મીરાંબાઈ પાછાં ઘેર જાઓ : રવિદાસનું ગુજરાતી રૂપાંતરણ
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની
દક્ષ્ાિણ ભારતમાં અલ્વાર ભક્તોની એક સુદીર્ઘ પરંપરા ખૂબ જ પચલિત છે. એ પરંપરામાં રામાનુજાચાર્ય નામના એક બહુ મોટા સંત થયેલા. એમની શિષ્યાપરંપરામાં પાંચમી પેઢીએ એક અત્યંત તપસ્વી અને તેજસ્વી શિષ્ય રામાનંદ થયેલા. રામાનંદે દક્ષ્ાિણ ભારતમાંથી ઉત્તર ભારત પતિ પયાણ કરેલું. એ ઘટનાપસંગ ભારતીય ભક્તિપરંપરાને આગવો વળાંક આપનાર બની રહેલ છે. જ્ઞાનમાર્ગનું અને પેમમાર્ગનું સંમિશ્રણ તથા જ્ઞાતિ, જાતિના ભેદ ભાંગનાર અને માત્ર મઠમાં રહીને જ નહીં, પરંતુ ગૃહસ્થરૂપે પણ ભક્તિમાર્ગમાં ભારે આગળ વધી શકાય એ વિચારધારા અને વિભાવનાને વહાવડાવીને ભક્તિમાર્ગનું નાજુક ઝરણું-વહેળું રામાનંદીધારાથી ભારે વેગીલું બન્યું.
રામાનંદની શિષ્યમંડળી ઉત્તર ભારત ઉપરાંત પશ્ચિમ ભારતમાં પણ ભારે પભાવક રહી. એમના શિષ્ય કબીરના તો કંઈ કેટલાંય ગુજરાતી ભજનો સંતવાણી પરંપરામાં ખૂબ જ પચલિત છે. પીપા ભગત તો પૂરા સૌરાષ્ટ્રી જ લાગે. ધન્નાથી પણ આપણે અજાણ નથી. કબીરનાં જેમ અનેક સ્થાનકો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ જીવંત પંરપરારૂપે અસ્તિત્વ ધરાવે છે. એવું જ એક ધન્ય નામ છે રોહિદાસ. રેદાસ તરીકે કે રવિદાસ તરીકે પણ ઉત્તર ભારતીય ભક્તિપરંપરામાં ખૂબ જ પચલિત સંતમહાત્મા અહીં આપણે ત્યાં સંત રોહિદાસ તરીકે પખ્યાત બનીને બહુ મોટો મહિમા પણ ધરાવે છે. મીરાંબાઈના ગુરુ તરીકે અનેક દંતકથામાં તેમનું નામ જોડાયેલું મળે છે.
આમ, ગુજરાત બહારના અનેક એવા સંતો છે કે જેમની ગુજરાતી વાણી પાપ્ત થતી હોય અને પચલિત પણ હોય. આમાં કબીર અને નાથપરંપરાના સંતો કરતાંય વિશેષ્ા મહત્ત્વના મને જણાયા છે મીરાંના ગુરુ તરીકે પખ્યાત બનેલા અને મોટા ગજાના સાધક તથા સંત રવિદાસ. તેઓ મૂળ ઉત્તર ભારતીય પરંપરાના પણ એમનું વ્યક્તિત્વ ગુજરાતી લોકધર્મ પરંપરામાં સંતવાણીમાં ભળી ગયેલું દૃષ્ટિગોચર થાય છે. રોહિદાસ જ્ઞાતિએ અને વ્યવસાયે પણ પરંપરાગત ચમારના કાર્યમાં જે વ્યસ્ત રહેતા અને ભક્તિ તો ખરી જ. મૂળ રહેઠાણ કાશી-વારાણસી યાત્રાધામ઼ માતા-પિતાના ભારે લાડલા સંતાન તરીકે ઉછેર પામેલા. ચમારકાર્યમાંથી તેમને મળતી આવક તેઓ સાધુમહાત્માઓની સેવામાં ખરચી નાખતા હતા. પછીથી યાત્રાએ નીકળી પડેલા. દ્વારકા અને ત્યારબાદ ગિરનાર – તુલશીશ્યામ એમ સોરઠમાં ખૂબ ફરેલા. સોરઠમાં ગિરનારની તળેટીમાં વિસાવદર – બીલખાની છાયામાં સરસાઈ નામના નાનકડા ગામે થોડા સ્થિર થયેલા. ચમારકાર્યમાં રત રહેતા, ચામડું કેળવે અને ભક્તિમાં ભજનમાં લીન રહે. કહેવાય છે કે મીરાંબાઈ તેમની પાછળ પાછળ તેમને શોધતાં શોધતાં છેક અહીં સરસાઈ ગામ સુધી આવેલાં. રોહિદાસને ગુરુ થવા માટે મીરાંબાઈએ ખૂબ કાલાવાલા કરેલા. કોઈ રીતે મીરાંબાઈ પરત ન થાય. એક દિવસે બીજની રાતે પોતે ભજન કરતાં ત્યારે સામે બેઠેલાં મીરાંને ઉદ્ેશીને જ એક ભજન લલકાર્યું. જે સોરઠી સંતવાણીની પરંપરામાં આજે પણ અમર રચના તરીકેનુંં સ્થાન-માન ધરાવે છે. વિ.સ.ર0પ8ની દિવાળીની રજાઓમાં સરસાઈ ગામે રોહિદાસની જગ્યાએ જવાનું થયું. રૈદાસના કુંડ તરીકે પખ્યાત સ્થાનકે અનેક યાત્રાળુઓ આજે પણ આવે છે. અહીં એક વયોવૃદ્ધ સોંડા ભગત નામના ભરવાડ ભગતનો ભેટો થયો. એમને કંઠેથી સાંભળેલી રોહિદાસની ભજનરચનાને આસ્વાદીએ :
એ જી તમે રે મારી સેવાના છો રે શાલીગરામ,
મીરાંબાઈ પાછાં ઘરે જાઓ રે…(ટેક)
તમે રે રાજાની કુંવરી ને, અમે છીએ જાતના ચમાર,
લોકું રે સરવે તમારી નિંદા કરે રે, એ જી પાપીને પોંચે રે ભગવાન.
મીરાંબાઈ પાછાં ઘરે જાઓ રે…1
કાશી રે નગરના ચોકમાં, મીરાંબાઈ વાતું તમારી થાય,
મેવાડના લોકો તમને મારશે રે, રોષ્ો ભરાશે રાણો રાય.
મીરાંબાઈ પાછાં ઘરે જાઓ રે…ર
રામાનંદ ચરણે, રોહિદાસ બોલિયા રે,
લેજો લેજો ભજનુંના લ્હાવા રે, હેતે તમે ભજોને ભગવાન.
મીરાંબાઈ પાછાં ઘરે જાઓ રે…3
અસલ સોરઠી તળપદી બાનીમાં લોકપરંપરામાં કંઠસ્થ પરંપરામાં જીવંત રહેલું – વહેતું રહેલું આ ભજન સંત રોહિદાસ અને શિષ્યા મીરાંબાઈની વિગતોને વર્ણવે છે. રોહિદાસ સ્વમુખે મીરાંને પોતાને ઘેર પરત જવા વિનવે છે અને કારણો કહે છે તે મહત્ત્વનાં છે.
ભક્તિમાર્ગમાં જે આડશો કે અવરોધો છે એની વાત અહીં મીરાં નિમિત્તે પગટે છે. જ્ઞાતિનું – ઉચ્ચ – નિમ્નવર્ગ – વર્ણ પણ એક મોટું પરિબળ છે. ભક્તિમાં પણ પોતાની બરોબરની જ્ઞાતિનો, ઉચ્ચવર્ણ – વર્ગનો પંડિત જ ખપે એવી એક વર્ગની માન્યતા હતી.
લોકનિંદા બીજું મોટું પરિબળ અને ચોરેચૌટે અપમાન – હાંસી ઉડાવનારી વાતો થાય, લોકો ઉપહાસ – અવહેલના કરે, અવગણના કરીને પહાર પણ કરે એ ત્રીજું પરિબળ. પોતાના પતિ જ કે અન્ય સગાં વ્હાલાં જ રોષ્ો ભરાય, એ ચોથું પરિચળ. આ બધાં ભયસ્થાનો અવરોધોનો મુકાબલો કરવાને બદલે, વગોવણી સહન કરવાને બદલે હેતથી ઘેરે બેઠાં બેઠાં હરિભજનનો લહાવો લઈને ભગવાનનું ભજન કરો એમ રોહિદાસ મીરાંબાઈને સમજાવે છે અને એથી મીરાંબાઈને પાછા ઘેર જતા રહેવા માટે સતત વિનંતીની ભાષ્ાામાં કહે છે.
કદાચ મીરાંબાઈ શિષ્યા તરીકે ગુરુના ઉપદેશને સ્વીકારીને ગુરુનિશ્રામાં રહેવાને બદલે પાછા ઘેર ગયાં હશે. અને ગુરુઆજ્ઞા મુજબ હરિભજન-ગાનમાં લીન રહ્યાં. પણ આપણે જાણીએ છીએ તેમ એ પછી પણ મીરાંની અવગણના – અવહેલના વગેરેનો સામનો તો મીરાંને સતત વેંઢારવાનો આવ્યો જ.
ભક્તિ ખાંડા કેરી ધાર એમ ભજનમાં કહેવા પાછળનો મર્મ આવા પસંગમાંથી પકડાય છે. ભક્તિમાં વળી ભય શાનો? પણ ગુરુ જ આવો ભય દેખાડે અને ભગાડવા – ભાગવા પવૃત્ત થાય એમાં જ શિષ્યની કસોટી છે. એ તાવણી – કસોટીમાંથી પાર ઊતરનારા શિષ્યો આપણી ભક્તિપરંપરાનાં તેજસ્વી કિરણો છે. એવું તેજસ્વી કિરણ ભક્ત મીરાંબાઈ છે. એના વિષ્ાયની ગુરુ રોહિદાસની આ ભજનરચના આમ એકસાથે સમાજ-સંસ્કૃતિનું અને ભક્તિ-સંસ્કૃતિનું ખરું રૂપ પગટાવે છે. સોંડા ભગતે મોજથી આંગળથી ટચાકા બોલાવતાં – બજાવતાં ગાયેલી આ ભજન રચનાની મુદ્રિત આવૃત્તિથી ભાવકોને પરિચિત ર્ક્યા પણ એની મૂળ પરફોર્મિંગ ટેકસ્ટ પસ્તુતિની આવૃત્તિ તો કાયાના કરંડિયામાં આ એકલપંડે જ ગોપવી રાખવી પડશે. એની શ્રવણાનુભૂતિ, હાવભાવ – રાગઢાળ તો માંહ્યલો જ જાણે છે. ભારે મોટો પભાવ હોય છે અસલ ઢાળ ઢંગનાં ભજનશ્રવણનો. મીરાંબાઈ પાછાં ઘરે જાઓનું અનુકરણ અકબંધ છે આ ઘડીએ પણ અને પશ્ન એ થાય છે કે કોણ બોલે છે આ વાક્ય. રોહિદાસ, સોંડો ભગત કે મારું હૃદય કદાચ સમગ્ર સમાજનો આ પોકાર છે મીરાંબાઈ પાછાં ઘરે જાઓ… આવી સંઘ ભાવનાનું ભારે મોટું કામણ કાયમ માટે આવા ભાવજગતને કારણે જ કદાચ રહેતું હશે. લોકધર્મ સંસ્કૃતિએ સાચવ્યાં છે આવાં અમૂલ્ય ભજનો. એનું મૂલ્ય નવ્ય ઈતિહાસવાદીઓને હોય એમ આપણને સાહિત્યના અભ્યાસીઓને પણ હોવું જોઈએ. ઉ