ધર્મતેજ

આચમન: આદમી ઔર ઈન્સાન વચ્ચેની ભેદરેખાને સમજવાનો સમય

આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં ચીનના મહાન ફિલસૂફ ક્ધફ્યુસસે એક વાત સરસ કરી છે કે સંસ્કાર બે પ્રકારના છે:

  • એક અપાયેલા
  • અને
  • બીજા સ્વીકારાયેલા!
  • આમાં સ્વીકૃત સંસ્કારનું મહત્ત્વ વધારે છે
  • કારણ એ સંસ્કાર શિક્ષણ દ્વારા મળે છે; જન્મજાત નથી હોતા.
  • કન્ફ્યુસસે કહેલી આ વાતને ભલે બે હજાર વર્ષનાં વહાણાં વાહી ગયાં હોય; વીતી ગયાં હોય, પણ આજના હરણફાળ પ્રગતિ ભણી દોડ મૂકી રહેલા યુગના માનસ તજજ્ઞો પણ તેને સ્વીકારે છે અને કહે છે કે-
  • જન્મજાત સંસ્કારોમાં
  • ઈન્સાનના સ્ભાવ,
  • વર્તન,
  • વલણ,
  • વિચાર અને વ્યવહારના ગુણોનો સમાવેશ થતો નથી.
  • આ ગુણો શિક્ષણ દ્વારા કોઈ પણ પામી શકે અને એટલે જ
  • જન્મથી જંગલમાં વરુઓની જેમ ઊછરેલ બાળક વરુની જેમ જ વર્તે છે, પણ એને માણસ વચ્ચે લવાયા પછી એની વરુતા શિક્ષણ દ્વારા ભૂંસી શકાય છે.

પ્રયત્નશીલ રહો:
પ્રત્યેક દિન,
પ્રત્યેક પળ

  • એક તક છે.
  • તેને ખોશો નહીં.
  • સતત પ્રયતનશીલ રહો અને
  • ધ્યેય તરફ આગળ વધો.
  • સતત વહેતી રહેવાથી સરિતા સાગરને મળે છે.
  • વરસાદનાં ટીપે ટીપે નદી, નાળાંઓ, સરોવર છલકાઈ જાય છે.
  • રામ રામ સતત જપ કરતાં રત્નાકર લૂંટારો મહાન ત્રિકાળજ્ઞાની ઋષિ વાલ્મીકિ બન્યો.
  • તમારે માટે પણ કાંઈ પણ અશક્ય નથી
  • માનવીની અસીમ ગર્ભિતશક્તિ અને શક્યતાઓ મહાન લોકોએ ચીંધી છે.
  • સતત હલેસાં મારવાથી નૌકા સામે પાર લક્ષ્યસ્થાને પહોંચે છે.
  • જો અટકે તો (માયારૂપી) નદીનો પ્રવાહ નીચે ઘસડી જાય છે.
  • તમારામાં રહેલો (મુમુક્ષત્વનો) અગ્નિ સતત પ્રદીપ્ત રાખોનું પરમજ્ઞાન આપતાં પૂજ્ય સ્વામીશ્રી ચિદાનંદજી કહે છે કે,
  • તમારી વાસનાઓ ઘટાડતાં જાવ અને પાત્રતા વધારતાં જાવ.
  • પ્રબળ ઉત્સાહભેર
  • આનંદભેર સતત પ્રયત્નશીલ રહો.
  • ઈશ્ર્વરની મદદ તમને મળતી રહેશે.
  • અમરતાની સામેપાર તમે પહોંચો અને
  • જીવનમુક્ત સંત તરીકે પ્રકાશો.
    આજનો અવસર:
  • કેવળ આજ જ તમારી છે.
  • ગઈકાલ વીતી ગઈ છે.
  • આવતી કાલ અનિશ્ર્ચિત છે.
  • આજની ઘડીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લો.
  • ઊઠો અને મંડી પડો.
  • આજનો અવસર પરોપકાર અને ભક્તિમાં વિતાવો.
  • કોને ખબર આ સુવર્ણ તક ફરી આવશે કે નહીં.
  • આળસ ખંખેરી નાખો.
  • તમારે ઉદાત્ત આદર્શો સિદ્ધ કરવાના છે.
  • કાલ પર છોડશો નહીં.
  • કાલ ક્યારેય આવતી નથી.
    એક પ્રશ્ર્ન:
    ‘બારે બુદ્ધિ, સોળે સાન, વીસે વાન, પચીસે જો રહે સાનભાન તો જ આદમી બને સાચો ઈન્સાન…!
  • જીવનનું પચીસમું વર્ષ ખરેખર મહત્ત્વનું વર્ષ છે.
  • વડીલો કદાચ એટલે જ એને ગદ્ધાપચીસીનું વર્ષ કહે છે.
  • આ વર્ષમાં જો માણસની અક્કલ ઠેકાણે રહે તો એ માતાપિતા, પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરનાર સાચો ઈન્સાન બની રહે છે.
  • પરંતુ આ સમયગાળામાં એ સાનભાન ગુમાવી બેસે તો…? વિચારી જુઓ!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button