ઈશ્વરના આદેશો પ્રમાણેનું વર્તન પ્રસન્નતા આપનારું કીર્તન
આચમન -અનવર વલિયાણી
પશુ, પક્ષી, જળચર તથા જંતુઓ કરતાં, માનવજીવન એટલી બધી ઊંચાઈએ છે, સતત ઉત્ક્રાંતિ પામનારું છે અને એ પણ ઘણી બધી દિશાઓમાં કે એને, અદાકાર, પત્રકાર, કલાકાર, સલાહકાર, પ્રવચનકાર, ચિત્રકાર, ગ્રંથકાર, શિલ્પકાર, નૃત્યકાર, ટીકાકાર, સાહિત્યકાર, કીર્તનકાર, કથાકાર ઉપરાંત, અંધકાર, ષટકાર, પડકાર, ફટકાર, શ્રવણકાર અને ચમત્કારની પણ જરૂર પડે છે.
પોતપોતાના ક્ષેત્રમાં નવું નવું સંશોધન કરી માનવજીવન વધુ સારું, સરળ, ન્યાયપ્રિય, શાંતિ આપનારું, કળાત્મક તથા સમૃદ્ધ અને તે પણ ઈશ્ર્વરની ઈચ્છા મુજબનું તથા ઈશ્ર્વરની લક્ષ્મણ રેખામાં રહીને આ બધું કરી શકે તેવાં હજારો ક્ષેત્રે નવાનવા એક્સપર્ટોની જરૂર પડે છે. તમે જે પણ ક્ષેત્રમાં હો, જે કોઈ વ્યવસાય, કળા, સેવા, સંશોધન, સાહસ, મિશનમાં હો અને તમારી કેટેગરી-પ્રકારની પાછળ, ‘કાર’ શબ્દ આવતો હોય કે ન આવતો હોય, છતાં પણ જો તમે પ્રભુના ઘરની કાર સેવા કરતા હો, તેમ તમારું કર્તવ્ય કરતા હો, ઈશ્ર્વરની સલાહ લેતા હો અને આદેશો પ્રમાણે વર્તતા હો
તો તમે જે કંઈ કરો છો તે ઉત્તમ પ્રસન્નતા આપનારું અને પ્રભુપ્રિય કાર્ય જ છે.
લેખકના વિચારો :
સર્જનમાં ઉચ્ચ તું કહેવાય છે,
તારા માટે તો બધું સર્જાય છે
જો! ફરિશ્તાના નમન તુજને થયા,
મૂલ્ય તારાં કેટલાં અંકાય છે?
(ફરિશ્તા-ઈશ્ર્વરના દૂત).
‘અનવર’ એ મહી છે સફળતા જીવનની,
કે કર્તવ્યમાં તું પરોવાઈ જાએ.
યુવાન ‘અનવર’ છે તો તુજમાં
વિરાટની શક્તિઓ છૂપી,
એક એક કદમની ધરતીને
તું થર થર ધ્રુજાવી દે!
હર વિચારોની અસર થતી ગઈ,
હર પળે હું રોજ પલટાતો ગયો.
-અને છેલ્લે વાચક મિત્રોને
અર્પણ :
આંખો મેં ખુશી,
લબોં પે ખુશી,
ગમ કા કહીં
નામ ન હો.
આપ કો જહાં કી
ખુશિયાં મિલે,
ઈન ખુશિયોં કી
કભી શામ ન હો.