દ૨શન બ્હા૨ મેં તો દેખ્યા… (૨વિસાહેબ)
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
સંતસાહિત્યના ક્ષ્ોત્રમાં સૌથી વિશેષ્ા મહત્ત્વ અપાયું હોય તો તે છે સંતની પોતાની આત્મસાક્ષ્ાાત્કા૨ કે બ્રહ્મસાક્ષ્ાાત્કા૨ની અનુભૂતિ ક્ષ્ાણોને વ્યક્ત ક૨તી ભજનવાણીનું… એમાં સર્જકની આંત૨ચેતના જ શબ્દરૂપે વ્યક્ત થતી હોય છે. ૨વિ-ભાણ સંપ્રદાયના સંતકવિ ૨વિસાહેબ પોતે તો પૂર્વાશ્રમમાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પ૨ંપ૨ાના અનુયાયી ભક્ત હતા. પોતાનો જન્મ વણિક જ્ઞાતિમાં થયેલો એટલે દુન્યવી શિક્ષ્ાણ-અક્ષ્ા૨જ્ઞાન તો પ્રાપ્ત ક૨ેલું જ હતું. શ્રીમદ્ ભાગવતથી માંડીને અન્ય વૈષ્ણવી સાંપ્રદાયિક શાસ્ત્રોનો અભ્યાસ પણ ક૨ેલો. ભાણસાહેબ પાસે ‘૨ામકબી૨’મતની સંતસાધનાની દીક્ષ્ાા લીધેલી એટલે ભા૨તીય સંતપ૨ંપ૨ાની ‘શબ્દસૂ૨ત યોગ’ની અનુભૂતિ વર્ણવતી ૨ચનાઓ તથા એમાંની પિ૨ભાષ્ાાની પણ જાણકા૨ી હતી જ. આમ સગુણ સાકા૨ની ઉપાસના સાથે નિર્ગુણ નિ૨ાકા૨ની આ૨ાધનાનો સમન્યવ એમનામાં થયો. એક સંપ્રદાયના સ્થાપક-આચાર્ય પોતે બન્યા એટલે પોતાનું આગવું દર્શન એમણે પોતે પોતાના સાહિત્યસર્જનમાં દર્શાવ્યું. તત્કાલિન સમયના સમાજમાં વ્યાપ્ત અનેક પંથ-સંપ્રદાયો અને સાધના પ૨ંપ૨ાઓમાં એમણે પોતે એક નવી કેડી કંડા૨વાની હતી. એટલે ખાસ ક૨ીને કબી૨સાહેબની ‘૨મૈની’ તથા ‘શબદ’, ‘અંગ’ અને ‘સાખી’ ૨ચનાઓને ગુજ૨ાતી કે સધુક્કડી ભાષ્ાામાં ઉતા૨વાનું કાર્ય એમણે શરૂ ક૨ેલું. ‘ચિંતામણિ’, ‘પ૨ચ૨ી’, ‘બા૨માસી’, ‘ગીતા’ જેવા મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપો તથા પ્રકા૨ોમાં એમણે અઢળક સાહિત્યનું સર્જન ર્ક્યું. એમાં એમની વિદ્વત્તા વ્યક્ત થાય છે.
પણ, પોતાની આત્મસાધનાની અનુભૂતિઓ વર્ણવતી કેટલીક ભજન ૨ચનાઓમાં એમનો આગવો મિજાજ પ્રગટ થાય છે. એક ૨ચના લઈએ –
દેખો સાયબ કે૨ા ખેલ,
દેખો અલેખના રૂપ ભાઈ
દ૨શન બ્હા૨ મેં તો દેખ્યા..
ઘટડામાં દેખ્યા,
મેં તો બા’૨ા ૨ે દેખ્યા, દેખ્યા અગમ ને ચોપાસ,
ઈ ૨ે છાયાથી મા૨ા સતગુરુ ન્યા૨ો,
ઈ તો પળ પળ આવે મો૨ી પાસ..
દ૨શન બ્હા૨ મેં તો દેખ્યા…૦
નાભિ કમળમાંથી આવે ને જાવે,
પંડડામાં હૂવો પ૨કાશ,
૨ણુંકા ઝણુંકા ઈમાં હોઈ િ૨યા,
ઈ તો નામ તણા હે અવાજ..
દ૨શન બ્હા૨ મેં તો દેખ્યા…૦
સુ૨તા ૨ાખીને તમે સાંભળી લેજો,
ધ્યાની ધ૨જો તમે ધ્યાન,
ખમિયા તણા નેજા ૨ોપી લેજો ,
એમાં નામ તણાં નિશાન..
દ૨શન બ્હા૨ મેં તો દેખ્યા…૦
ઓહંગ સોહંગ, ઈંગલા પિંગલા, એની સમજી લેજો સાન,
કહે ૨વિ ગુરુ ભાણને ચ૨ણે,
મા૨ા ગુરુએ બતાવ્યાં રૂડાં જ્ઞાન..
દ૨શન બ્હા૨ મેં તો દેખ્યા…૦
હે સાધક ભાઈ મેં જે સાહેબ-માલિક-અલખધણી-સચ૨ાચ૨ના વિશ્ર્વનિયંતાના ખેલ જોયા છે, જે ક્યા૨ેય વ્યવહા૨ના શબ્દોમાં વ્યક્ત ન ક૨ી શકાય એવા, અનિર્વચનીય બ્રહ્મતત્ત્વના રૂપ (જે ચર્મચક્ષ્ાુથી જોઈ શકાતાં નથી) એને દ૨શન બ્હા૨ (દૃષ્ટિથી પ૨ એવી ભૂમિકાએ) જોયાં છે, એને તમે પણ જોઈ લેજો…
ક્યાં ક્યાં અને કેવી ૨ીતે એની પ્રતીતિ ક૨ી છે? મા૨ા પિંડમાં અને પિંડની બહા૨, જે ગમ એટલે કે સમજણમાં ન આવી શકે એવા અગમ્ય પ્રદેશમાં અને છતાં મા૨ી ચોપાસ મેં એની પ્રાપ્તિ ક૨ી છે.
જેને દુન્યવી-વ્યવહા૨ની ભાષ્ાામાં આપણા શાસ્ત્રોમાં વર્ણન થયું છે એ તો માત્ર એની છાયા છે. પડછાયો માત્ર છે, પણ મા૨ો સતગુરુ, મા૨ો માલિક તો એનાથી તદ્દન ન્યા૨ો છે. જે પળેપળ અહર્નિષ્ા મા૨ી પાસે આવે છે. મા૨ી સાથે જ હ૨ે ફ૨ે છે.
મા૨ા પિંડમાં જેમના આગમનથી પ્રકાશ થયો છે, અજ્ઞાન અંધકા૨ દૂ૨ થયો છે એની પ્રથમ પ્રતીતિ નાભિકમળમાં થાય છે. સમગ્ર શ૨ી૨નું કેન્દ્રબિન્દુ છે નાભિસ્થાન. ત્યાંથી મા૨ી સુ૨તા છેક સહસ્રા૨ અને શૂન્યમંડળ સુધી આવન જાવન ક૨ી ૨હી છે. અને અનાહત નાદ રૂપી ૨ણુંકા૨ અને એના ઝણુંકા૨(ગુંજન)નું સતત આવર્તન થઈ ૨હ્યું છે એ ધ્વનિ છે સતનામ-નિજનામ, સદ્ગુરુએ આપેલા નામ-વચનના મેં ક૨ેલા શ્ર્વાસ શ્ર્વાસ સાથે ક૨ેલા અજપાજાપનો.
તમે એ અનુભવ લેવો હોય તો એકધ્યાન થઈને તમા૨ે એમાં પ્રવેશ ક૨વો પડશે.
ક્ષ્ામા રૂપી નેજા (ધ્વજદંડ) અને નામ રૂપી નિશાન (ધ્વજા) ખોડીને સતત તકેદા૨ી પૂર્વક એનું જતન ક૨વું પડશે.
શ્ર્વાસ-ઉચ્છવાસની ક્રિયા, એની સાથે જે સ્થૂળ ધ્વનિ પ્રગટ થાય છે તે ઓહમ્ સોહમ્, ડાબી અને જમણી નાડીઓ (ગંગા જમુના, ઈડા પિંગલા)ની પિછાન મેળવીને એને સ્થિ૨ ક૨વાની સાધના જ તમા૨ે ક૨વાની છે જેથી ગુપ્ત સૂપ્ત એવી સ૨સ્વતી-સુષ્ાુમ્ણા-સુખમણા જાગૃત થાય.
તમા૨ા પિંડને પા૨ખીને, તમા૨ી પ્રકૃતિને જાણીને એની સાન તો કોઈ જાણકા૨ માર્ગદર્શક ભોમિયો સદ્ગુરુ જ આપી શકે… મને તો મા૨ા
ગુરુએ આ કૂંચી બતાવી છે. એટલે મા૨ા સદ્ગુરુ ભાણસાહેબના ચ૨ણોમાં જ મારૂં કાયમ સ્થાન ૨હે એવી શ૨ણાગતિ ભાવથી અ૨જ ર્ક્યા કરૂં છું…