ધર્મતેજ

સ્પષ્ટ વક્તા સુખી ભવેત? એક પળ જેને નકારે છે જગત એ જમાનાઓ સુધી પૂજાય છે

આચમન -અનવર વલિયાણી

બે પ્રકારના સ્પષ્ટ વક્તાઓ
દેખાય છે.

  • એક જે પોતાના સ્વાર્થ, સુખ-સગવડ, અહંકાર માટે બીજાને સ્પષ્ટ રીતે પોતે દોરેલી લક્ષ્મણરેખાઓ જણાવી દેતા હોય છે અને
  • બીજા પ્રકારના સ્પષ્ટ વક્તા ઇશ્ર્વરને ગમે, ઇશ્ર્વરમાન્ય સિદ્ધાંતો-નિયમોને અનુરૂપ હોય, સર્વ જીવોના કલ્યાણ અર્થે હોય તેવું બોલનારા (ફકત પોતાનાં સુખ-સમૃદ્ધિ વધે તેવું બોલનારા નહીં) હોય છે.

પોતપોતાના કર્મક્ષેત્ર અને જ્ઞાન-આવડત મુજબનું સ્પષ્ટ બોલનારાઓની નામાવલીની નોંધ બનાવીએ તો તેમાં

  • જિસસ
  • ભગવાન મહાવીર
  • ભગવાન બુદ્ધ
  • હઝરત મહંમ સાહેબ
  • મીરા
  • સંત કબીર
  • અબ્રાહમ લિંકન
  • મહાત્મા ગાંધી
  • ઓશો
  • સોક્રેટિસ
  • જે. કૃષ્ણમૂર્તિ જેવા અનેક મહાત્માઓ, અવતારો આવે.
    યાદ રહેવું ઘટે કે આ પહેલા પ્રકારના સ્પષ્ટ વકતાઓમાં
  • ખંડણી માગનારાઓ,
  • લાંચ રૂશવત માગનારા તથા
  • લૂંટારાઓનો પણ સમાવેશ થઇ જાય છે. જેઓ ખુલ્લેઆમ-સામી છાતીએ ડરાવી – ધમકાવીને સ્પષ્ટ રીતે માગણી કરતા હોય છે.
  • અમુક જ્યોતિષો તથા વાસ્તુશાસ્ત્રવાળા પણ સ્પષ્ટ રીતે ગભરાવીને પોતાનું સુખ વધારતા હોય છે.
  • બીજાની નિંદા કરનારા પણ પોતાને સ્પષ્ટ વક્તા માને છે.
  • ચૂંટણી વખતે સામા પક્ષના નેતાની ‘ભૂલો’ હિંમતભેર મીઠું, મરચું, ઉમેરી-તડકા મારકે રજૂ કરતા હોય છે અને પોતાને ‘સ્પષ્ટ વક્તા’જ નહીં, પણ ‘સત્ય વક્તા’
    પણ વણમાગ્યા સ્વીકારી લેતા
    હોય છે.
  • પૈસા ઉછીના લીધા પછી ‘આપી શકું એમ નથી’ કહેનારા.
  • ધાર્મિક ગ્રંથો પર હાથ મૂકી સ્પષ્ટ સોગંદ-કસમ ખાનારા-ખોટી જુબાની આપનારા,ગવાહી દેનારા.
  • લગ્ને લગ્ને ‘કુંવારો છું’ એમ કહી મહિલાઓને ફસાવનારા.
  • આતંક ફેલાવ્યા પછી ‘અમે આ પરાક્રમ કર્યું છે ને જવાબદારી લઇએ છીએ’ તેમ બોલનારા અને છેલ્લે
  • લગ્ન પ્રસંગે ફટાણારૂપે સ્પષ્ટ રીતે સામા પક્ષવાળાને સંગીત સાથે સંભળાવનારા, કુખ્યાત થયા તો બીજી બાજુ.
  • જેમણે સૌના ભલા માટે પોતાના જીવના જોખમે સ્પષ્ટ, સત્યયુક્ત, વક્તવ્ય આપ્યું તેઓ અમર થયા, પૂજવાને લાયક થયા.
  • લાખ્ખો લોકોની અંધશ્રદ્ધા,
  • માન્યતા,
  • કુરિવાજો,
  • અન્યાયો,
  • ગુલામી,
  • લાચારી,
  • જુલ્મો-સિતમમાંથી મુક્તિ અપાવી અને તે દ્વારા
  • જીવન વધુ સારું-જીવવા જેવું-યોગ્ય બનાવ્યું.
    કોઇ એ માને ન માને તું કહે ‘અનવર’
    સત્ય કહેતા કેમ તું ગભરાય છે,
    એક પળ, જેને નકારે છે જગત,
    એ જમાનાઓ સુધી પૂજાય છે.

ખુશીને શોધી કાઢો
જે રીતે આપણે સારી વર્તણૂક કરવાનું શીખીએ છીએ તે રીતે આપણે જ ખુશ રહેવાનું પણ શીખી શકીએ છીએ.

  • જીવનના સુખદ પ્રસંગોને યાદ કરીને તે સમયની ખુશીને વર્તમાનમાં લાવો.
  • આ કામ તમે ગમે તે સ્થળે
    અને ગમે તે સમયે કરીને
    તમારા મનને હસી ખુશીમાં રાખી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button