અલખનો ઓટલો : સ્વામીશ્રી અખંડાનંદ પરમહંસજીની વાણી
-ડૉ. નિરંજન રાજ્યગુરુ
રે જીવ તું સમજી લે ને ગમાર,
આ તો હરિ તણો દરબાર…
માતા પિતા ને કુટુંબ કબીલા, જૂઠો છે વહેવાર,
ઈ સ્વારથના સગાં વહાલાં, અંતે તું એકલો જનાર…
રે જીવ તું સમજી લે ને ગમાર,
આ તો હરિ તણો દરબાર…૦
અખંડ આનંદ જો ચાહે તો, મમતા મેલી દે ગમાર,
આવ્યું ઈ તો સરવે જાવાનું, બે ઘડીના મહેમાન…
રે જીવ તું ભૂલતો નહીં ગમાર,
આ તો હરિ તણો દરબાર…૦
ઈ.સ.૧૯૦૪માં ખેડબ્રહ્મા તાલુકાના લાંબડિયા ગામે બ્રાહ્મણ પરિવારમાં સૂરજરામ નાથુજી જોશીને ત્યાં માતા ખેમીબાની કૂખે મણિરામ નામે એક પુત્રરત્નનો જન્મ થયો. એ પરિવારનું મૂળ વતન તો રાજસ્થાન મેવાડ પ્રદેશના ઉદેપુર જિલ્લાના ગોગુન્દા તાલુકાનું ગામ કલવાણા. બાળક મણિરામ બે વર્ષ્ાના થયા અને પિતાનું અવસાન થયું. માતાએ નાનકડા મણિરામ તથા મોટા કાળુરામનો ઉછેર ર્ક્યો. એ સમયે લાંબડિયા ગામે કેળવણી માટે કોઈ સુવિધા નહોતી એટલે લાંબડિયાથી ૬પ કિલોમિટર દૂર આવેલા કડિયાદરા ગામના વિદ્વાન શાસ્ત્રી ભવાનીશંકરદાદાના ગુરુકૂળમાં કર્મકાંડ, જ્યોતિષ્ા તથા ધર્મશાસ્ત્રોના અભ્યાસ માટે બાળક મણિરામને મૂક્વામાં આવ્યા. ગુરુકૂળમાં રહીને તમામ શાસ્ત્રગ્રંથોના અભ્યાસ સાથે સાબરમતી નદીના કાંઠે આવેલા શારણેશ્ર્વર-વીરેશ્ર્વરના પ્રાચીન સ્થાનકે એકાન્તમાં આત્મસાધના કરનારા મણિરામે અભ્યાસ પૂર્ણ ર્ક્યા બાદ પોતાના મૂળ વતન રાજસ્થાનના કલવાણા ગામે શિક્ષ્ાક તરીકેનું જીવન કાર્ય સ્વીકાર્યું.
બે વરસ પછી માતાના અત્યાગ્રહે ફરી લાંબડિયા આવ્યા અને ઉદેપુર જિલ્લાના માથાસોલા ગામના ધનલાલ જોશીનાં સુપુત્રી કંચનબહેન સાથે વિવાહ સંબંધથી જોડાયા. પૂર્વયોગે એમને ત્યાં શંકરલાલ, શારદાબેન અને તારાબેન નામે ત્રણ સંતાનો થયાં. જીવનના અઠ્યાવીસમાં વર્ષ્ો મણિરામે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી લીધું. નાનકડી હાટડી માંડી શિક્ષ્ાણ અને સત્સંગ, ભજન દ્વારા સમાજસેવાની -વ્યસનમુક્તિ, બાળલગ્નનિષ્ોધ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભૂવા-ભારાડી,બલિદાન, મદ્યપાન, વળગાડ,જીવહિંસા જેવા કુરિવાજો અંગે સમાજને જાગૃત કરવાની પ્રવૃત્તિઓ કરતા. ગામ બહાર રામવાડીમાં પોતાની સાધના કરતા.
આ વખતે હડાદ તથા મંડાલી ગામના અનેક જિજ્ઞાસુઓ એમના સત્સંગ માટે અવારનવાર લાંબડિયા આવતા. મણિરામ મહારાજ પણ ઘણીવાર મંડાલી અને હડાદ સત્સંગીઓને મળવા આવતા અને આ વિસ્તારમાંથી અંધશ્રદ્ધા તથા વહેમ મટાડવાનો પરિશ્રમ કરતા રહેતા. એવામાં અંબાજીના પરમ ભક્ત એવા દાંતાનરેશ ભવાનીસિંહજીને ત્યાં એક કપિલગિરિજી નામે યોગી સન્યાસી આવ્યા, એમણે સાત દિવસ સુધી જમીનમાં સમાધિ લઈ પોતાની સાધના દર્શાવેલી એમની સાથે મેળાપ થયો. યોગી પ્રભાવિત થયા, જ્ઞાનચર્ચા કરતાં યોગીને થયું કે મારી પાસે જે સાધનાની સિદ્ધિ છે એના કરતાં યે ચડિયાતી સિદ્ધિ તો આ ગૃહસ્થ બ્રાહ્મણ પાસે છે.
એટલે યોગી લાંબડિયા રામવાડીમાં પણ થોડો સમય રોકાયા, એ પછી બંને ઉત્તરાખંડની યાત્રાએ નીકળ્યા. દિલ્હીમાં યમુનાકિનારે સન્યાસી યોગીએ ગૃહસ્થ યોગી મણિરામજી પાસે અધ્યાત્મદીક્ષ્ાા લઈ સન્યસ્તવેશનો ત્યાગ ર્ક્યો. ત્યાર બાદ મણિરામજી લાંબડિયા પાછા આવ્યા, અનેક ચમત્કારમય ઘટનાઓ એમના જીવનમાં બનતી રહી. આયુષ્યના બેતાલીશમાં વર્ષ્ો ગૃહત્યાગ કરી માણેકનાથના ડુંગરે ગુફામાં બેસી તપશ્ર્ચર્યા આદરી, ત્યાંથી પુષ્કરરાજમાં બિરાજતા મહામંડલેશ્ર્વર વિભૂતિપૂરિજી મહારાજ પાસે સન્યસ્તદીક્ષ્ાા લઈ લઈને હિમાલયમાં મૌન તપશ્ર્ચર્યા શરૂ કરી. થોડા સમય બાદ પોતાના પરિચિત મુમુક્ષ્ાુઓ હઠાગ્રહ કરીને કડીનગરમાં લઈ આવ્યા. થોડો સમય કડીમાં ગાળી ભૂંડિયા, પુષ્કરરાજ, હરિદ્વાર, કાશી એમ વિચરણ કરતા રહ્યા. કાશીના કુંભમેળામાં સંતસમાજ તરફથી એમને શ્રીમંત પરમહંસ પરિવ્રાજકાચાર્ય બ્રહ્મશ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સ્વામીશ્રી ૧૦૮ અખંડઆનંદ પરમહંસની પદવી પ્રાપ્ત થઈ. ભૂંડિયા ગામનું નામ એમણે ‘ધરમપુર’ આપ્યું. ત્યાંથી રાંધેજા, નિકોલ થઈને નારદીપુર આવ્યા, વિ.સં. ર૦૧૪ વૈશાખ સુદ પાંચમના રોજ નારદીપુરમાં જ્ઞાનાશ્રમનું ઉદ્ઘાટન થયું અને કૃપાલેશ્ર્વર મહાદેવની સ્થાપના થઈ.
પોતે જ્યોતિષ્ાવિદ્યાના પ્રખર જાણકાર હોઈ આ આશ્રમને ભવિષ્યમાં કોણ સંભાળશે એનો સંકેત મળતાં એ વખતે રાંધેજા ગામના પટેલ જેઠાભાઈનાં નાનકડાં દીકરી ચંપાબહેનમાં પૂર્વજન્મના યોગસંસ્કારો જોઈ અધ્યાત્મસાધના દીક્ષ્ાા આપી ‘ચેતનદેવ’ એવું નામ આપ્યું. ત્યારબાદ પોતે વિચરણ કરતાં કરતાં કોઈ એક જ વ્યક્તિ માલિક ન હોય પણ સમસ્ત સમાજ જેની દેખભાળ કરે એવા સન્યાસ-જ્ઞાનાશ્રમ-સત્સંગધામોની સ્થાપના કલવાણા, જરગાજી,મંડાલી,હડાદ અને અંબાજી ખાતે પણ કરી. અને સમાજમાં સેવા, સ્વાધ્યાય, સમર્પણ, શિક્ષ્ાણ અને સાધનાના સંસ્કારોનો ફેલાવો કરતા રહ્યા.ઈ.સ. ૧૯૯૮માં વિ.સં. ર૦પ૪ના ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જયંતીના પાવન દિવસે આત્મસાધના અને સમાજસેવાના ઉદ્ગાતા, ભક્તિ, જ્ઞાન અને યોગનો ત્રિવેણી સંગમ એવા સ્વામી શ્રી અખંડાનંદજી પરમહંસ ૯૪ વર્ષ્ાની વયે મહાનિર્વાણ પામ્યા.
ગુજરાત તથા રાજસ્થાનમાં જેમના હજારો શિષ્યો-અનુયાયીઓ છે અને હડાદ ઉપરાંત નારદીપુર, મંડાલી, કલવાણા, જરગાજી તથા અંબાજી ખાતે જેમના સન્યાસ જ્ઞાનાશ્રમો સ્થપાયેલાં છે અને ૮૪ વર્ષ્ાની વયે ઈ.સ. ૧૯૯૮માં જેમનો દેહવિલય થયો એવા સ્વામીશ્રી ૧૦૮ અખંડાનંદ પરમહંસજીની અધ્યાત્મરચનાઓ તથા જીવનપરિચય અંગે(૧) ‘અખંડ આનંદ સાગર’ ભાગ-૧,ર. (પ્રવચનો) (ર) ‘અખંડ આનંદ ભજનાવલિ’ (૧પપ જેટલી ભજન રચનાઓ) (૩) ‘અલખનાં અજવાળાં’ – વીરચંદ પંચાલ, શિવશંકર જોશી. ફેબ્રુ. ર૦૦પ. જેવાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે.