ધર્મતેજ

સંતસાહિત્યમાં સૌંદર્યબોધ

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

સૌંદર્ય એટલે અંતર મનને પ્રસન્ન કરે એવી કોઈપણ બાબત. સુંદરતા. પછી એને જોતાં,સાંભળતાં,સ્પર્શ કરતાં,સ્વાદ લેતાં, નજીક જતાં, મેળવતાં, પોતાની બનાવતાં,જેનું રહસ્ય જાણતાં આપણે આનંદિત થઈએ. એ બાબત પછી કોઈ વ્યક્તિ પણ હોય, કોઈ ચિત્ર પણ હોય, કોઈ સંગીત પણ હોય, કોઈ ને કોઈ સાહિત્યના સ્વરૂપ કે પ્રકારમાં પણ હોય, શિલ્પ,સ્થાપત્ય,નદી,ડુંગર, દરિયો, આકાશ,ઈમારત જેવી સ્થૂલ ભૌતિક ચીજમાં હોય કે પક્ષ્ાીના અવાજ, પુષ્પના રૂપ-રસ-ગંધમાં હોય, ભાષ્ાા- શબ્દ,સૂર, નર્તન, વસ્ત્ર,અલંકાર, સજાવટ- (મેઈકઅપ) અથવા તો અમૂર્ત એવી કોઈપણ ભાવસ્થિતિમાં પણ હોય. રસરાજ ભગવાન શ્રીકૃષ્ણને આપણે ત્યાં સૌંદર્યમૂર્તિ એટલે જ માનવામાં આવે છે. જેના સર્વાંગ મધુર છે.

સંતસાહિત્યમાં સૌંદર્યબોધ  આપણે કઈ રીતે પામી શકીએ ?  સંત-ભક્ત કે અધ્યાત્મ માર્ગનો પ્રવાસી કવિ કલાકાર નથી જ. એમણે  સાહિત્યકલાનો પ્રયોગ પોતાને કવિ કે સર્જક તરીકે પ્રસ્થાપિત કરવા માટે નથી ર્ક્યો,  હા, એમની પરંપરામાં થયેલા નાદ કે બુંદશિષ્યોએ પોતાના ગુરુ-માર્ગદર્શકના દર્શનને સાહિત્યનું સ્વરૂપ આપીને ચિરંજીવ કે લોકપ્રિય બનાવવાના પ્રયાસો જરૂર ર્ક્યો છે, એમને પોતાને પોતાના મૂળ પુરુષ્ો જે અધ્યાત્મસાધનાની અનુભૂતિ પ્રાપ્ત કરેલી તેવી  જ અનુભૂતિ થઈ હશે એમ આપણે કહી શક્તા નથી. છતાં  એની પાસે સર્જનનો ‘ક્સબ’ તો પરંપરાના સાતત્ય અને ગાનને કારણે આવી ગયો હોય છે. કદાચ એ મૂળ પુરુષ્ાને નહીં પણ એમની પરંપરાને શબ્દ કે સૂર દ્વારા જીવંત-પ્રવાહિત રાખનારા કવિઓને આપણે કલાકાર પણ કહી શકીએ.

સંતસાહિત્યમાં સૌંદર્યબોધ ક્યા ક્યા અંગોથી આપણને થાય છે ? સૌ પ્રથમ તો એ ક્યા વિષ્ાયવસ્તુ લઈને સાહિત્ય તરીકે આપણી સમક્ષ્ા આવ્યું છે ? જો માત્ર શુષ્ક તત્ત્વજ્ઞાન રૂપે આવ્યું હોય તો એ લોકરંજન કરી શકે નહીં. નરસિંહની માફક  ‘તત્ત્વનું ટૂંપણું’ જ બની રહે. આપણા વેદો, આરણ્યકો, બ્રાહ્મણગ્રંથો, ઉપનિષ્ાદોમાં સાંકેતિક ૠચાઓ તરીકે આવેલા ધર્મચિંતનને આપણા વ્યાસમુનિએ એટલે જ પુરાણોની રસમય કથાઓ તથા આખ્યાયિકાઓ સ્વરૂપે પ્રસ્તુત ર્ક્યું છે. એ જ રીતે લોક્સંતકવિઓએ એ અધ્યાત્મક્ષ્ોત્રના રહસ્યમય ગૂઢ અનુભવોને  રસમય રીતે વિવિધ પદ્યપ્રકારોમાં, ભાવ,ભાષ્ાા, શૈલી, સંગીત, અભિવ્યક્તિની વિવિધ તરાહો, કલ્પના, અલંકારો, રાગ, ઢાળ,તાલમાં પ્રસ્તુત કરવાના પ્રયાસો ર્ક્યા છે.

