ધર્મતેજ

શીલ બરછી સત હથિયા2… તમે માયલાસે જુદ્ધ કરો હો જી…

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

(સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-3.)
મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દરસન કા,
ખમિયા ખડગ મૈં હાથ લઈ ખેલું, જીત તણા અબ દઉં ડંકા…
-મેં મસ્તાના મસ્તી ખેલું….0
રા આંગણમેં વાંસ રોપાવું, ધીરપ ઢોલ બજાવુંગા,
નૂરત સૂરતકા નટવા ખેલે, અભય મોજ લઈ આવુંગા…
-મેં મસ્તાના મસ્તી ખેલું ….0
પ્રીત પરવાના પટા પ્રેમકા, સંત ચરણ રજ મેં રંકા,
કાળ ક્રોધ દુશ્મન કું ડરાવું, સત નામકા દઉં શંખા…
-મેં મસ્તાના મસ્તી ખેલું….0
ચરણ તણી ઓહટ લઈ ચાલું, હુકમ ગુરુ કા હલાઉંગા,
રામ નામકા અમલ પીલાઉં, રસના નામ રટાવુંગા…
-મેં મસ્તાના મસ્તી ખેલું ….0
બેઠા મોજ લિઉ બંદગીસે, કોટ વસાવું ગુરુ વંકા,
દાસી જીવણ સત ભીમના શરણે મેં સિપાહી હું મેરમકા…
-મેં મસ્તાના મસ્તી ખેલું….0 (દાસી જીવણ)
000
મેં સિપાઈ સદગુ2ુ સાહેબ કા લડું ટોપ બખ્ત2 પહે2ી…
શીલ સંતોષકા બખ્ત2 પહેરું, લઉં શમશેર સતગુરુ કેરી,
સાત સાહેર કા ઘૂંટ ભરાઉં માં કાળ ક્રોધ દુશ્મન વેરી…
– મેં સિપાઈ સદગુરુ સાહેબ કા લડું ટોપ બખ્તર પહેરી…0
સિંહ ને બકરી ભેળાં ચરાવું રાજા રંક કી એક શેરી
પાંચ પચીસ કોઈ જાન ન પાવે, બ્રહ્મ મહેલ મેં જાઉં હે2ી…
-મેં સિપાઈ સદગુરુ સાહેબ કા લડું ટોપ બખ્તર પહેરી…0
સત સબદકી લગન ખુમારી સુન શિખર સુરતા મેરી
પરી બ્રહ્મ કે પરચે ખેલું કરું ટેલ સત સબૂરી…
-મેં સિપાઈ સદગુરુ સાહેબ કા લડું ટોપ બખ્તર પહેરી…0
આદુ રાજ ને આદુ દુવાઈ મોરછાપ હોઈ પાદશાહ કેરી
કહે રવીરામ ભાણગુરુ કે આગે માંગું મોજ ચાકરી તેરી….
-મેં સિપાઈ સદગુરુ સાહેબ કા લડું ટોપ બખ્તર પહેરી…0
(રવિસાહેબ)
સાંઈવલી: મુસ્લિમ જ્ઞાતિના ભજનિક સંત-કવિ. ગુજરાતમાં પસરેલી દીન દરવેશ શાખાના મુસ્લિમ કવિ. સંભવત: ઈ.સ.18પ0માં હયાત. કચ્છના સૂફીકવિ ભાકરશાહ સાથેની તેની ચમત્કાર કથાઓ પચલિત છે.
એવી પેમકટારી લાગી, લાગી રે… અંતર જોયું ઉઘાડી;
એવી ઝળહળ જ્યોતું જાગી, જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…
એવી પેમ કટારી લાગી…
શબદ કટારી કોઈ શૂરી ન2 ઝીલે, નહીં કાયરનાં કામ,
શૂરા હોય ઈ સનમુખ લડે, ભલકે પાડી દયે નિશાન;
એવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…
એવી પેમ કટારી લાગી… (સાંઈવલી)
000
કલેજા કટારી રે વ્રેહની કટારી રે,
હે માડી મુંને માવે, લઈને મારી રે મારી…
વાંભુ ભરી મુજને મારી, વાલે મારે બહુ બળકારી,
એણે હાથુંથી હુલાવી રે… માડી મુંને માવે લઈને મારી….0
000
પ્રેમ કટારી આરંપાર, નીક્સી મેરે નાથકી,
ઓર કી હોય તો ઓખદ કીજે, હે હરિ કે હાથકી…
-પ્રેમ કટારી આરંપાર…0 000
હરભજ હરભજ હીરી પારખલે…
હર ભજ હર ભજ હીરી પરખ લે, સમજ પકડ નર મજબૂતી,
ઓઈ શબદ હરદા મેં રખ લે, ઔ2 વારતા સબ જૂઠી.
અમર ઘટા સે સદ્ગુરુ આયા, અમૃત બુંદા અંગ ઊઠી,
ત્રિવેણી કા રંગ મહોલ મેં, લે લાગી, તેરી હદ લૂંટી.
સત શબદ કી સેર બનાઈ લે, ઢાલ પકડ લે ધીરપ કી,
કામ ક્રોધ કું માર હટા લે, જદ જાણું તારી રજપૂતી.
પાંચું ચોર બસે કાયા મેં, ઉન કી પકડ લે શિર ચોટી,
પાંચ ને માર પચીસ ને બસ કર, જદ જાણું તા2ી બુદ્ધ મોટી.
રણઝણ રણઝણ બાજાં બાજે, ઝલમલ ઝલમલ હૈ જ્યોતિ,
અહંકારના સોહંકારમાં, હંસા ચુગ રહા નિજ મોતી.
પકી ઘડી કા તોલ બનાઈ લે, ખોટ ન આવે એક રતિ,
મચ્છે પ્રતાપે ગોરખ બોલ્યા, અલખ લખે સો ખરા જતિ. (ગોરખનાથજી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button