નિ:સ્પૃહીને તૃષ્ણા ત્યાગી
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં ઉદ્વેગ રહિત ભક્તનાં લક્ષણો બતાવીને હવે ભગવાન નિ:સ્પૃહી ભક્તની ઓળખ આપે છે, તે સમજીએ.
બારમા અધ્યાયમાં પરમાત્માને પ્રિય એવા ભક્તની ચર્ચા ભગવાન શ્રીકૃષ્ણે છેડી છે. તે વાતનો દોર આગળ ચલાવતાં ભગવાન કહે છે –
અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ ઈડળલણિળજ્ઞ ઉંટવ્રર્ઠીં
લમળૃફબ્ધક્ષફિટ્ટ્રૂળઉિં ્રૂળજ્ઞ પડ્રર્ધુીં લ પજ્ઞ રુપ્રર્ગીં ॥૧૨/૧૬॥
મારો જે ભક્ત લૌકિક અપેક્ષા વગરનો, પવિત્ર, ભગવદ્ ભક્તિમાં નિપુણ, સંસાર પ્રત્યે ઉદાસીન, દુ:ખરહિત તથા પરમાત્માના સબંધ વિનાનાં બધાં જ કર્મોનો ત્યાગ કરનાર છે, તે મને પ્રિય છે.
લૌકિક અપેક્ષા વગરનો એટલે નિ:સ્પૃહી, જેને આ જગતની કોઈ જ અપેક્ષા નથી. આ સાચા ભક્તનું એક લક્ષણ છે.
સૌરાષ્ટ્રમાં કારિયાણી નામે એક ગામમાં માંચો નામે એક ભક્ત રહેતા હતા. તેમના ઘરે તાંબામાંથી રૂપું બનાવવાની કળા જાણનાર એક માણસ આવ્યો. તેણે તાંબામાંથી રૂપું કરીને દેખાડ્યું અને પછી ભક્તને કહ્યું: “તમને આ તાંબામાંથી રૂપું બનાવવાની કળા શીખવું. “આ સાંભળતાં જ એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢતાં કહ્યું: “અમારે તો ભગવાન સિવાય બીજા પદાર્થોની ઇચ્છા જ નથી. આ જગતમાં કોઈ ધન આપે, દીકરા આપે તો ત્યાં લોકોને તરત પ્રતીતિ આવે છે. આવી અપેક્ષાઓને પૂર્ણ કરવા લોકો મંત્ર તંત્ર અને દોરા ધાગામાં દોરવાય છે. પણ સાચા ભગવાનનાં ભક્તને તો ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. કારણકે તેને ભગવાન સિવાય કંઇ જોઇતું જ નથી.
એક મજૂરે આખો દિવસ કાળી મજૂરી કરીને સો રૂપિયા મેળવ્યા. તેણે વિચાર્યું કે આજે તેના છોકરાઓ, પત્ની અને પોતે કંઈક ખાવા પામશે. ઘરે જઈને ખિસ્સામાંથી પૈસા કાઢવા જાય છે ત્યાં તો તેને પેટમાં ફાળ પડી. સો રૂપિયા ખિસ્સામાં હતા જ નહીં, રસ્તામાં ક્યાંક પડી ગયેલા. આ ઘટનાથી તેને કેટલું દુ:ખ થયું હશે તેની કલ્પના કરી શકાય તેમ છે. બીજી બાજુ જો કોઈ અબજોપતિના ખિસ્સામાંથી સો રૂપિયા પડી જાય તો તેને કેટલું દુ:ખ થાય તે પણ આપણે કલ્પી શકીએ તેમ છીએ. જે વસ્તુ મજૂરની માટે મોટી વાત છે તે જ ધનાઢ્ય માટે અત્યંત મામૂલી વાત છે. જેવી રીતે અબજોપતિ માટે સો રૂપિયાની કંઇ વિસાત નથી, તેમ ભગવાનના ભક્ત માટે આ જગતના પદાર્થની કોઈ કિંમત નથી. કારણ તેમની પાસે પરમનિધિ એવા પરમાત્મા છે. તેઓને પરમાત્માનો સાક્ષાત્કાર હોઈ પરમાત્માના દિવ્ય પ્રેમથી તેઓ સભર હોય છે. આજ ભાવમાં તરબોળ થઈને ભક્તકવિ મીરાંબાઇ ગાઈ ઊઠે છે- “પાયોજી મેને રામ રતન ધન પાયો.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આવા ભક્તની સ્થિતિ સમજાવતાં કહે છે:”… તેને પોતાના ઇષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થમાં હેત ઊપજે જ નહીં અને એક તેમની જ રટના લાગી રહે. તે વિના જીવે તે મહાદુ:ખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. જેને પરમાત્મામાં જ પરમ સુખ અનુભવાયું છે, તેને આ જગતના સુખ-સમૃદ્ધિ, સત્તા, પ્રશંસા, ધન વગેરે ક્યાંય નજરમાં આવતાં નથી. મીરાંબાઈ તો રાજાનાં રાણી હતા. છતાં રાજપાટ, નોકર-ચાકર સર્વે સુખનો ત્યાગ કર્યો. કારણકે તેમાં તેમને સુખ-વૈભવ મનાયો જ ન હતો. ખરેખર, ભગવાનના ભક્ત માટે આ જગતના ઉચ્ચ કોટિના સુખનું પણ કોઈ જ મૂલ્ય નથી હોતું.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના સતત ચાલતા વિચરણમાં સાનુકૂળતા રહે તે માટે કેટલાક યુવકો સ્વામીશ્રી માટે હેલિકૉપ્ટર વસાવવાનું વિચારી રહ્યા હતા, પરંતુ સ્વામીશ્રી કોઈ રીતે તેમને સમર્થન આપતા ન હતા. એક વખત વલ્લભવિદ્યાનગરમાં હેલિકોપ્ટરની વાત નીકળી ત્યારે સ્વામીશ્રીએ તેમને વચ્ચેથી જ અટકાવતાં કહ્યું: “આ લોકના મનસૂબા મૂકવા અને પરલોકના કરવા. ત્યારે એક ભક્તે કહ્યું: “તમે જે ગાડીમાં બેસો છો તે મને પોતાને જ નાની પડે છે. માટે હવે ગાડી તો બદલો. ત્યારે સ્વામીશ્રી બોલ્યા: “ગાડીને બદલવા કરતાં તમારા શરીરને બદલો. વાહન નાનું હોય તોય ભલે અને મોટું હોય તોય ભલે. ધૂળમાં સૂવાનું મળે કે મશરુના ગાદલામાં, બધે ઊંઘ આવવી જોઈએ. આ શબ્દો તેમના જીવનના દર્પણ સમા હતા. તેમણે ગાડાથી માંડીને ધૂળિયા રસ્તા પર ધૂળ ઉડાડતાં ટ્રેક્ટરમાં પણ મુસાફરી કરી છે. અને મર્સિડીઝ કારમાં પણ કોઈ સ્પૃહા વિના બેઠા છે.
આવા સંતને જોઇને જ ભક્તકવિ મુક્તાનંદ સ્વામીએ ગાયું છે –
“જી રે ત્રિભુવનની સંપત મળે, તોય ન તજે રે,
અર્ધપળ હરિધ્યાન, બ્રહ્મરૂપ થઈ હરિને
ભજે