ધર્મતેજ

સાધનામાં નિરંતર અભ્યાસ

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં સાધનાના એક માત્ર આધારને સમજ્યા. હવે ભગવાન સાધનામાં નિરંતર અભ્યાસના મહત્ત્વને જણાવી રહ્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમ તો પરમાત્માને સર્વત: બુદ્ધિ અને મન સોંપવાની વાત કરે છે. પરંતુ તેઓ જાણે છે કે પરમાત્મામાં સદાય મન પરોવી રાખવું તે અતિ દુષ્કર કાર્ય છે. તેથી સામાન્ય મનુષ્ય માટે તે સરળ અને સહજ બને તે માટે ભગવાન તેનો ઉપાય બતાવતાં કહે છે –
“અઠ રુખર્ટૈ લપળઢળર્ટૂૈ ણ ય્રુણળજ્ઞરુર પરુ્રૂ ાશ્ર્નઠફપ્ર
અફ્ર્રૂળલ્રૂળજ્ઞઉંજ્ઞણ ટટળજ્ઞ પળાબ્ખગળર્લૂૈ ઢણગ્ઘ્રૂ ॥૧૨-૯.॥

અર્થાત્ હે ધનંજય! મારામાં ચિત્તને સ્થિરપણે સ્થાપવા તું સમર્થ ન હોય, તો અભ્યાસયોગથી મને પામવાની ઇચ્છા રાખ.

પરમાત્માના સ્વરૂપમાં ચિત્તને સ્થિર રાખવું તે તો બ્રહ્મની સ્થિતિ છે. પરંતુ સાધક માટે આ સરળ નથી. ચિત્ત તો મન સાથે જોડાયેલું છે. અને મનનો સ્વભાવ અત્યંત ચંચળ છે. તેને એક જગ્યાએ સ્થિર કરવું કઠિન છે. વિદ્યાર્થી અવસ્થામાં સૌને અનુભવ છે કે અભ્યાસમાં મન સ્થિર કરવા સભાન પ્રયત્ન કરવો પડે છે. માંડ કલાક થાય, ત્યાં કંઈ ખાવાની, પાણી પીવાની કે મોબાઈલ જોવાની, એમ કોઈ બીજી પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થાય છે. આમ, મનને નિરંતર એક જગ્યાએ પરોવી રાખવું તે લગભગ અશક્ય જણાય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે “ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મનુષ્યની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી કોઈ અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. આથી જ મનને સ્થિર રાખવા માટે ગીતા અભ્યાસયોગની વાત કરે છે. અભ્યાસ એટલે નિયમિત રીતે ચોક્કસ દિશામાં કાર્યાન્વિત થવું. આમ, સતત કરવામાં આવતું કાર્ય, પ્રેક્ટિસ એટલે અભ્યાસ.

પ્રેક્ટિસ અને સફળતામાં ગાઢ સંબંધ છે. કહેવાય છે કે “ઙફિભશિંભય ળફસયત ફ ળફક્ષ ાયરિયભિં. કોબી બ્રાયન્ટ બાસ્કેટબોલની રમતનો એક સફળ ખેલાડી, જેણે ૫ ગઇઅ ચેમ્પિયનશિપ અને બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તેનો ટ્રેઈનર રોબર્ટના મતે કોબીના સુપરસ્ટાર થવા પાછળનું રહસ્ય તેનું પ્રેક્ટિસ માટેનું સમર્પણ છે. સવારે ૪:૩૦ થી ૬ દોડવાનું, ૬ થી ૭ વેઇટલિફ્ટિંગ, ૭ થી ૧૧ સુધી ૮૦૦ જંપ મારવાના અને ત્યાર પછી ટીમ સાથે રેગ્યુલર પ્રેક્ટિસ તો ખરી જ. અને આ સાથે બીજું કારણ હતું હેતુપૂર્વકની પ્રેક્ટિસ. પ્રેક્ટિસનો મુખ્ય હેતુ કામમાં સુધારણા અને નિપુણતા આવે, એ છે. સફળતા માત્ર લાંબો સમયની પ્રેક્ટિસ નહીં પણ પ્રેક્ટિસ કેવી રીતે કરવામાં આવે છે તેની પર વધારે નિર્ભર છે.

‘સાયકોલોજીકલ સાયન્સ ૨૦૧૪’ માં સંશોધન પ્રસિદ્ધ કરવામાં આવેલું. જેમાં સંગીત, રમતગમત, શિક્ષણ, વ્યવસાય વગેરે ક્ષેત્રમાં નવું કૌશલ્ય શીખવા માટે કરવામાં આવતી પ્રેક્ટિસ આધારિત ૮૮ જૂદા-જૂદા અભ્યાસનું તારણ કાઢતાં જાણવા મળ્યું કે પ્રેક્ટિસ, શીખવાની પ્રક્રિયા ઉપર ઊંડી અસર પાડે છે. વિજ્ઞાન પણ પ્રેક્ટિસને નિપુણતા કે કાર્યદક્ષતા પામવાનું ઉત્તમ સાધન માને છે. બદલાવ પ્રેક્ટિસ પછી નથી આવતો, પણ પ્રેક્ટિસ દરમિયાન આવે છે.

પરમાત્મામાં મન સ્થિર કરવા માટે પણ અભ્યાસની જરૂર છે. જેવી રીતે પાણી ઢાળ બાજુ વહે છે તેવી રીતે મનનો સ્વભાવ પણ ભટકવાનો છે. ભક્તએ સતર્ક રહીને તેને પાછું ભગવાનમાં જોડવાનું છે. મનુષ્યના મનની આ નબળાઈને જાણતા ગુણાતીત ગુરુ શિષ્યને પૂજા, આરતી, થાળ, ભગવદ્ વાંચન, કીર્તન ભક્તિ, કથા શ્રવણ, મંત્ર લેખન, માળા વગેરે જેવી અલગ અલગ રીત દ્વારા પરમાત્મામાં મન પરોવાય તે રીતે સમયાંતરે આજ્ઞા કરતા હોય છે. તેથી ભલે સાધકની જુદી જુદી પ્રવૃત્તિ હોય, પણ તેમાં મનન અને ચિંતન તો પરમાત્માનું જ થાય! વિવિધ સાધનાઓનો પણ આ જ હેતુ છે. પ.પૂ. મહંતસ્વામી મહારાજે કોવિડ કાળ દરમ્યાન સત્સંગ દીક્ષા ગ્રંથ સ્વહસ્તે લખ્યો અને સંતો ભક્તોને રોજ તેનો પાઠ કરવા આજ્ઞા કરી. બાળકો અને યુવાનોને મુખપાઠ કરવા પ્રેરણા આપી. આમ અનેકને પરમાત્માનું મનન ચિંતન કરવા પ્રેર્યા. ખંતથી રોજ આ રીતે ક્રિયા કરવાથી પરમાત્મા સાથે અનુસંધાન સધાતું જાય છે. આ દિનચર્યા જીવનની કાર્યશૈલીમાં વણી લેવામાં આવે તો તે ટેવ બની જાય છે અને તેને જ તો અભ્યાસયોગ કહે છે. આ જ તો ગુણાતીત ગુરુની વિશેષતા છે કે તે ભક્તને સાતત્ય અને ગુણવત્તા સભર પરમાત્માનું ચિંતન કરવા પ્રેરી ભગવાનની તરફ ગતિ કરાવે છે.

આમ, અભ્યાસ લૌકિક અને પારલૌકિક બંને કાર્યોને સિદ્ધિ તરફ લઈ જાય છે. એટલે જ કહેવાયું છે, કરત કરત અભ્યાસ જડમતિ હોત સુજાન!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button