ધર્મતેજ

બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

શ્રીહરિના સ્વધામ ગમન પછી બ્રહ્માનંદજીએ પોતાનું નિવાસસ્થાન મૂળી મંદિરમાં જ રાખેલું. એક દિવસ નિત્યક્રમાનુસાર મંદિરની ઊંચી પડથાર પર થાંભલાન્ો ટેકે બ્ોસીન્ો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ પ્રભાતિયા ગાઈન્ો શ્રીજીના વિરહની બારમાસી ‘જેઠે જગજીવન ચાલિયા, નિર્મોહી મારા નાથનું ગાન કરતાં-કરતાં ગદ્ ગદ્ થઈ ગયેલા. જળપાન કરીન્ો સંતોન્ો કહૃાું, ‘જ્યાં-જ્યાં સાધુ સંતો છે એમન્ો મૂળી ત્ોડાવી લો.’ ભગુજી અમદાવાદ ઊંટ લઈન્ો જાય અન્ો ધ.ધુ.આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજન્ો ત્ોડી લાવે. એક પાર્ષદન્ો કહો ગઢપુર ગોપાળાનંદજી સ્વામીન્ો ત્ોડી લાવે. ગોપાળાનંદસ્વામી પોતાની વૃદ્ધાવસ્થાની અશક્તિન્ો કારણે ન આવી શક્યા. પણ નિષ્કુળાનંદ સ્વામી સહુ સંતો સાથે પધાર્યા. ‘વચનામૃતની કથા અન્ો સ્વામિનારાયણની ધૂન’ આરંભાઈ. બ્રહ્માનંદ સ્વામીએ કહૃાું, ‘મન્ો શ્રીજી મહારાજ ત્ોડી જશે.’ બોલતા જ કામળીનું આસન બિછાવીન્ો થાંભલીન્ો ટેકે બ્ોસી બાજોઠ પર શ્રીજીની મૂર્તિ અન્ો પાદુકા પધરાવીન્ો પોતાન્ો મળેલો પ્રસાદીનો રેંટો-ખેસ-ધરીન્ો પ્ાૂજન કરીન્ો – હાર પહેરાવીન્ો ધ્યાનમગ્ન થઈ હાથમાં માળા ગ્રહણ કરીન્ો ધૂન-સ્મરણમાં લીન થયા. એક પરમ દિવ્ય ત્ોજનો લિસોટો સહુએ અનુભવ્યો.

સહજાનંદ સ્વામીની બીજી નિર્વાણ તિથિની પ્ાૂર્વ સંધ્યાએ વિસં. ૧૮૮૮ ઈ.સ. ૧૮૩૨માં જેઠસુદી દશમન્ો દિવસ્ો મધ્યાહન સમયે ત્ોઓ જીવનલીલા સંકેલીન્ો અક્ષરધામવાસી બન્યા. આયુષ્ય તો માત્ર ૬૦ વર્ષ પાંચ માસ અન્ો પાંચ દિવસનું ભોગવ્યું, પણ એમણે દિવસ્ો-દિવસનો હિસાબ આપ્યો. તપ, સાહિત્ય સર્જન, મંદિર નિર્માણ, ઉત્સવો અન્ો સંગઠન એમ પંચવિધ પ્રકારની પ્રભાવક પ્રવૃત્તિઓથી ધમધમતું ત્ોમનું ભારે પ્રવૃત્તિમય ઝડપી જીવન એમની આગવી વિરલ વ્યક્તિમત્તાનું ઊજળું ઉદાહરણ છે.

॥ ૨ ॥
સંપ્રદાયના સિદ્ધાંતો, સાધનાધારા અન્ો તત્ત્વદર્શનન્ો સાહિત્યના માધ્યમ દ્વારા સાચવવાની પરંપરા લગભગ તમામ સંપ્રદાયમાં જોવા મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આવું થોડું સાહિત્ય સંસ્કૃતમાં પ્રાપ્ય છે.

‘શિક્ષાપત્રી’ એમાં પ્રમુખ છે. ‘શિક્ષાપત્રી’ અન્ો ‘વચનામૃત’ના કર્તા તરીકે સંપ્રદાયના આદ્યસ્થાપક સહજાનંદ સ્વામી છે. સંપ્રદાયનું સાહિત્ય સર્જનાર તો એના આદ્યસ્થાપક જ હોય એ સ્વાભાવિક છે, કારણ કે સંપ્રદાયની સંકલ્પના અન્ો સાધનાધારા એમના ચિત્તમાં જ સ્પષ્ટ રીત્ો અંકાયેલી હોય. આમ મોટેભાગ્ો સંપ્રદાયનું આ પ્રકારનું મોટા ભાગનું સાહિત્ય એના સંસ્થાપક દ્વારા જ રચાયેલું હોય, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ પ્રકારનું મોટા ભાગનું આ પ્રકારનું સાહિત્ય એના આદ્યસ્થાપક સહજાનંદ સ્વામીના પરમ પ્રિય શિષ્ય અન્ો સખાપદ પ્રાપ્ત કરનાર સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ દ્વારા રચાયેલ છે. આ સંદર્ભન્ો નજર સમક્ષ રાખીન્ો બ્રહ્માનંદના સાહિત્યિક પ્રદાનન્ો મૂલવવાનો ઉપક્રમ રાખ્યો છે.

બ્રહ્માનંદ બહુધા પદકવિ છે. એમન્ો ભાવે છે – ફાવે છે પદરચના. ગુજરાતીમાં પણ એમનો માત્ાૃભાષા જેટલો જ કાબૂ દેખાય છે. રાજસ્થાનમાં જન્મ્યા અન્ો રહૃાા છે. કચ્છમાં કાવ્યશિક્ષણ મેળવ્યું છે અન્ો સૌરાષ્ટ્રમાં સ્થિર થયા છે. એ રીત્ો વિવિધ પ્રદેશની ભાષા-બોલીનો એમન્ો પૂરો અનુભવ છે. બ્રહ્માનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહત્ત્વના બહુવિધભાષીકવિ છે. એમણે કચ્છી-સિંધી-મેવાડી-રાજસ્થાની, વ્રજ, હિન્દી અન્ો ગુજરાતી તથા તળપદી સોરઠી-સૌરાષ્ટ્રી વાણીમાં અન્ોક પદરચનાઓ કરી છે. એમનું આમ અન્ોક ભાષા-બોલી ઉપરનું પ્રભુત્વ એમની વિવિધ ભાષાઅભિજ્ઞતાનું દ્યોતક છે.

બ્રહ્માનંદ મોટા ગજાના અનુવાદક પણ છે. ભારે સ્ાૂઝથી મૂળ સંસ્કૃતમાં એમન્ો અન્ોક ગ્રંથોની રચના કરી છે અન્ો ત્ોઓ માન્ો છે કે સમાજન્ો-સમૂહન્ો-પરિચિત ભાષામાં જ્ઞાન-માહિતી ઉપલબ્ધ કરાવવા જોઈએ. વળી ત્ોઓ એમ પણ માન્ો છે કે સંસ્કૃત ભાષા મૂળ છે અન્ો એમાંથી ફૂટેલી શાખા-પ્રશાખા કે ફળફૂલસમાન વિવિધ ભાષાઓ છે. મૂળ કદાચ અદૃશ્ય હોય પણ એનાથી પોષણ મેળવતી ભાષા જ દૃશ્યમાન હોય, મોહક હોય, ખપમાં લાગતી હોય છે. કેટલુંક અનુવાદકાર્ય સહજાનંદ સ્વામીની આજ્ઞાથી એમણે કર્યું છે. કેટલુંક અનુવાદકાર્ય સહજ રીત્ો એમના સર્જનની સાથે વણાઈ ગયું લાગ્ો છે. આપણે ત્યાં મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકાર કવિ ભાલણ મોટો અનુવાદક મનાય છે પરંતુ બ્રહ્માનંદ સ્વામી એ પરંપરાનું ત્ોજસ્વી અનુસંધાન છે.

બ્રહ્માનંદનું ઘણું બધું સાહિત્ય હિન્દી, વ્રજ ભાષામાં છે. એમણે કચ્છની ‘રાઓ લખપત વ્રજભાષા-કાવ્યશાળા’માં એક દાયકા સુધી કાવ્યશિક્ષણ મેળવેલું. એમના જેટલો દીર્ઘ સમય સુધી નિવાસ કરીન્ો એમના સમયમાં કોઈએ કાવ્યશિક્ષણ મેળવેલું ન હતું. કચ્છી-ગુજરાતી પણ એમન્ો માત્ાૃભાષા રાજસ્થાની-મારવાડી જેટલી સહજ હતી. પણ આમ છતાં સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીનું વિપુલ સાહિત્ય વિશેષ રૂપ્ો ગુજરાતી, વ્રજ અન્ો હિન્દીમાં રચાયું છે.

સામે શ્રોતાવૃંદ ગુજરાતી છે. અન્ોક સંસ્કૃત ગ્રંથોના ત્ોમણે ગુજરાતી અનુવાદો કર્યા છે. આમ ગુજરાતી ભાવક-અનુયાયી વર્ગ-એમની સમક્ષ છે. ત્ોમ છતાં વધુ પ્ાૃષ્ઠ સંખ્યા-માત્રા વ્રજ, હિન્દી ભાષામાં રચાયેલ પદોની વિશેષ છે. આમ કેમ બન્યું હશે? ગુજરાત બહાર સંપ્રદાયના સાહિત્યન્ો પ્રચલિત કરવાનો શુભાશય પણ એની પાછળ કારણભૂત હોઈ શકે.

ગઢપુરમાં સહજાનંદ સ્વામી સાથેનો નિવાસ એમનો આરંભનો સમય છે. સંપ્રદાયની સ્થાપના અન્ો સ્થિરતાનો એ ત્ાૂર્તજનો સમયગાળો છે. સહજાનંદ સ્વામીન્ો અનુયાયી વર્ગ સાંપડી રહૃાો છે. સંપ્રદાયનું સ્ૌદ્ધાન્તિક સ્વરૂપ અન્ો એની તત્ત્વદર્શનધારાન્ો સમજીન્ો પદ્યમાં ઢાળી શકે એવા સમર્થ અન્ો સશક્ત કવિ ત્ોમન્ો સાંપડ્યા છે. પ્રારંભે શ્રીરંગદાસ નામછાપથી અન્ો પછીની બ્રહ્માનંદ નામછાપથી સંપ્રદાયની સિદ્ધાન્ત વિભાવનાન્ો સમજાવતી ગ્રંથશૃંખલા આ સમયગાળા દરમ્યાન ત્ોમણે ગઢપુરમાં સહજાનંદ સ્વામીના સાંનિધ્યમાં એમની સાથે વિમર્શ કરીન્ો સર્જી છે, એનું બહુ મૂલ્ય છે. સહજાનંદની સંકલ્પનાન્ો યથાતથ મૂળ રૂપ્ો સમજનારા બ્રહ્માનંદ એ રીત્ો મન્ો સહજાનંદનું ત્ોજપ્રાપ્ત સંત વ્યક્તિત્વ જણાયા છે. સહજાનંદ સ્વામીએ એમની પાસ્ો પોતાન્ો કરવાનું યુગકાર્ય કરાવ્યું અન્ો એમન્ો ચિરંજીવ-શાશ્ર્વત-બનાવ્યા.

સંપ્રદાયની સાધનાધારાના ગ્રંથો હિન્દીમાં-વ્રજમાં રચીન્ો અન્ય ભાષી-પ્રદેશમાં સરળતાથી પ્રસરાવી શકાય. વળી પ્રાદેશિક ભાષામાં મૂકવા કરતાં આવા સાધનાધારના ગ્રંથો તો હિન્દીમાં જ હોય એ ઉચિત ગણાય. સંપ્રદાયની આરંભકાલીન વિસ્તરણની અન્ો માળખું ઘડવાની પ્રવૃત્તિમાં સહજાનંદ સ્વામીની સજોડે રહેલા બ્રહ્માનંદ સ્વામી એ રીત્ો મન્ો અનન્ય કોટિના કવિ-સંત અન્ો દૃષ્ટા જણાયા છે.

એમની પાસ્ો વિવિધ ભાષાનું જ્ઞાન હતું. વિષયન્ો બળકટ અભિવ્યક્તિ અર્પવાનું કૌશલ્ય હતું અન્ો સહજાનંદ સ્વામીની સાંપ્રદાયિક સંકલ્પનાન્ો યથાતથ મૂળસ્વરૂપ્ો સમજવાની અન્ો એ મુજબ પ્રસ્તુત કરવાની વિચક્ષણ કૌશલ્ય પ્રતિભા શક્તિ હતી. હિન્દુ સનાતનધર્મના તત્ત્વદર્શનના મૂળભૂત ગ્રંથોના હાર્દની સ્પષ્ટ રીતની સમજણ હતી. આવા બધા કારણે એમની સમક્ષ આ સાંપ્રદાયિક સિદ્ધાન્ત સાહિત્ય સર્જવાનું બહુ મોટું અન્ો પાયાનું કાર્ય આવ્યું. જે એમણે ખૂબ જ સારી અન્ો સાચી રીત્ો પાર પાડ્યું જણાય છે. આમ સહજાનંદ સ્વામીના પ્રત્યક્ષ સાન્નિધ્યમાં પ્રારંભે જ રહેવાનું અન્ો સાહિત્ય સર્જવાનું સદ્ભાગ્ય એમન્ો પ્રાપ્ત થયું. સહજાનંદ સ્વામીની નિત્ય સંગત ત્ોમન્ો એમની પંગતમાં બ્ોસાડવા માટેનું પરિબળ જણાય છે. સાથે-સાથે પ્રસંગાનુસાર પદસર્જન પણ ચાલતું રહૃાું છે. પણ પ્રારંભનો એ ગાળો બહુ મોટો છે, મહત્ત્વનો છે. સંપ્રદાયના સાહિત્યના શિખર સમાન ગ્રંથોનું સર્જન કર્યા પછી સહજાનંદ સ્વામીએ એમન્ો સંપ્રદાયની કીર્તિ ધ્વજા-પતાકાનો પરિચય કરાવતા શિખરબંધ મંદિર નિર્માણના કાર્યમાં મૂક્યા. એમણે કરેલા મંદિરનિર્માણ આજે પણ સંપ્રદાયની કીર્તિ પતાકા સંપ્રદાયમાં અન્ો સંપ્રદાય બહાર પણ પ્રસરાવી રહૃાા છે. (ક્રમશ:)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker