ધર્મતેજ

અંકશાસ્ત્ર મુજબ વર્ષ ૨૦૨૪ કેવું જશે?

આગમના એંધાણ -જયોતિષી આશિષ રાવલ

૨૦૨૪ વર્ષ અંકશાસ્ત્ર ના નિયમ મુજબ સોમવાર એટલે વારંક=૨ ગણાય. ૨૦૨૪=(૨+૦+૨+૪)=૮ થાય. અંકશાસ્ત્ર નિયમ મુજબ દરેક અંક ને ગ્રહ સાથે સંકળાયેલ છે જેમ કે અંક ૧=સૂર્ય, અંક ૨=ચંદ્ર, અંક ૩=ગુરુ, અંક ૪=રાહુ (હર્ષલ), અંક ૫=બુધ, અંક ૬=શુક્ર, અંક ૭=નેપચ્ચુન (અંમતર મન), અંક ૮= શનિ, અંક ૯=મંગળ
નવા વર્ષ માં અંક ૨ બેકી અંકો ત્રણ વખત રિપીટ થવાથી અંક મહીલા વર્ગ માટે ગણાય છે માટે મહિલાઓ નું પ્રભુત્વ, દબદબો વધશે તમામ ક્ષેત્રે મહિલા મોખરે રહેશે.અંક ૨ સીધો સંબંધ જળ સાથે થવાથી પ્રવાહી ચીજવસ્તુઓ તેમજ ખાદ્ય પદાર્થો મોંઘા થાય.સોસીયલ મીડિયા મારફતે વધુ લાગણી કે વશ થવાથી સંબંધો નો દુર ઉપયોગ વધે.અંક ૮ વર્ષ-આંક થવાને કારણે માર્કેટ માં મંદી, મોંઘવારી, બેકારી વધશે.સામાજિક કે મિત્ર વર્તુળો ના સંબંધો બગાડશે. આર્થિક તરલતા ના પ્રશ્નો વધશે.આંક ૮ શનિ ના કારકત્વ ગણવાથી નીતિવાન કે કર્મપ્રધાન વ્યક્તિને ઉજવળ તક બની રહે.ટેક્નિકલ જાણકારો માટે આશીર્વાદ વર્ષ બની રહેશે.દરેક નાના મોટા સમાજ,સોસાયટી માં સંગઠનો વધુ સંગઠીત થઈ અનેકવિધ કાર્યક્રમો સામુહિક થતા જોવા મળશે.બાગ- બાગાયતી કે ખેતી ના કાર્યક્ષેત્ર લેટેસ્ટ ટેકનોલોજી સંશોધન ને અવકાશ.કૃષિ કાનૂનમાં અમુલ પરિવર્તન આવે.વરસાદી ખેતી માં કુદરતી સાનુકૂળ પરિસ્થિતિ જોવા ન મળે.જનમાનસ માં નોકરી-ધંધા અંગે યુવાવર્ગ માં માનસિક ભય ચિંતાઓ, ફોબિયા વધે.શેરબજાર માર્કેટ અનઅપેક્ષિત ધપે.આર્થિક વળતરનો ગાળો સામાન્ય બની રહેશે.

અલબત્ત બેંક ડિપોઝિટમાં વ્યાજના દરો થોડાવધી શકે.સિનિયર સિટીઝન વર્ગ માટે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા નવી પોલીસી બહાર પાડવામાં આવી શકે.અંક ૮કારકત્વ મુજબ ધર્મ, નીતિ, દંડ,ન્યાય, ત્યાગ,બલિદાન,દીક્ષા કરકસર, કંજૂસાઈ, સમર્પણની ભાવના હોવાથી તમામ બાબતો માં શુભ પરીવર્તન લાવશે.રોગ, માંદગી અંગેની ચિંતાઓ છાલ છોડે નહીં. સરકારશ્રીની સ્વાસ્થ્ય સેવાઓ સારી પ્રાપ્ત થાય.રોડ,રસ્તા,પુલો, બાંધકામ, બગીચાતેમજ રીડેવલપમેન્ટના કામો વેગ પકડશે.ન્યાયતંત્રમાં ઘણા બધા શુભ પરિવર્તનો તાત્કાલિક અસરથી આવે.રહીશોમાં તમામ બાબતોમાં સ્વયં જાગૃતિ આવે.ધર્મ ના રીતી-રીવાજોલાગણીઓ માં વાણી વિલાસ વકરે.લગ્ન પ્રસંગો જેવા શુભ માંગલિક કાર્યો માં ઉત્સાહ, ઉમંગ, આનંદની ખોટ .

હઠીલા દર્દો અસાધ્ય રોગો ઘૂંટણના દુખાવો,પગનો દુખાવો, દમ, ખાસી, કેન્સર,પિતાશય વાયુના રોગો, પથરી,મસા,માનસિક ફોબિયા ઝાડા ઉલટી અને પાણીજન્ય રોગોથી વધુ સાવધાની રાખવી જ રહી.

૨૦૨૪ વર્ષ કોને ફળશે.
જેમની જન્મ તારીખ ૪,૮,૨૦,૨૨,૨૪,૨૮,૩૧ હશે.
જેમનો જન્મ મહીનો ફેબ્રુઆરી, એપ્રિલ, ઓગસ્ટ હશે.
જન્મ નો વાર સોમવાર, બુધવાર, શનિવાર હશે.
જેમનું જન્મવર્ષ નીચે મુજબ આવતું હશે તેમને ૪, ૮, ૨૪, ૨૮, ૩૧, ૩૮, ૪૪, ૪૮, ૫૮, ૬૮, ૭૮, ૮૮.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button