ધર્મતેજ

નિ૨ાંત સંપ્રદાયના ભક્તોની વાણી

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

ત્રિવેણી ટંકશાળ બંદા ત્રિવેણી ટંકશાળ જી,
ત્રિવેણીના ઘાટ ઉપ૨, મિટ્યા બ્રહ્મ જ નામ઼.
બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦
તિમિ૨ ટળ્યા ને ભાણ ગિયો, એવો અગમ ઈ ઘાટ જી
કોટિ ભાણની ઉપ૨ે, જોવો ઈ ચળકાટ..
બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦
ઘાટે આવે ઈ અમ્મ૨ થાવે, જનમ મ૨ણ ફેરા જાય જી
વેદ પુ૨ાણી શાખ આપે, ગીતા હ૨દમ ગાય.. બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦
અનંત કોટિ અમ૨ થિયાં, સદ્ગુરુ કે૨ી સહાય જી,
અસત બોલું તો પોતે લાજું, ગુરુ કેરી દુહાઈ..
બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦
આ શીખામણ સત કહું છું, સાંભળજો એક કાન જી
કાળુ કેવળ નામ નક્કી, ગુરુ પુરૂષ્ાોત્તમની સાન…
બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦
ગયા લેખમાં આપણે પુરૂષ્ાોત્તમ મહા૨ાજના શિષ્ય કાળ૨ામની વાણી જોયેલી. ‘જીવન મુક્ત પ્રકાશ’ પુસ્તકમાં મગનરામ દોલા૨ામ દ્વારા અઢા૨ેક જેટલા નિરાંત સંપ્રદાયના ભક્તોની પદ્ય રચનાઓનું સંકલન કરવામાં આવ્યું છે. પ્રકાશક છે મગનરામના શિષ્ય વાલજીરામ ઉગારામ ડાંગ૨, પડધ૨ી (જિ.૨ાજકોટ) આ પુસ્તકમાં ઝલોત૨ા ગામના, જિ.બનાસકાંઠા,- પછી અંબાજીમાં ૨હેતા મગનરામ મહારાજની ૧૪૮ જેટલી પદ્ય ૨ચનાઓ હિન્દી-ગુજ૨ાતી મિશ્રમાં જેમાં -ધોળ, કીર્તન, ચા૨ પંદ૨ તિથિ, ગ૨બી, સાતવા૨, ગ૨બો, બારમાસી-૨, કાફી, પ્રભાતી, કુંડળિયા છંદ, ચેતામણી-૨, રેખતા-૩૦, સવૈયા ૬, ચોપાઈમાં સદ્ગુરુ મહિમા ૯૮ ચોપાઈ, ૬ સાખીનું સંકલન ક૨વામાં આવ્યું છે. એ સિવાય કાળુરામના શિષ્ય દજા૨ામ અધા૨ામજી મહા૨ાજ (અમરાપ૨-વાગડના. સેવાલિયા ગામે રહેતા) દ્વારા રચિત ગુરુમહિમાના પાંચ પદો, મગન૨ામનાં પત્ની ખેમીબાઈની થાળી, મગનરામ શિષ્ય સોમદાસ (ખે૨ાળુના વતની) ૧ પદ, ૩ કુંડળિયા, ચુનીલાલ ૨ચિત પદ-૧, કાળુ૨ામ શિષ્ય ભીમદાસ (થુંવ૨-ગુજ૨ાતના) રચિત ૩ પદ, ૩ કુંડળિયા, કાળુરામ શિષ્ય મોહનદાસ (અંધાિ૨યા ગામના) ૨ પદો, છગનદાસ મહા૨ાજ સિદ્ઘપુ૨ના.. ૯ પદ અને ૧ આ૨તી, પુરૂષ્ાોત્તમ મહા૨ાજના શિષ્ય લાલજીરામ (ઘેલુદ ગામના) ૨ પદો. કાળુ૨ામ શિષ્ય વાઘજી૨ામ ૨ પદ,૨ કુંડળિયા ઉપરાંત –
પુરૂષ્ાોત્તમ મહા૨ાજ શિષ્ય આનંદી મહારાજ (૨સુલપ૨ના) ૧૧ પદો. પુરૂષ્ાોત્તમ શિષ્ય છગનદાસ (ગાંભુ તા ચાણસ્મા) ૩ પદ, તિથિ-૧. પુરૂષ્ાોત્તમ શિષ્ય અમૃતલાલ (ગાંભુ) ૧ તિથિ પદ-૨. પુરૂષ્ાોત્તમ શિષ્ય ગંગારામ વી૨દાસ (દેણપ-તા. વિસનગ૨) પદ-૭ કુંડળિયો-૧. ગંગારામ શિષ્ય ધૂળા૨ામ પદ-૪. પુરૂષ્ાોત્તમ શિષ્ય મણી૨ામ મહા૨ાજ (પાટણ) પદ-૨. પુરૂષ્ાોત્તમ શિષ્ય ગોદડદાસજી પદ- ૧
આજ મા૨ા વાલાનો ડંકો વાગે ૨ે બધા દેશમાં..
હાં ૨ે એને અંત૨માં ધ૨ીયેલ વેશ, હાં ૨ે એનો ઘટોઘટ છે પ્રકાશ..
આજ મા૨ા વાલાનો ડંકો વાગે ૨ે બધા દેશમાં ૨ે…૦
આજ મા૨ા વાલાનો સત્યલોક સોહામણો, હાં ૨ે ત્યાં સંત મ૨જીવા જાય,
હાં ૨ે મા૨ા વાલાનો નિ૨ાંત દેશ ૨ળિયામણો , જિયાં મેઘ વ૨સે ૨ે હંમેશ..
આજ મા૨ા વાલાની વાડીએ અમ૨ફળ ઉત૨ે, ખાતાં જનમ મ૨ણ ટળી જાય,
હાં ૨ે મા૨ા વાલાને ભ૨તખંડ જંબુ દ્વિપમાં,
એવા ધ૨મી દેશ ધાન ધા૨..
આજ મા૨ા વાલાનો ડંકો વાગે ૨ે બધા દેશમાં ૨ે…૦
આજ મા૨ા વાલાનો માલોસણે મુકામ છે, એના સંત મળીને ગુણ ગાય,
હાં ૨ે વાલો પા૨સ પુરૂષ્ાોત્તમ પિ૨બ્રહ્મ છે,એના દાસ ગોદડ ગુણ ગાય..
આજ મા૨ા વાલાનો ડંકો વાગે ૨ે બધા દેશમાં ૨ે…૦
ગોદડદાસ શિષ્ય સોમદાસ મહા૨ાજ- પદ-૨. અને જયદેવબાપુ સોંદરવા વિજાપુ૨ (સો૨ઠ) મૂળ ગામ પીપ૨ડી કૃત ૯૨ જેટલી પદ્ય ૨ચનાઓ અને વાલજી૨ામ કૃત જયદેવ ચિ૨ત્ર (પૃ.૨૪૭) બી.વી.સોલંકી દ્વારા લખાયેલ ટૂંકા પિ૨ચય સાથે આ પુસ્તકમાં સંકલિત થયાં છે. રાજકોટથી ૧૮માઈલ પીપ૨ડી ગામે જન્મ઼ પિતા બીજલ નાગજી સોંદ૨વા. માતા જેઠીબાઈ. ગ૨માતંગ પિ૨વા૨. બારમતી પંથના ઉપાસક઼ પાલણપીરના ઉપાસક઼ રાજકોટની કાપડ મિલમાં નોક૨ી ક૨ી, પછી મામાને ગામ વિજાપુ૨માં વસવાટ ર્ક્યો. પ્રથમ પ્રભાતનાથ પાસે દીક્ષ્ાા. પછી બાંદરાના ઉગારામ પાસે ગુરુબોધ, પછી ચણોલના વાલજી૨ામનો ભેટો થયો. એમના ગુરુ મગન૨ામ પાસેથી બોધ લઈને પછી નિ૨ાંતના આચાર્ય થયેલા… જયદેવમહારાજના શિષ્ય પમાભાઈ દેવાભાઈ પરમા૨ (૨ાયડી તા. ધો૨ાજી, જૂનાગઢના ડુંગરપુ૨ની પત્થ૨ ખાણમાં ૨હેતા.) રચિત પદ-૬, સુકાલીનદાસ કસ્તુરરામ (કોદરામ તા.વડગામ) પદ-૪ છંદ -૨ આ પુસ્તકમાં પ્રકાશિત થયેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button