ધર્મતેજ

કૃષ્ણદાસજી કૃત `ગુરુસ્તુતિ’-2

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

ભાણ વેશ ભવ ત2નકું,
સકલ ભયે ભવ જહાજ,
વિઘન હ2ન મંગલ ક2ન,
સંત સકલ શિ2તાજ.
શ્રી ભાણ ભજે ભવભય મિટે,
2વિ 2ટતે સુખ પાવે,
ખેમ નેમ શું જપે,
ગંગ સેવે અઘ જાવે,
લક્ષ્ય સહિત હિતકા2ી,
લાલ સુમી2ે સુખ પાવે,
2ામદાસ કૃપા ક2ી,
ત્રિવિધ તાપ તજાવે,
મંગલ રૂપ મો2ા2 કો,
મનન હ2ે ભય આપદા,
શ્યામ જીવણ ત્રિકમ ક2ો,
સુખ સેવકકું સર્વદા.. 7
ખેમ ચ2ન 2જ વંદીકે,
સતગુ પદ ધ2ી આશ,
કૃષ્ણદાસ ક2જોડી કહે,
દીજો નિજ પદ વાસ.
સુન અનહદકી ઠો2,
ભાણ ફોજ નિ2ભે ચડી…
પથમ કુંવ2જી સ2દા2,
ગુ સે ગુ ગમ જડી,
2વિદાસ 2ં 2ં કા2,
નામકી નોબત ગડી,
જીવણદાસ જગજીત,
મનસાકી તોડી કડી,
ખ2ો ખેલ ખીમદાસ,
સુ2ત નિશાને ચડી,
સતનામી શ્યામદાસ,
સુ2ત જઈ બ્રહ્મમાં ભળી,
ઉદાસીન ઓમકા2,
ભજનમાં લાગી જડી.. 8
શંક2દાસ સનમુખ 2હે,
માધવ મંગલ ગાવે,
ચ2ણદાસ નિ2ગુણ,
હ2િદાસ શંખ બજાવે,
દયાળદાસ દિલ માંહી,
કમળકું નાદ સુનાવે,
ગ2ીબદાસ ગુલતાન,
નિત નિત હી કાવડ ફિ2ાવે,
હ2ખ શોક દો હા2કે,
સંત ચ2ણ2જ શિ2 ધ2ી,
ક2જો2ી કહે કૃષ્ણદાસ,
ભાણ ફોજ નિ2ભે ચડી.. 9
(આ 2ચના મૂળ 2વિભાણ-સંપદાયની વાણી' ભાગ-1, પૃ. 36 ઉપ2 ખીમાહેબ શિષ્ય કૃષ્ણદાસના નામે અને પછીયોગવેદાન્ત ભજન ભંડા2’માં ખીમસાહેબની 2ચના ત2ીકે જ સંપાદિત થઈ છે.)
આત્મસાક્ષાત્કા2 એટલે આપણા પોતાનામાં 2હેલી ભગવદ્‌‍ ચેતનાની જાગૃતિ.પોતાના શિષ્યને પત્યક્ષ્ા સંબોધન રૂપે અપાયેલો ઉપદેશ ધ2ાવતી ભજનવાણીને ઉપદેશાત્મક ભજનો કે ઉપદેશવાણી કહેવામાં આવે છે. એમાં કહેવાય છે કે ગુ2ુના જ્ઞાનથી આ ઘટ ભીત2 ખોજ ક2ો. સત્ગુ2ુની સેવાએ અગમભેદ મળશે. બાકી બીજા માર્ગો ખોટા છે. બાહ્ય રૂપ 2ંગમાં 2ાચવું નહીં કા2ણ કે એ પતંગનો 2ંગ છે. તેને ઊડતાં વા2 નહીં લાગે. બહા2 ભટક્વાની જરૂ2 નથી. માત્ર સુ2તાનો દો2 પકડીને ધ્યાન કેન્દ્રિત ક2ીને આદિ-અનાદિથી ચાલ્યો આવતો મહામંત્ર-પ્રણવમંત્ર ૐ ને પકડી લો તો અક્ષ2ાતિત અવિનાશી ઓળખાઈ જશે. જે શબ્દોથી ન કહી શકાય તેવો અનિર્વચનીય, શૂન્યાતીત, નિ2ાધા2 નિ2વાણી સહજ શૂન્યઘ2માં તેનો વાસ છે તે સાહેબો સત્ગુ2ુની સાને સમજાઈ જશે.
આપણી નિયતિમાં જે લખ્યું છે તે અવશ્ય મળે છે તો આપણું ચિત્ત શાને ચિંતા ધ2ે છે ? હિંમત 2ાખીને, બહા2ની માયામાં ભટક્યા વિના જો આતમની ખોજ ક2ી લેવાય તો સચ2ાચ2માં વ્યાપેલા સાહેબની ઓળખાણ થઈ જાય.
હા, ભક્તિનો માર્ગ ખાંડાની ધા2ે ચાલવા જેવો કઠણ છે. 2ણમેદાનમાં શૂ2ા સન્મુખ લડે ત્યા2ે જ તેની ખ2ી ખબ2 પડે. એમ આ માર્ગમાં માહીં પડયા તે મોજું માણે છે. પૂ2ા ન2 હશે તે જ પામી શકે છે.. જેની વૃત્તિઓ હ2િચ2ણમાં લાગી જાય છે તેનાં દ2ેક કાર્યો હ2િ ક2ે છે.
હ2િનો મા2ગ છે શૂ2ાનો, નહીં કાય2નું કામ જો ને,
પ2થમ પહેલું મસ્તક મૂકી,
વ2તી લેવું નામ જો ને.
સુત વિત દા2ા શિશ સમ2પે,
તે પામે 2સ પીવા જો ને,
સિંધુ મધ્યે મોતી લેવા માંઈ,
પડયા મ2જીવા જો ને.
મ2ણ આદ2ે તે ભ2ે મુઠી,
દિલની દુબધા વામે જો ને,
તી2ે ભા જુ વે તમાશા,
તે કોડી નવ પામે જો ને.
પ્રેમ પંથ પાવકની જ્વાળા,
ભાળી પાછા ભાગે જો ને,
માંહી પડયા તે મહાસુખ માણે,
દેખણના2ા દાઝે જો ને.
માથા સાટે મોંધી વસ્તુ,
સાંપડવી નહી સહેલ જો ને ,
મહાપદ પામે તે મ2જીવા,
મૂકી મનનો મે’લ જો ને.
2ામ અમલમાં 2ાતા માતા,
પૂ2ા પ્રેમી પ2ખે જો ને,
પ્રીતમના સ્વામીની લીલા,
તે 2જની દન નિ2ખે જો ને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button