ધર્મતેજ

આ ચાર રાશિના લોકો માટે છઠ્ઠી ઓક્ટોબર સુધી આવશે અચ્છે દિન…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 22મી સપ્ટેમ્બરથી મહાલક્ષ્મી વ્રતનો પ્રારંભ થઈ ગયો છે અને 6ઠ્ઠી ઑક્ટોબરના રોજ આ વ્રત સમાપ્ત થવા જઈ રહ્યો છે. એવું કહેવાય છે કે આ દિવસો દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા અને ઉપવાસ વગેરે કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

જોકે, એવું પણ કહેવાય છે કે જે લોકો આ વ્રતનું પાલન કરે છે એ લોકોએ મહાલક્ષ્મીની સાથોસાથ શ્રી હરિ ભગવાન વિષ્ણુની પણ પૂજા-અર્ચના કરવી જોઈએ, કારણ કે નારાયણ પૂજા વિના લક્ષ્મી પૂજાનું ફળ મળતું નથી અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી.

આમ તો મહાલક્ષ્મી વ્રત મહત્ત્વ જ હોય છે અને પણ એવું કહેવાય છે કે આ વર્ષનું મહાલક્ષ્મી વ્રતનું વિશેષ મહત્વ છે, કારણ કે આ મહાલક્ષ્મી વ્રત દરમિયાન અનેક વિવિધ શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ત્રણ મુખ્ય ગ્રહો એટલે કે સૂર્ય, ચંદ્ર અને ગુરુની ચાલ બદલાઈ રહી છે અને ચંદ્ર પણ પોતાનું સ્થાન બદલીને ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેને કારણે શુભ યોગો બની રહ્યા છે.

આ સમયગાળા દરમિયાન અનેક રાશિઓ પર મા લક્ષ્મીની ભરપૂર કૃપા વરસી રહી છે પણ ચાર એવી વિશેષ રાશિ છે કે જેમના પર એમની અસીમ કૃપા જોવા મળશે. પરંતુ એ પહેલાં આ વ્રતનું પાલન કરનારા લોકોએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે એ જાણી લઈએ. જે લોકો વ્રતનું પાલન કરશે તેમણે આ સમય દરમિયાન ભક્તિપૂર્વક ઉપવાસ કરવો. સાંજના સમયે મા લક્ષ્મીની સામે પૂજા કરો અને એમાં શ્રીફળનો ઉપયોગ ચોક્કસ કરો. જો તમે ઈચ્છો તો અષ્ટલક્ષી મંત્રનો જાપ કરી શકો છો અને જો મંત્રનો જાપ ન કરી શકાય તો લક્ષ્મી નારાયણના નામનો પાઠ પણ કરી શકાય. તામસી ભોજન ખાવાનું ટાળો. આ બધા નિયમોનું પાલન કરીને જો વ્રત કરવામાં આવે તો તેનું સારું પરિણામ મળે છે.

હવે વાત કરીએ કે આખરે કઈ ચાર રાશિના લોકો માટે આ સમયગાળો અચ્છે દિન એટલે કે ગોલ્ડન પીરિયડ લાવશે એની તો સૌથી પહેલાં આવે છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો આ સમયે સારું પરિણામ મેળવી શકશે અને દેવી લક્ષ્મીની કૃપા આ રાશિના જાતકો પર બની રહેશે. આ ઉપરાંત નોકરી શોધી રહેલાં લોકોને આ સમયગાળા દરમિયાન સારી સારી ઓફર મળી શકે છે.

આગળ વધીએ અને વાત કરીએ બીજી રાશિ વિશે. સિંહ રાશિના લોકો માટે પણ સમય એકદમ અનુકૂળ છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળતી જણાઈ રહી છે. આ સમયગાળા દરમિયાન અગાઉ કરેલું રોકાણ લાભ કરાવશે.

તુલા અને વૃશ્ચિક એમ બંને રાશિના લોકો માટે પણ આ સમયગાળો ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. બંને રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન પુષ્કળ આર્થિક લાભ થઈ રહ્યા છે. પૈસા કમાવાની નવી નવી તકો અને ઉપાયો સામે આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button