલી. હાલ એમના દીકરા દિલીપભગત જગ્યા સંભાળે છે. મોહન ભગતનાં દીકરી, દિલીપભાઈનાં બહેન હંસાબહેન જે સૌ.યુનિ.માં નોકરી કરતા હતા. તેમના દ્વારા ‘સત્ય સર્જે ચમત્કાર’ (૧૯૮૮) પુસ્તક લખવામાં આવ્યું છે. જેમાં કોઈ પદ-ભજનરચનાઓ આપવામાં આવી નથી. રાજકોટમાં ભક્તશ્રી ધરમલાલ સત્સંગ મંડળ ચાલે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા