ગૂઢ સાધનાધારાની લૌકિક અભિવ્યક્તિ દેવારામની ભજનવાણી
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની
દેવારામે અહીં ગણેશપરંપરાના ભજનમાં યોગ-સાધનાધારાનું ગૂઢ જ્ઞાન ભંડાર્યું છે. આ સૃષ્ટિનું સર્જન પાંચ તત્ત્વને કારણે છે. સુરતા જો શૂન્યના સર્વોચ્ચ મુકામે પહોંચે તો તું પૂર્ણસ્વરૂપને પામ્યો ગણાઈ શકે. સમાજને જ્ઞાનમાર્ગ-યોગમાર્ગ સૂચવતા દેવારામ આ કારણે અનોખા લાગે છે
દેવારામ જેવા કંઈકેટલાય સંતો છે કે જેમના જીવન વિષ્ાયે કંઈ જ વિગતો પાપ્ત થતી ન હોય. એમની સમગ્ર ગુરુપરંપરાનો પણ ખ્યાલ નથી આવતો તથા એમના પંથસંપદાયનું પણ કશું તારણ એમની ભજનરચનામાંથી પાપ્ત થતું નથી. એમના ભજનમાંથી એમના ગુરુનું નામ રામ' હોવાનું જાણી શકાય છે. પૂર્ણરૂપ સ્વામીરૂપ રામગુરુની કૃપાથી દેવારામની કર્મરૂપી કડી તૂટી ગઈ અને એથી ભવાટવિમાં અટવાવાનું ન બન્યું.
રામગુરુ’ નામછાપથી પાપ્ત દેવારામની એક ગણપતિવિષ્ાયક રચના તો ભજનપરંપરામાં ખૂબ જ પખ્યાત છે.
ભજનવાણીમાં ગણપતિનાં ભજનોની એક ભવ્ય પરંપરા છે. આ પરંપરામાં ગણપતિવિષ્ાયક જે ભજનો મળે છે એ ત્રણ પકારનાં જણાયાં છે. ઊલટનાં, પાટનાં અને નિર્વાણનાં. ભજનગાનમાં આરંભે ગણપતિનું ભજન પથમ ગવાય. આ ગણપતિનું ભજન જે પકારનો પસંગ હોય એને અનુરૂપ-અનુકૂળ પકારનું જ હોય. એ ભજનને આધારે જ ભજનગાન પસંગ આનંદનો, પાટપૂજાનો છે કે કોઈના નિર્વાણ પાછળનો છે એનો ખ્યાલ આવે. સંતવાણીની પસ્તુતીકરણ પાછળની આવી એક સ્થિર પરંપરા એને એક પકરની પાચીન-શાસ્ત્રીય પરંપરાનું પરિમાણ બક્ષ્ો છે.
દેવારામનું ગણપતિ ભજન આપણી ભજનપરંપરામાં ઘણું જ વિશિષ્ટ લાગે છે. દેવારામ આરંભે ગણપતિનું સ્મરણ-અર્ચન કરે છે. પણ પછીની બીજી કડીથી જ એ યોગ-સાધનાક્રિયાની અનુભૂતિમાં સરી પડે છે. એટલે જાણે કે સાધનાક્રિયાની અનુભૂતિની અભિવ્યક્તિના આરંભે એ ગણપતિગાન કરતા હોય એવું લાગે છે. દેવારામ ગાય છે કે :
આઠ પહોર ને રેન દિવસ, તમે રટણ રટજો ઘડી ઘડી,
રે મનવા જપી લે હરિ હરિ.
સદ્ગુરુ નામ સાહેબને સમરો, ઉન કિરતારે મારી કાયા ઘડી,
ગવરીના નંદ ગણેશને સમરો, તો રિદ્ધિ સિદ્ધિ દિયે કોઠી ભરી.
મનવા જપી લે…(1)
પાંચ તંતરા, બન્યા પીંજરા, સુંદર સુરતા ગગન ચડી,
મૂરતિમે સુરતા, સુરતામે રખલે તો, પૂરણ કાયા તેની ખબર પડી.
મનવા જપી લે…(ર)
જલ બિચ કમલ, કમલ બિચ કલિયાં, વા બિચ હવા ભરી,
ઊલટા નીર શિખર ચડિયા ત્યારે, અમરલોકની ચાવી.
મનવા જપી લે…(3)
ઈંગલા પિંગલા, સેવા સાધના, સુખમણા નાડી તારે રોજ ખડી,
ઝલમલ ઝલમલ જયોત જલત હૈ અમરલોક મેં ખબર પડે.
મનવા જપી લે…(4)
રામગુરુ સ્વામી પૂરણ મળિયા, અમને દીધેલ અમરછડી,
સદ્ગુરુ ચરણે બોલ્યા દેવારામ, તૂટ ગઈ સંતો એની કર્મકડી.
મનવા જપી લે…(પ)
અહીં ભજનમાં હરિસ્મરણની વાત અને પછી આ કાયાના ઘડવૈયા એવા પરમતત્ત્વનું સ્મરણ તથા ત્યાર પછી રિદ્ધિ સિદ્ધિ અર્પનારા ગૌરીનંદન ગણેશની વિગત નિરૂપાઈ છે.
દેવારામે અહીં ગણેશપરંપરાના ભજનમાં યોગ-સાધનાધારાનું ગૂઢ જ્ઞાન ભંડાર્યું છે. આ સૃષ્ટિનું સર્જન પાંચ તત્ત્વને કારણે છે. સુરતા જો શૂન્યના સર્વોચ્ચ મુકામે પહોંચે તો તું પૂર્ણસ્વરૂપને પામ્યો ગણાઈ શકે. સમાજને જ્ઞાનમાર્ગ-યોગમાર્ગ સૂચવતા દેવારામ આ કારણે અનોખા લાગે છે. દેવારામ નૂરત-સૂરતની સાધનાનો પણ અહીં ભજનમાં સમાવેશ કરે છે. સાધનાક્રિયા જયારે નીર ઊલટા ચઢાણ ચઢે ત્યારે અમરલોકની અનુભૂતિ થાય એવું પણ અહીં દેવારામ કહેતા જણાય છે. આવી સાધનાના પરિણામ સ્વરૂપે ઈંગલા-પિંગલા અને સુખમણા નાડી સેવામાં ખડી રહે છે અર્થાત્ આપણે ઈચ્છીએ એ પમાણે નાડીનો વ્યવહાર થાય છે. નાડીના સ્વામિત્વભાવ સુધી પહોંચવાની અને પહોંચ્યા પછીના પરમાનંદની ભાવસૃષ્ટિને આલેખતંં આ ભજન ગુરુપરંપરામાં અને ગણેશપરંપરામાં આવાં બધાં કારણે અનોખું અને આગવું લાગે છે કારણકે મૂલાધારચક્રના અધિષ્ઠાતા ગણેશ છે એવું મનાય છે. માટે પથમ ગણેશવંદના.
અહીં દેવારામે ભજનમાં સુંદર સુરતા ગગને ચડી કહીને પછી પણ સતત સુરતાનું આલેખન ર્ક્યું છે એટલે કે, સુરતા મૂળ સુરરિતમાંથી થયેલ છે. સુરતિ એટલે તલ્લીન. પરમતત્ત્વની પાપ્તિ માટે કે પૂર્ણની અનુભૂતિ માટે મહત્ત્વ તલ્લીનતાનું છે. પરમાત્મામાં જ મનને પરોવી દેવાથી જ પછી તલ્લીનતાભાવ કેળવાય. દેવારામે અહીં ત્રણ નાડીના મિલનનો પણ મહિમા ગાયો છે. ઈંડા, પિંગલા અને સુષ્ુામણા નાડીનું જ્યાં મિલન થાય છે એ ભૂમધ્યસ્થાને ધ્યાન કેન્દ્રિત થાય એને યોગની પરિભાષ્ાામાં ત્રિકૂટિ કહેવામાં આવે છે. પરમાનંદની અનુભૂતિને પામવાની પક્રિયાને ગણેશભજનમાં વણી લઈને સરળતાથી સ્વાનુભૂતિના પદેશને અહીં વર્ણવ્યો છે. સાદીસીધી લાગતી લોક્સંતવાણી ગાનભાવને પોતાનામાં ભારે અસરકારક રીતે વણી લેતી હોય છે તેનો સુંદર પરિચય અત્રેથી મળે છે. આવા બધા મર્મનો મૂળ સાથે મહિમા વર્ણવતી સોરઠી સંતવાણી વેદ-ઉપનિષ્ાદમાં કથિત ગહનભાવને અને યોગસાધનાની ગૂઢ અનુસંધાન ભવ્ય પરંપરાનું ભાન કરાવે છે. લોક્સંતપરંપરાની આવી ભજનવાણી આવાં બધાં કારણે વેદવાણી કે દેવવાણીનાં સ્થાન અને માનને પામે છે. એનો મહિમા વેદથી અદકેરો લાગે છે. સરળતા દ્વારા સૌંદર્ય જન્માવવાની ને પગટાવીને વહાવાની અજીબોગરીબ શક્તિ આ ભજનવાણી ધરાવે છે. ઉ