
અમદાવાદ : હવે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાન દાદાના શ્રદ્ધાળુઓ માટે હવે દર્શન કરવા માટે પહોંચવું વધુ સરળ બની રહેશે. અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અમદાવાદથી સાળંગપુરની દૈનિક હેલિકોપ્ટર રાઈડની શરૂઆત કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસની શરૂઆત મે મહિનામાં થશે જેનો સાળંગપૂર જતાં યાત્રાળુઓને ફાયદો થશે.
ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડ અમદાવાદથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સેવા શરૂ કરવાનું છે, જેના માટે સાળંગપુર મંદિરથી 700 મીટરનાં અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, મે મહિનામાં આ સર્વિસ શરૂ થતા યાત્રાળુઓને ઘણો ફાયદો થશે. અમદાવાદથી સાળંગપુર રોડ માર્ગે 140 કિલોમીટરનું અંતર છે, અને પહોંચતા લગભગ 3 કલાક જેટલો સમય લાગી જાય છે જયારે હેલિકોપ્ટર સેવાના પ્રારંભ બાદ આ અંતર 40 મીનીટમાં જ કપાશે. જેથી યાત્રાળુઓનો ઘણો સમય બચી જશે અને પ્રવાસનને વધુ પ્રોત્સાહન મળશે.
પ્રાથમિક માહિતી મુજબ, આ રાઈડનું ભાડું લગભગ 30 હજાર રૂપિયા જેટલું રહેશે. 6 લોકો બેસી શકે એટલી ક્ષમતાનું આ હેલિકોપ્ટર રહેશે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે સાળંગપુર પહોંચવું ઘણું સરળ બની જશે. પ્રાથમિક માહિતી મુજબ, આ રાઈડનું ભાડું લગભગ 30 હજાર રૂપિયા જેટલું રહેશે. 6 લોકો બેસી શકે એટલી ક્ષમતાનું આ હેલિકોપ્ટર રહેશે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે સાળંગપુર પહોંચવું ઘણું સરળ બની જશે.