ધર્મતેજ

પ્રસન્નતા મેળવવી-પ્રસારવી: આ રહ્યા તેમના ઉમદા માપદંડ

આચમન -અનવર વલિયાણી

આનંદનું શરીર પર પ્રસરવું અને એ આનંદ આસપાસ પ્રસારવો એજ પ્રસન્નતા.

ઈશ્ર્વર, દેવીતત્ત્વો પ્રસન્ન થાય, જો વ્યક્તિનું કાર્ય એમના માપંદડના વખાણવાલાયક થાય તો અને વ્યક્તિનાં કાર્ય, વ્યક્તિના જ અંતરમન, કૉન્સિયન્સને પસંદ આવે તો હૃદય પ્રસન્ન થાય. એની અસર સમગ્ર શરીર પર થઈ તો પુલકિત થઈ ઉઠાય.

  • એવાં કાર્યો ઉદાહરણ તરીકે કોઈકના માટે ત્યાગ કરવો. અર્થાત્ રક્ત, નેત્ર ડોનેશન કરવું.
  • પરીક્ષામાં સારો નંબર, મેરિટ-ટાઈટલ, અવૉર્ડ- શાબાશી, કદર, તાળીઓ, સાચાં વખાણ, રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેળવેલ ચંદ્રક, રાગ, નૃત્ય, અભિનય કે રાસ-ગરબા વગેરેમાં સફળ થાય તો દેશ, શહેર, ગામ કે જ્ઞાતિમાં ગર્વ અપાવનારા હોય તો મન પ્રસન્ન થાય, પણ આવી પ્રસન્નતા માટે સૌ પ્રથમ
  • ધ્યેય, જ્ઞાન, સાધના, રિયાઝ, ઝડપ,
  • ચુસ્તિ-સ્ફૂર્તિ, જાગૃતતા, સજાગતા અને કળાને આત્મસાત્ કરવી પડે. જેમ અર્જુનને પક્ષીની આંખ સિવાય કંઈ નજરે પડતું નહીં તેમ.
  • કર્તવ્ય ધર્મને એકસો ટકા ન્યાય આપવાની ઝંખના અને વૃત્તિ- તૈયારી હોવી જોઈએ. જે જે વિષયમાં આવી સાધના કરી હોય તેજ વિષયમાં પ્રસન્નતાની શક્યતા ખરી.
  • કહો કે ઈશ્ર્વર પ્રસન્ન થાય.
  • પ્રસન્ન કરવાનો અધિકાર ઈશ્ર્વરીય તત્ત્વોને છે, જ્યારે અટ્ટહાસ્ય, કટાક્ષયુક્ત કરવાનો પ્રયાસ અસુરી શક્તિઓ કરે છે.
  • તમે બીજા પર પ્રસન્ન થાવ તો તમે અને સામું પાત્ર બેઉ પ્રસન્નતા અનુભવે, ખીલી ઊઠે. તમે સુગંધિત થાવ અને તમને દુર્ગંધ નહીં આવે, પણ જો તમે જ દુર્ગંધથી પીડિત હોય તો દુર્ગંધતાનો જ અનુભવ થશે.

સનાતન સત્ય:

  • ત્યાગ, નમ્રતા, કોઈના દુ:ખમાં સહભાગી થવું, કોઈકના માટે અશ્રુ સારવા, દેશપ્રેમ તેમજ શહીદી વ્હોરી લેવામાં પણ પ્રસન્નતા રહેલી છે.
  • સારું કર્યાનો આનંદ સમાયેલો છે. જ્યારે વ્યસન, જુગારીવૃત્તિ, લોભ, લાલચ, ગુણાપણું, ઊંડાણપણું, અહંકાર- અભિમાન, હું પદ, તે ત્યાં સુધી કે, કાયરતાથી પણ પ્રસન્નતા જાય.
  • સાધુ, સંતો, મહાત્માઓ, જ્ઞાનીઓનો ઉપદેશ ઈશ્ર્વરના આદેશો- ધર્મગ્રંથો પર આધારિત હોય છે. તેમના સત્સંગમાંથી બોધ એ પણ મળે છે કે, ઈશ્ર્વરે આ ધરતી પર કોઈને એક સરખી શકલ- સુરત- ચહેરા- શક્તિ અને બુદ્ધિ આપી નથી, છતાં મનુષ્ય અભિમાનમાં પોતાના ‘હું’ને એવી રીતે આગળ કરે છે કે જાણે પોતાના જેવો બીજો કોઈ છે જ નહીં. આવા અહમથી માણસ પોતાના ગૌરવને હણી નાખે છે.
  • આ ‘હું’નો હુંકાર તેને ગેરમાર્ગે દોરે છે.
  • આપણે મનુષ્યોને પ્રશંસાની કેટલી ભૂખ છે! અને આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન કરીએ એટલે આપણા ડહાપણ (ઠશતમજ્ઞળ)ને ડાઘ લાગે છે.
  • આપણે પ્રશંસા અને વખાણ ઈચ્છીએ છીએ તેથી જરા તક મળે કે તરત આપણી સિદ્ધિ, આપણી પ્રગતિ અને વડાઈની વાતો કરવા લાગીએ છીએ.
  • ભગવદ્ ગીતા, બાઈબલ, કુરાન, રામાયણ, ઉપનિષદ વગેરે ધર્મગ્રંથોનો સાર એજ છે કે તમારી જાતને હંમેશાં નમ્ર બનાવો. પછી જુઓ કે હૃદય કઈ રીતે પ્રસન્ન થઈ જાય છે.

બોધ:

  • માનસ શાસ્ત્રીય નિયમ પ્રમાણે દરેક મનુષ્યને પોતાના વખાણ થાય તે ગમે છે. આપણી કોઈ આગવી શક્તિ અથવા સમાજ સેવાનાં કાર્યો માટે અને લેખમાં આગળ કહ્યા મુજબનાં કાર્યો બદલ લોકો પ્રશંસા કરે અને આપણે ખુશ થઈએ તે સ્વાભાવિક છે, પરંતુ પોતાના પરાણે વખાણ કરાવવા એ અહંમ (ઊલજ્ઞ)ને સંતોષવાનો જ પ્રયાસ છે તે બાબતને સતત નજર સમક્ષ રાખવું જોઈએ.
  • પછી અનુભવો કે ઈશ્ર્વરનું કામ કઈ રીતે ઈશ્ર્વર કરે છે અને પ્રસન્ન થાય છે.
  • તમામ ધર્મોનો સાર- નમે તે સૌને ગમે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker