બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૭
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
એમનું સાહિત્ય સર્જન મન્ો ચતુર્વિધ પ્રકારનું જણાય છે. (૧) ચરિત્રમૂલક સાહિત્ય (બાયોગ્રાફિકલ લિટરેચર) (૨) સિદ્ધાન્તમૂલક સાહિત્ય (થિયોરિટિકલ લિટરેચર) (૩) તત્ત્વદર્શનમૂલક સાહિત્ય (ફિલોસોફિકલ લિટરેચર) અન્ો (૪) ઊર્મિમૂલક સાહિત્ય (લિરિકલ લિટરેચર) એમનાં વિપુલ માત્રાના સાહિત્ય સર્જનનો આમ ચાર પ્રકારમાં વિભાજિત કરીન્ો ટૂંકો પરિચય આપવાનો અત્રે ઉપક્રમ છે.
(૧) ચરિત્રમૂલક સાહિત્ય (બાયોગ્રાફિકલ લિટરેચર)
બ્રહ્માનંદ સ્વામીએ સ્વામી સહજાનંદના ઉદ્દાત અન્ો ભક્તિસંપન્ન પ્રચલિત ચરિત્રન્ો વિષયસામગ્રી બનાવીન્ો બ્ો કૃતિઓ રચી છે એમાંથી એમની તથ્યમૂલક હકીકતનિષ્ઠ સામગ્રીના ચરિત્રમૂલક સાહિત્ય સર્જનશક્તિનો પરિચય મળી રહે છે.
૧. ‘સુમતિપ્રકાશ’
સહજાનંદ સ્વામીના અવતાર સ્વરૂપ કાર્ય તથા જીવનપ્રસંગોન્ો અત્રે સમાવિષ્ટ કર્યા છે. શ્રીહરિ અવતારનું પ્રયોજન, શ્રી હરિનું મહાત્મયુક્ત હરિચરિત્ર આલેખન અત્યંત હૃદયસ્પર્શી છે. અહીં સંપ્રદાયની આચારસંહિતા અન્ો સાધનાધારાન્ો પણ સ્થાન મળ્યું છે. નરનારાયણ આશ્રમ સ્થાન બદ્રીકાશ્રમથી આરંભાતી આ રચના અત્યંત મહત્ત્વની છે. સમગ્ર રચના ૨૦ વિશ્રામમાં વિભાજિત છે. એની અભિવ્યક્તિનું સ્વરૂપ પણ અર્થપ્ાૂર્ણ છે.
‘વ્યાસ્ો કહીએ વિભારસ્ો, ગણી અરથ ગિરવાન;
તાહિ સુગમ કરિ કરત હું, જગ હિત ભાષા જાન.
સંસ્કૃત અનુપ્રાણિત ગ્રંથ છે. કેટલુંક ઉમેરણ કરીન્ો મૂળ વ્યાસના મહાભારત અંતર્ગત નર-નારાયણ કથાનકની આસપાસ જ સમગ્ર રચના ગુંથાઈ છે.
‘સચરાચર પુરનસભર, અક્ષર પર અવિનાશ;
મમ ઉર જડતા મેરકે, કિનો સુમતિ પ્રકાશ.
અંતરમાં અજવાળા પથરાય, જીવનમાં અંધકારન્ો બદલે સુમતિનો-સદ્બુદ્ધિનો પ્રકાશ પાથરનાર ગ્રંથ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન અંતર્ગત ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારમાં રહેલી હસ્તપ્રતમાં અંતિમ પંક્તિનો પાઠ મન્ો પ્રાપ્ત થયો છે ત્ો મુદ્રિત વાચનાથી થોડો જુદો છે. અન્ય કેટલાક સ્થાન્ો પણ મહત્ત્વના પાઠભેદ પ્રાપ્ત થાય છે. એ અંશ અવલોકીએ.
‘સંવત અષ્ટાદશસહી વરસ સત્તોત્ોર જાણ
માઘસુદ પંચમી વાર બુધ, પુરણ ગ્રંથ પ્રમાણ
ખાચર ઉનડ કે ગ્ાૃહે, ગઢડે શ્રી ગુરુ પાસ તહીં
રહી બ્રહ્માનંદ કવિ, કિનો સુમતિપ્રકાશ…
મુદ્રિત પાઠમાં જે વાચના પ્રાપ્ત થાય છે ત્ો આ મુજબ છે :
‘સંવત અષ્ટાદશસહી’ વરસ અઠોત્તેર જાન…
માઘસુદ પંચમી વાર બુધ, પરિણ ગ્રંથ પ્રમાણ…૧
શ્રીનગર શુભ શહરમે, નરનારાયણ પાસ…
તહીં રહી બ્રહ્માનંદ કવિ, કિનો સુમતિપ્રકાશ…૨
હવે શ્રી સ્વામિનારાયણ સંશોધન કેન્દ્ર દ્વારા કોઈ અભ્યાસીએ ઊંડાણથી પાઠભેદની સાંસ્કૃતિક-સાંપ્રદાયિક ચર્ચા કરીન્ો પાઠ મેળવીન્ો તર્કપ્ાૂર્ણ રીત્ો શ્રીહરિના અવતારી રૂપન્ો આલેખતી આ કૃતિનો અભ્યાસ કરીન્ો નવેસરથી સંપાદન ત્ૌયાર કરાવવું જોઈએ.
૨. ‘ધર્મવંશપ્રકાશ’
કુલ આઠ અધ્યાયમાં વિભાજિત સંપ્રદાયની જ્ઞાનસંહિતારૂપ ગોલોકધામથી ત્ો અક્ષરધામ સુધીનું વર્ણન ‘ધર્મવંશપ્રકાશ’માં છે. ધર્મ-ભક્તિ માતાપિતાની વિગતો, સહજાનંદનું ચરિત્ર, દીક્ષા, મૂર્તિપ્રતિષ્ઠા, પ્રવાસભ્રમણકથા વગ્ોરે અહીં બ્રહ્માનંદે આલેખ્યા છે. એ રીત્ો સહજાનંદ ચરિત્ર-ગુણસંકિર્તન-ગુણાનુવાદ અન્ો ધર્મ-ભક્તિ માતા-પિતાનું વ્યક્તિત્વ અહીં કેન્દ્રમાં છે. બ્રહ્માનંદની સહજાનંદ ભક્તિનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત ગ્રંથ છે.
આ બંન્ો ચરિત્રમૂલક કૃતિઓ મધ્યકાલીન સમયના એક સંપ્રદાય સ્થાપકની વ્યાપક અન્ો હકીકતમૂલક વ્યક્તિમત્તાનો, કંઠસ્થપરંપરામાં પ્રચલિત સામગ્રીનો સાક્ષાત્કાર કરાવતી હોઈ એનું ઘણું મહત્ત્વ છે.
(૨) સિદ્ધાન્તમૂલક સાહિત્ય (થિયોરિટિકલ લિટરેચર)
સંપ્રદાયના સિદ્ધાંતોન્ો વિષયસામગ્રી બનાવીન્ો બ્રહ્માનંદ સ્વામીએ જે કેટલુંક સાહિત્ય સર્જન કર્યું છે ત્ો કર્તાની વિવિધ વિષયન્ો આલેખવાની શક્તિની પરિચાયક છે.
૩. ‘સતીગીતા’
સહજાનંદ સ્વામીએ સંસ્કૃતમાં શિક્ષાપત્રીમાં સતી સ્ત્રીના લક્ષણો તારવી આપ્યા. એન્ો આધારે બ્રહ્માનંદે ‘સતીગીતા’નું સર્જન કર્યું છે. મુક્તાનંદકૃત ‘સતીગીતા’ પણ પરંપરામાં પ્રચલિત છે. આચારશુદ્ધિ અન્ો વ્યક્તિના ચારિત્ર્ય ઉપર વિશેષભાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષરૂપ્ો દૃષ્ટિગોચર થાય છે.
‘સતીગીતા’ કુલ છ અધ્યાયોમાં વિભાજિત છે. વચ્ચે વચ્ચે છંદ હરિગીતા, દુહા, ચોપાઈ પદબંધમાં વિષયન્ો અભિવ્યક્તિ કરેલ છે. કુમારીકા, પત્ની, વિધવા આદિ અવસ્થામાં સદાચારી બનવાનું અહીં સ્ાૂચવાયું છે. રાજા રામમોહનરાય પ્ાૂર્વે ખૂબ જ સાવધાનીપ્ાૂર્વક બ્રહ્માનંદ દ્વારા અત્રે સતીસ્ત્રી એટલે પતિ પાછળ મૃત્યુ પામતી, બળી મરતી સ્ત્રી નહીં પણ સદાચારી બનીન્ો જીવન વ્યતીત કરે એ પ્રકારની મહત્તા આંકીન્ો સતીત્વ જાળવવાની – આચારશુદ્ધિના મહિમાની વિગતો કેન્દ્રમાં રાખી સાહિત્ય સર્જન કર્યું, એનું ઐતિહાસિક મૂલ્ય છે. કૃતિની ભાષા વ્રજ – હિન્દી છે.
૪. ‘શિક્ષાપત્રી’ (ગુજરાતી)
આ શિક્ષાપત્રીમાં કુલ ૪૧ પદો છે. વિવિધ રાગ, ઢાળમાં આ પદો છે. કેટલાક પદો ઘોળ, ગરબીના ઢાળમાં પણ છે. વિષયાનુસારે પદક્રમ નવેસરથી અપાયો છે. સળંગ પદ ક્રમાંક નથી, પણ કુલ પદો ૪૧ છે.
‘શુભ સંવત અઢારે માઈ, વર્ષ
બ્યાસી રે
રુડી મહાસુદ પંચમી દિન, આ પત્રી પ્રકાશ રે… ૧
લખી પત્રી પરમ સિદ્ધાન્ત, સહજાનંદ સ્વામી રે
ક્હાય સૌના ધર્મ સિદ્ધાન્ત, રાખી નહીં ખામી રે.. ૨
પત્રી ગ્ાૂઢ અર્થ ગિરવાણ, પોત્ો
કીધી રે
ત્ોન્ો પ્રાકૃત કરવા કાજે, આજ્ઞા મુન્ો દીધી રે.. ૩
સૌન્ો સંસ્કૃત કેરી રીત, નથી સમજાતી રે
માટે પદ બાંધ્યા કરી, પ્રેમ ભાષા ગુજરાતી રે… ૪
સહજાનંદસ્વામીરચિત સંસ્કૃત શિક્ષાપત્રીનું ગુજરાતીકરણ રૂપ આપણન્ો સૌ પ્રથમ બ્રહ્માનંદ દ્વારા મળે છે. એ બાબત પણ અભ્યાસીઓની નજર સમક્ષ રહેવી જોઈએ. (ક્રમશ:)