ધર્મતેજ

જોડિયાના ધરમશી ભગત -ધરમલાલબાપા

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

(2)
ધરમશી ભગતના ત્રણ મુખ્ય શિષ્યો થયા.
(1) કુરજીભગત-બાલંભા ગામે જગ્યા. કુરજી ભગત-જીવાભગત-ભીમદાસભગત-કરસનભગત-ગોવિંદભગત (બાલંભાની જગ્યા સંભાળે છે. (ર) બેડ ગામે મૂળાભગત. (અવ. વિ.સં.1931 શ્રાવણ સુદ 7) રામા-મેરામણ-રત્નાભગત પછી હાલ રાજાભગત મહંત.(3) મનજીભગત-બંગાવડી ગામે. (વિ.સં.1997માં નેવું વરસની વયે વિદાય.) – ગણેશભગત-મોતીભગત.

આકાશવાણી રાજકોટમાં `રામસાગરના રણકારે’ શ્રેણી માટે સૌ.યુનિ.ના ચારણીસાહિત્યના વિદ્વાન હસ્તપત નિરીક્ષ્ાક શ્રી રતુદાન રોહડિયાએ હસ્તપતોમાંથી મળતી નામાચરણ વિનાની
કીર્તન રાગ-ઢાળની અગિયારેક જેટલી પદ રચનાઓમાંથી પાંચ રચનાઓ ધરમશી ભગત દ્વારા રચાયેલી છે એમ કહીને મને એક છૂટા પાનાં પર લખી આપેલી.

જોકે આ રચનાઓમાં બે-ત્રણ રચનાઓમાં `જુગલ’ શબ્દ મળે છે, મને શંકા છે કે કોઈ જુગલ નામના કવિએ ધરમશી ભગતના નામાચરણ સાથે આ પદ રચનાઓ જોડી પણ આપી હોય. અથવા શ્રી રતુદાન રોહડિયા દ્વારા ધરમશી ભગતની રચનાઓ તરીકે નામાચરણ જોડવામાં આવ્યાં હોય. અને પછી કોઈ અન્ય પુસ્તકમાં કે કોઈ રવિભાણ સંપદાયના સંતકવિ વિષ્ાયક કોઈ સંશોધકના મહાનિબંધમાં નોંધવામાં પણ આવી હોય. અન્ય કોઈ હસ્તપતમાં કે જૂનાં ભજન સંપાદનોમાંથી ધરમશી ભગત રચિત ભજનો મને પાપ્ત થયાં નથી.

ઔર ગ્યાન કછુ મેં નહીં જાનત, સુંદર વર મન ભાયો રે,
સદા હરિ મેરે રૂદે બિરાજો, મો’લ હમારે આયો રે..
નિરખું પળ પળ પેમે પિયુ વર, પૂરણ પીતે ગુણ ગાયો રે,
તમ વિણ મારી સેજ સૂની હે, મોહ બંધસે બંધાયો રે..
વાર વાર પરમ પદ નિરખું, કાયા કુરબાન કહાયો રે,
પલક નિવાજત તુમ પિયુ પ્યારે, લાલન રૂદે લગાવો રે..
મિલ્યા હમેં મનગમતા માલિક, હરખ નિરખ ગુન ગાયો રે,
દાસ ધરમશી મોરાર ચરણે, નુરત સૂરતે નિરખાયો રે..ં 0000

ધન ઘડી ધન ઘડી ભાગ માન તૂજ તણો, પરોક્ષ્ાથી દરશન પતક્ષ્ા પામા,
અનેક જનમનાં પાપ પૂરણ હતાં, પરમજી મળતાં તારાં પળમાં વામાં..
ખેડ કરજે ખરી, સમરજે શ્રી હરિ, આ અવસર નહીં આવે ફરી,
ચૂક પડે ત્યારે સુવાન તું ને શું કહું, ધિક ધિક મન જિંદગી તારી..
નામ ભગત થયો, લક્ષ્ા એક નવ લહે, મન નિત મૂઢ મતિ ફરી,
નિત દરશણ તારે દેવનાં દલ ભીતર, મનોમન વાત કહું ખરી..
ઘડી એક વીરમશો તો ખોટ અપાર જશે, સાચું નાણું તું જોઈશ હરિ,
પલપલ પરમને સંભાર તું સુવાનડા, આ અવસરમાં પલ પ્યારી..
તું દુરબળ દુ:ખ ઘણું દેખીને, તારી લેશે તું ને બાંહ ઝાલી,
સંસારનાં સુખો તો સપનાં તૂલ છે, સરવેજી કરો ભગતી વા’લી..
ર અંતર જડી તૂંહી નિશદિન કરી રહી, રંક થઈ ચરણ રજમાં,
સેવા પૂરણ કરે રૂદે નવ વિસરે, પરમ પૂરણના સદા રે’જે પદમાં..
જુગલ જોડને ચરણે જે નમો, રામ ખપરમ મુખ નામ લેવું,
દાસ તમારો ધરમશી એમ કહે, જુગલ જોડને ચરણે રે’વું..
00000

મેં તો દાસી તમારી રે હો રસિયા, મેં દાસી તમારી રે..
બાંહ ગ્રહ્યાની લાજ પિયુજી, મેં દાસી તમારી રે..
પાણ પ્યારા મારા પિયુને રાખું, નિશદિન નેનાં ઠારી રે,
હરદે હિંચોળું હેત ધરીને, સુરતિ ભલી સુખકારી રે..
જુગલ જોડ તો પિયુ હમારા, ચરણ કમલ બલિહારી રે,
તન મન ધન મારા સાંયાજીને ચરણે, સુંદર છબી પર વારી રે..
કુરુપ કુબુદ્ધિ કુટુંબ લજામણી, તો યે દાસી તમારી રે,
તુજ વિના મું ને કોણ ઓધારે, દાસ ધરમશી
વારી રે..
00000
હું તો કાંઈ નવ માગું મારા નાથ,મારે રામજીને રટવા રે,
મારા ગુરુજીનો પૂરણ પરતાપ, એને રાખું મારા ઘટમાં રે,
મેં તો ગરીબ થઈને ગાંઠ, નક્કી નીંગઠ
બાંધી રે,
હું તો સેવા માગું મારા નાથ ખરી દ્રષ્ટિ
સાંધી રે..
મે તો શ્રીપતિ જાણીને મહારાજ, સંતુનો ઓળો લીધો રે,
મું ને દુરબળ જાણીને મારા નાથ, ગુરુ શરણુંમાં લીધો રે..
હું તો બુદ્ધિહિણો છઉં બાપ છઉં તો યે દાસ તમારો રે,
જુગલ ચરણે આવ્યો જુગદીશ, હવે પાર ઉતારો રે..
હું તો કરવા માગું છું રે સેવ, કારજ થાએ અમારો રે,
સરવે સંતુંને પરતાપ, ગુરુ સંસાર સાગર તારો રે..
વ્હાલા સદગુએ કીધેલી મ્હેર, એના શબ્દથી વીંધાણો રે,
મોરાર ચરણુંમાં ધરમશી ગાય, અવગુણ મન નવ આણો રે..
(સંદર્ભ -(1) સત્ય સર્જે ચમત્કાર' પુસ્તક લે. ડો. હંસા મોહનલાલ આહ્યા. (ર)સેવા ધરમના અમરધામ’ જયમલ્લ પરમાર, રાજુલ દવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker