મુક્તાનંદ સ્વામી મહત્તા અન્ો મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની
(5)
સહજાનંદ સ્વામી `શ્રીહરિ’ સત્સંગવિચરણ માટે નીકળતા સાધુઓન્ો કેટલાક નિયમો-વ્રતમાન પાળવાનું વચન લેવરાવતા. એક વખત મુક્તાનંદ સ્વામીએ પચાસ્ોક સાધુઓ સાથે મારવાડ તરફ સત્સંગ માટે પ્રયાણ આદર્યું. શ્રીહરિ પાસ્ો વ્રતમાન (યાત્રામાં પાળવાના નિયમો) માગ્યા. શ્રીહરિએ ગળ્યું અન્ો ચીકણું (ગોળ-ઘી) નહીં ખાવાનાં વ્રતમાન આપ્યાં. મુક્તાનંદ સ્વામીએ આત્માનંદ જેવા અગ્રણી સંતમંડળ સાથે મારવાડ ભણી પ્રયાણ કર્યું. સંપ્રદાયના પ્રારંભના દિવસો હોઈન્ો બહુ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ ન હતી.
અન્ો વળી સંપ્રદાયનો વેશ પણ બહુ પ્રચલિત ન હતો એટલે આદર-સત્કાર ન મળતાં હોવા છતાં મુક્તાનંદ સ્વામી સંતવૃંદ સાથે ગામે-ગામ સત્સંગ ચલાવતા. યાત્રા કરતા રહૃાા. એક વખત ત્રણેક દિવસ સુધી કોઈ સત્સંગી તરફથી રસોઈ ન મળી પણ ભૂખન્ો ભૂલીન્ો સત્સંગકાર્ય શ્રદ્ધાથી ચાલતું રાખ્યું. ચોથે દિવસ્ો એક ગામમાં બ્રાહ્મણે સંતોનાં ત્ોજ, તપ અન્ો સત્સંગશીલ વૃત્તિથી પ્રભાવિત થઈન્ો રસોઈ આપી. આત્માનંદે બ્રાહ્મણ સમક્ષ રાજીપો પ્રગટાવીન્ો કહૃુાં કે અમોન્ો કશો ગળ્યો અન્ો ચીકણો પદાર્થ અર્થાત્ ગોળ અન્ો ઘી વર્જ્ય છે. તો એ વગરની રસોઈ અમે અંગિકાર કરીશું. બ્રાહ્મણે કહૃુાં ભલે સ્વામી, આપ સત્સંગ-નામ-જાપ કરો. અમે માત્ર ખીચડીનો પ્રસાદ રસોઈ રૂપ્ો કરીશું.
ખીચડી રંધાઈ ગઈ એટલે બ્રાહ્મણે પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીન્ો ખીચડી ધરાવી. વળી ઠાકોરજીન્ો ધરાવવાનો પ્રસાદ કોરો ન ધરાવાય એવું માનીન્ો એમાં થોડું ઘી નાખી ઠાકોરજીન્ો ધરાવી. એ થોડો પ્રસાદ ખીચડી રસોઈ સાથે ભેળવી દીધો. બધાન્ો પંગતમાં પ્રસાદ ગ્રહણ કરવા બ્ોસાડ્યા. આત્માનંદજીએ પ્ૃાચ્છા કરી : ખીચડીમાં ઘી નથી નાખ્યું ન્ો?' બ્રાહ્મણ યજમાન કહે :
ખીચડીમાં ઘી નથી નાખ્યું’, પરંતુ ઠાકોરજીન્ો ન્ૌવેદ્ય રૂપ્ો થોડી ધરાવેલી એમાં જરાક નાખેલું. પછી એ ઠાકોરજીવાળો ખીચડીનો પ્રસાદ આ ખીચડીમાં ભેળવ્યો છે. આત્માનંદજી કહે, અમારે નિયમ છે. અમે સંતો એનું કડકપણે પાલન કરીએ છીએ. અમન્ો આ ન ખપ્ો. ત્રણ દિવસથી ભૂખ્યા સંતોન્ો પંગતમાંથી ઊભા થવા કહૃુાં. મુક્તાનંદજીએ બધાન્ો બ્ોસાડ્યા. આત્માનંદજીન્ો કહે :
જુઓ, શ્રીહરિની આજ્ઞા પ્રમાણે તો બરાબર છે, પરંતુ દેશકાળ આદિનો વિચાર કરતાં આ બરોબર નથી. ધર્મશાસ્ત્રમાં દેશ, કાળ, વય, વિત અન્ો જાતિ, શક્તિન્ો અનુસાર આચારાદિની વ્યવસ્થા કહી છે.
`ઘી કાંઈ સાધુ-સંતો નિમિત્તે નાખ્યું નથી. દેવ ન્ૌવેદ્યમાં થોડું નાંખેલું ત્ો સમગ્ર ભોજનમાં ભેળવ્યું છે. દેવપ્રસાદ તો સ્વીકાર્ય ગણાય. માટે ભોજન ત્યાગ બરાબર નથી. તમે સહુ સુખેથી જમો, હું પણ જમું છું. એનો કાંઈ દોષ લાગશે તો ત્ો મારે શિરે છે.’
યાત્રા સંપન્ન કરી સંતવૃંદ સાથે પરત થયા ત્યારે મુક્તાનંદજીએ બ્રાહ્મણગ્ૃાહે ખીચડી પ્રસાદ પ્રસંગ્ો પોત્ો કરાવેલા આજ્ઞાલોપનની ક્ષમા યાચી તથા આત્માનંદજીએ કરેલા આજ્ઞાપાલનની પ્રશંસા કરી.
પ્રત્યુત્તરરૂપ્ો શ્રીહરિએ કહેલું કે મારા અત્યંત પ્રિય સાધુની અન્ો સત્સંગની આવી સ્ૂાક્ષ્મ દૃષ્ટિથી વિષમ સમયે સંભાળ રાખે છે, માટે મુક્તાનંદ સ્વામી તો આખા સત્સંગની મા છે. આવા સંવેદનશીલ અન્ો સમયસંદર્ભન્ો સમજીન્ો સમયાનુકૂળ નિર્ણય કરવાની અસાધારણ માયા-મમતા દાખવનાર મુક્તાનંદ સ્વામીન્ો
સત્સંગની મા’નું બિરુદ શ્રીહરિ તરફથી પ્રાપ્ત થયેલું.
- * *
મુક્તાનંદ સ્વામી વાદન, ગાયન અન્ો ન્ૃાત્યમાં પારંગત હતા. વીણા તથા સરોદવાદનનું પ્રાવીણ્ય, શાસ્ત્રીય રાગોની જાણકારી તથા તળપદા દેશી ઢાળ-ઢંગ એમન્ો કંઠેથી નીકળે અન્ો સભા તલ્લીન થઈ સાંભળતી.
એક વખત શ્રીહરિ વડનગર પધારેલા અન્ો ત્યાંના પ્રસિદ્ધ હાટકેશ્વરના મંદિરમાં સંગીતસભા યોજાયેલી. એમાં એ સમયના પ્રસિદ્ધ ગાંધર્વગાયકો ઉપસ્થિત રહેલા. સદારામ નામનો પ્રસિદ્ધ સંગીતકાર ગાંધર્વ પણ હતો. આ બધાની વચ્ચે મુક્તાનંદજીએ રાધે રાધે ગોવિંદા, ભજ રાધે રાધે ગોવિંદા કીર્તન' તથા
તું હી, તું હીં તું તું રે’ રામનું ભાવપ્ૂાર્ણ ગાન પ્રસ્તુત કરી બધાન્ો અચંબો પમાડેલો. વિચરણ કરતાં-કરતાં શ્રીહરિ ધર્મપુર પધારેલા. સાથે મુક્તાનંદ સ્વામી પણ હતા. ત્યાં વાદ્યો સાથે સવારની સભામાં કુંવર ક્નૌયા ખેલે હોરી', સાંજની સભામાં
મોય મોહન મુખ કી પ્યાસ રી’ અન્ો રાત્રિસભામાં `જન અંતર કી તુમ જાન હો’ પ્રસ્તુત કરીન્ો સૌન્ો મંત્રમુગ્ધ કરી દીધેલા.
અમદાવાદ ખાત્ો વસંતોત્સવ સમયે `જહાં વાસુદેવ ખેલત વસંત કીર્તનગાનથી શ્રીહરિન્ો રાજી કરેલા.’
શ્રીહરિએ એક સમયે વડતાલમાં ફૂલદોલ ઉત્સવ પ્રસંગ્ો ભગવતગુણોનું ગાન કરવાની મુક્તાનંદજીન્ો આજ્ઞા કરી એટલે વીણાવાદન સાથે ષટપદી અન્ો બીજાં ગીતો રજૂ કર્યાં ત્યારે શ્રીહરિ મહારાજે પણ ચપટી વગાડી કરકમલથી તાલ પુરાવેલ. ત્ોમનું વીણાવાદન સંપ્રદાયમાં નારદતુલ્ય ગણાતું.
ત્ોમનાં ગાયન, વાદન ઉપરાંત ન્ૃાત્યની વિદ્યાનો પરિચય કરાવતો એક પ્રસંગ ખૂબ જ પ્રચલિત છે.
શ્રીહરિની સભામાં એક વખત અન્ોક રજવાડાંઓમાં પોતાની નર્તન-ગાયનવિદ્યાનો પ્રભાવ પાડીન્ો નર્તક-ગાયકો ગઢડા પધાર્યા અન્ો શ્રીહરિની સભામાં પોતાની કળા પ્રસ્તુત કરી. પછી શ્રીહરિએ મુક્તાનંદજીન્ો આજ્ઞા કરી… મુક્તાનંદજીએ પગમાં ઘુંઘરું બાંધીન્ો તથા હાથમાં કરતાલ ગ્રહીન્ો ભારે કુશળતાથી ગાન સાથે પગના ઠેકા એવી રીત્ો લીધા કે એનાથી ભોંય પર પાથરેલ કુમકુમમાં હાથીનું ચિત્ર અંકાઈ ગયું. નર્તન-ગાન પ્ૂાર્ણ થયું. આવું કુશળ કલાપ્રતિભાનું દર્શન કરીન્ો ગ્વાલિયર ઘરાનાના ગવૈયાનો ગર્વ ઓગળી ગયો. મુક્તાનંદજીની કલાસાધના અજોડ અન્ો અનુપમ હતી.
મુક્તાનંદ સ્વામીના પ્ૂાર્વાશ્રમનાં અનુજ ભગિની ધનબાઈએ મુક્તાનંદજીન્ો સંસારમાં પુન: લાવવા ઘણા પ્રયત્નો કરેલા પણ સફળ થયેલા નહીં.
પછી ભાઈ મુક્તાનંદનાં દર્શનાર્થે, એમન્ો જોવા-સાંભળવા ત્ોઓ ગઢડા
આવેલાં. અહીં દરબારગઢમાં રામાયણ પઠન કરતાં. ત્ો સાંભળતાં મુક્તાનંદજીએ પોતાના શિષ્ય શાંતાનંદ દ્વારા તપાસ કરાવી તો ખબર પડી કે ધનબાઈ પધાર્યાં છે. ધનબાઈએ શ્રીહરિન્ો સંદેશ પાઠવ્યો કે મન્ો પ્ૂાર્વાશ્રમના બંધુ પ્રબોધે એવી ઇચ્છા છે અન્ો હું એમના માર્ગ્ો અનુસરવા માગું છું. શ્રીહરિએ `સંપ્રદાયની સીમામાં રહીન્ો પ્રબોધશે એમ કહૃુાં. મુક્તાનંદજીન્ો આજ્ઞા કરી તો મુક્તાનંદજીએ સમગ્ર સ્ત્રીસમુદાયન્ો પ્રબોધતા હોય એ રીતથી ભગિની ધનબાઈ માટે ચાર કીર્તનની ચોસર રજૂ કરી. એમાંનો વૈરાગ્ય, ભક્તિ અન્ો સમર્પણશીલતાનો ઉપદેશ સંપ્રદાયમાં સુખ્યાત છે. એ ચારેય ભજનની પ્રથમ કડી અહીં ઉદાહૃત છે.
મોહનન્ો ગમવાન્ો ઇચ્છો માનુની, ત્યાગો સર્વ જૂઠી મનની ટેક જો, પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો, રહેજો હરિચરણે અબળા થઈ છેક જો...'
સાંભળ બ્ોની હરિ રીઝ્યાની રીતડી, મોહનવરન્ો માન સંગાથે વેર જો,
સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળિયું પથસાકરમાં અહિ ઝેર જો.’કહાન કુંવરની રીત સુણી મનમાં ધરો, તો તમે રહેશો મગન સદા હરિસંગ જો, પુરુષોત્તમન્ો નથી કોઈ પર-ન્ો પોતાપણું, પ્ૂારણકામ ન રાચે કેન્ો રંગ જો...'
સુખસાગર હરિવર સંગ્ો સુખ માણજો, અતિ ઘણી મહેર કરી છે શ્રીજી મહારાજ જો,
પુરુષોત્તમ સાથે પ્ૂારણ સગપણ થયું, આપણ તુલ્ય નહીં કોઈ બીજું આજ જો.’
આ ચોસરશ્રવણપાનથી ધનબાઈન્ો તીવ્ર વૈરાગ્યભાવ જાગ્યો. મુક્તાનંદ સ્વામીએ પણ પ્રતિબદ્ધપણે સંતત્વના મૂલ્યન્ો જાળવ્યું એ એક મોટો આદર્શ સ્થાપી ગયા. ભગિની ધનબાઈએ જીવુબાન્ો હાથે વર્તમાન અંગીકાર કરીન્ો પાકાં સત્સંગી થઈન્ો આજીવન સાંખ્યયોગી રહૃાાં. મુક્તાનંદજીના પ્રબોધન-પ્રભાવનું આવું રૂડું ફળ સંપ્રદાયનું ઉજમાળું અન્ો સુંદર દૃષ્ટાંત છે. (ક્રમશ:)