સંતવાણીનો કે કોઈપણ કાવ્યનો આંતરિક મર્મ(ઈનર મિનિંગ) ત્યારે જ સાંપડે કે જ્યારે એ રચનામાં પ્રયોજાયેલા શબ્દની વ્યંજના કે રહસ્યાત્મક્તા,પ્રસ્તુતિ કે અપ્રસ્તુતિ સુધી ભાવક પહોંચી શક્યો હોય. કવિનું શબ્દછળ એકાદ શબ્દની હાજરી કે ગેરહાજરીમાં જ વ્યક્ત થયેલ હોય છે. કવિતાની શબ્દાવલિ રહસ્યાત્મક એટલા માટે જ હોય છે કે જે ભાવકમાં ભ્રમણાનાં ઝાળાં પેદા કરી શકે. ખરેખર તો કવિતામાં રહેલો એકાદ શબ્દ જ એની રહસ્યાત્મક્તાને ખોલી આપનારી ચાવી હોય છે પણ એ ચાવી ભલભલા અભ્યાસીઓ કે વિદ્વાનોની નજરમાં નથી આવતી. કારણકે  એના રચયિતા માટે સાધના એ પોતાનો નીજિ મામલો છે. ભલે લોક્સમુદાયને એ કેડી બતાવવાનો ઉદ્યમ કરતો હોય. સાથોસાથ ગાયન,વાદન,નર્તન સાથેની પ્રસ્તુતિ એમાં બહુ મોટો  ભાગ ભજવે છે.

શબ્દ સોંદર્ય સાથે જ્યારે નાદસૌંદર્ય ભળે છે ત્યારે એક જુદી જ ભાવસૃષ્ટિનું નિર્માણ થતું હોય છે.

તન ભીતર રંગ લગાઈ લિયો,
તો બાહિર રંગસે ક્યા મતલબ,
એક વાસના પૂષ્પ ચડાઈ દિયો,
તો બાહિર ફૂલસે ક્યા મતલબ ?
તન ભીતર રંગ લગાઈ લિયો,
તો બાહિર રંગ સે ક્યા મતલબ ?..૦
સંતોકો અમલ હે રામનામ કા,
બાજે ડંકા હરિ નામકા,
ચઢવા હૈ બૈકુંઠ ધામકા,
તો ઓર અમલસે ક્યા મતલબ ?
તન ભીતર રંગ લગાઈ લિયો,
તો બાહિર રંગ સે ક્યા મતલબ ?..૦
મન માળા તનમે ફિરાઈ લઈ,
મમતા માળા બેચાઈ દઈ,
સદગુરુને ગંભીર વાણી કહી,
તો લક્કડ માળાસે ક્યા મતલબ ?
તન ભીતર રંગ લગાઈ લિયો,
તો બાહિર રંગ સે ક્યા મતલબ ?..૦
જીને આપ હિરદે કું દેખ લીયા,
સત અમર નગરકી ખેપ કીયા,
હરિ અમૃત રસ કું ખેંચ પિયા,
તો કંકર પત્થર સે ક્યા મતલબ ?
તન ભીતર રંગ લગાઈ લિયો,
તો બાહિર રંગ સે ક્યા મતલબ ?..૦
જો મસ્ત ફકીરી દિલસે ધરે,
જો ગુરુ શબદ કું સિદ્ધ કરે,
તો જુલમી જમસે જાય લઢે,
અરુ માની વલ્લીસે ક્યા મતલબ ?
તન ભીતર રંગ લગાઈ લિયો,
તો બાહિર રંગ સે ક્યા મતલબ ?..૦

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો