5251 વર્ષ બાદ આવતીકાલે બનશે ખાસ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
આવતીકાલનો દિવસ એટલે કે 26મી ઓગસ્ટનો દિવસ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે. આ દિવસે જન્માષ્ટમીની સાથે સાથે જ શ્રાવણ મહિનાનો ચોથા સોમવારની સાથે સાથે દુર્લભ યોગ બની રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આશરે 5251 વર્ષ બાદ સૂર્ય રોહિણી નક્ષત્રની સાથે સાથે અનેક બીજા યોગ પણ બની રહ્યા છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના દિવસે પણ આવા જ યોગ બન્યા હતા. આ દિવસે શુક્ર અને બુધની યુતિથી શુક્રાદિત્ય યોગ, શશ રાજયોગ અને વૃષભ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિ થતાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. આ યોગ અમુક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથે મળવાની સાથે સાથે જ તેમના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકો પર આ જન્માષ્ટમીએ શ્રી કૃષ્ણ અને તમામ યોગની વિશેષ કૃપા જોવા મળશે. ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે તેમની સંપત્તિમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી હોઈ દેવું ચૂકવવામાં પણ સફળતા મળી રહી છે. લાઈફ પાર્ટનર સાથે સારો એવો સમય પસાર કરશો. કરિયરમાં પણ સફળતા મળી રહી છે.
સિંહ રાશિના જાતકોને ગુરુ, શુક્ર અને અન્ય ગ્રહોની શુભ દ્રષ્ટિનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. આ રાશિના જાતકો બુદ્ધિમતાના જોરે સફળતા હાંસિલ કરશે. નોકરી શોધી રહેલાં લોકોને સારી નોકરી મળી શકે છે. આ રાશિના જાતકોને ધ્યેય પ્રાપ્તિ થઈ રહી છે. કામના સ્થળે આવી રહેલી અનેક સમસ્યાઓનો ઉકેલ આવી રહ્યો છે. આકસ્મિક ધનલાભ થશે.
કન્યા રાશિના જાતકો માટે ગજકેસરી યોગ લાભદાયી સાબિત થશે. અધ્યાત્મમાં રૂચિ વધશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જશો. દરેક કામમાં સફળતા મળી રહી છે. વિદેશ જવાની તક મળશે. નવું ઘર કે વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થઈ રહી છે. તમારા પ્રયાસોમાં સફળતા મળી રહી છે. કેટલાક પડકારોનો સામનો કરવો પડશે, પણ તમારી બુદ્ધિમતાના જોરે તમે એમાંથી બહાર આવી જશો.