ઘરમાં કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. તેમને પૂજાનું પ્રથમ સ્થાન મળ્યું છે. કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજાથી શરૂ કરાયેલા કાર્યમાં ક્યારેય કોઈ અડચણ આવતી નથી. આવી સ્થિતિમાં તેમની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે ભગવાન ગણેશના કેટલાક મંત્રોનો જાપ કરો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.
હિંદુ કેલેન્ડરના ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસથી અનંત ચતુર્દશી સુધી ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો અને આ જ કારણે આ દિવસથી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
ઓમ ગં ગણપતયે નમઃ
જો કોઇ વ્યક્તિના જીવનમાં નિષ્ફળતા અને નકારાત્મકતા વ્યાપી ગઇ હોય, બધા જ કામે ઊંધા થતા હોય, દરેક પાસા અવળા જ પડતા હોય, લાખો પ્રયત્નો પછી પણ કોઇ કામ પૂરા થતા ના હોય તો તેમણે ઓમ ગં ગણપતયે નમઃ મંત્રના જાપ જપવા જોઇએ. આનાથી તેના જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે અને તેને સફળતાની તકો મળશે. જો તમારું કામ વારંવાર બગડતું હોય તો આ મંત્રનો સાચા દિલથી 108 વાર જાપ કરો.
ઓમ શ્રી ગણ સૌભ્ય ગણપતયે વર વરદ સર્વજનમ મે વશમનાય સ્વાહા
જેઓ નોકરીની શોધમાં છે અને જેમને સખત મહેનત કરવા છતાં પણ હજી સુધી કોઇ સારી નોકરી નથી મળી, તેમણે સાચા મનથી આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઇએ. ભગવાન ગણેશજી રિદ્ધિ સિદ્ધિ દાતા છે. એ અવશ્ય તમારી પર કૃપા કરશે.
Taboola Feed