ધર્મતેજ

જેના ગુણે રીઝ્યા ગિરધારી

ગીતા મહિમા -સારંગપ્રીત

ભકિતના વિવિધ વિકલ્પો બતાવ્યા પછી હવે કૃષ્ણ ભગવાન પોતાના પ્રિય ભક્તનાં લક્ષણોનું વર્ણન કરે છે, તે સમજીએ.

ભગવાન અર્જુનને કહે છે –
અદ્યજ્ઞશ્ર્ળ લમૃધુટણર્ળૈ પેર્ઠ્ઠીં મ્યઞ ઊમ ખ
રુણપૃપળજ્ઞ રુણફવજ્રઇંળર્ફીં લપડળ્ ‘ઈંલૂઈં’ ષપિ
॥૧૨-૧૩॥
અર્થાત્ મારો જે ભક્ત, બધાં પ્રાણીઓ વિશે દ્વેષ વગરનો અને મિત્રભાવ રાખનારો તથા કરૂણાવાળો, મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુ:ખમાં સમભાવ રાખનારો અને ક્ષમાવાળો છે તે મને પ્રિય છે.

કર્મફળના ત્યાગમાં દરેક ક્રિયા માત્ર ભગવાનને પ્રસન્ન કરવાના વિચાર સાથે થતી હોવાથી, ભગવાન સાથે સતત જોડાણ સંભવે છે અને તેના પરિણામે ભક્તના હૃદયમાં અનેક દિવ્ય ગુણો સંવર્ધિત થાય છે. કોઈ પણ વસ્તુમાં ઉત્તમ, સંપૂર્ણ અને દીર્ઘજીવી સફળતા મેળવવા-શું કરવું જોઈએ તે જાણવું જરૂરી છે, પણ તેની સાથે શું ન કરવું જોઈએ તે જાણવું પણ તેટલું જ જરૂરી છે. ભક્તિમાર્ગને વરેલા ભક્ત માટે ભગવાન જ સર્વસ્વ છે, ભગવાન એક જ પ્રિય હોય છે, પણ ભગવાનને ભક્ત ક્યારે પ્રિય લાગે છે, તે જાણવું વધારે અગત્યનું છે. આ શ્ર્લોકમાં ભગવાન પોતાના પ્રિય ભક્તનાં કેવાં લક્ષણો હોય તેનું વર્ણન કરે છે.

ભગવાન પ્રથમ ગુણ બતાવે છે કે મારા પ્રિય ભક્તનું હૃદય ‘દ્વેષરહિત’ હોવું જોઈએ. એટલે કે મન-કર્મ-વચને કોઈનો પણ દ્વેષ ન કરે, કારણ કે જીવપ્રાણીમાત્રમાં ભગવાન રહ્યા છે.

મનમાં કોઈ સાથે દ્વેષભાવ રાખીને થતી ભગવાનની સેવા-ભક્તિ એ સાચું ભક્તપણું નથી. પ્રિય ભક્તનું બીજું લક્ષણ છે ‘મિત્રભાવ’. મિત્રનું લક્ષણ એ છે કે એ પોતાના મિત્રનું ભલું કરે. અને જ્યારે એ ભક્ત બને ત્યારે એ બધાનો મિત્ર બની જાય છે. રાત-દિવસ બધાનું હિત કઈ રીતે થાય એ માટે પ્રયત્નશીલ રહે છે. ભગવાનના પ્રિય, સાચા ભક્તની આ જ મહાનતા છે કે એમના વિશાળ હૃદયમાં સૌને સ્થાન છે.

તૃતીય લક્ષણ ભગવાન બતાવે છે: ‘કરુણાના સાગર’. આમ તો કરુણા એ ભગવાનનો ગુણ છે. સાચા ભક્તને સહજ સ્વભાવે અંતરમાંથી આ કરુણા નિરંતર વહેતી રહે છે.

તેઓ કોઈનું દુ:ખ એ દેખી શકતા નથી. ચોથું લક્ષણ છે, દેહ તથા દેહસંબંધી વસ્તુઓ કે વ્યક્તિઓમાં ‘મમત્વથી રહિત’ રહેવું. મહાભારતમાં ધૃતરાષ્ટ્રના “મામકા: અને પાંડવા:ના અભિગમે જ કૌરવ કુળનો નાશ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જયારે ભક્ત સંપૂર્ણ મમત્વ રહિત બને છે ત્યારે સમગ્ર સંસારનું શ્રેય કરવાની ભાવના ઉત્પન્ન થાય છે જે તેને પરમાત્માની સમીપે લઈ જાય છે.

પાંચમું લક્ષણ છે, ‘દેહાભિમાનથી રહિત’. જ્યારે દેહભાવ હોય ત્યારે જ પરમાત્માનું કર્તાપણું વિસરી જવાય છે. ભક્તકવિ નરસિંહ મહેતાએ એટલે જ ગાયું છે: ‘હું કરું હું કરું એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે.’ એટલે પરમાત્માને પ્રિય થવા આ સ્વભાવ છોડવો જ પડે. છઠ્ઠું લક્ષણ છે, ‘સુખદુ:ખમાં સમભાવ’. ઉત્તમ ભક્ત સુખ-દુ:ખના ઉતર ચડાવ વચ્ચે પણ સમભાવથી યુક્ત, સ્થિર રહે છે, કારણ કે તેની દૃઢ સમજણ છે કે જે કાંઈ સુખ-દુ:ખ આવે છે, એ પરમાત્માના સંકલ્પથી જ આવે છે. સાતમું લક્ષણ છે- ‘ક્ષમા’. સહન કરવું, ક્ષમા આપવી એ એક મહાન ગુણ છે. ક્ષમા એ ઘણા બધા ગુણોનો અને ઘણી બધી સમજણનો સમન્વય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker