ધર્મતેજ

સાક્ષર તો રાક્ષસ પણ આપી શકે વિજ્ઞાનના યુગમાં ઈશ્વર ક્યાં?

આચમન – અનવર વલિયાણી

વૈજ્ઞાનિકોને ઈશ્વરે જ બનાવ્યા છે. અને સર્વે વૈજ્ઞાનિકોનાં મગજ પણ પરમાત્માએ જ ઘડ્યા છે.

ઈશ્વર પોતે અજરામર રહી શકે તેવી શોધ કરનારો વૈજ્ઞાનિક છે, અને ઈશ્વરે બનાવેલા માનવ વૈજ્ઞાનિકોને ફક્ત એકસો વર્ષની આસપાસનું આયુષ્ય આપ્યું છે.

વૈજ્ઞાનિકો તો ઈશ્વરે ઇન્સાન જાત માટે અગાઉથી જે બનાવી રાખ્યું છે તે જ શોધે છે!
જેના ગ્રંથ પુસ્તકો પર સંશોધનનો લેખ લખી પી.એચ.ડી. થવાય, તો આવા પી.એચ.ડીઓ કરતાં ગ્રંથ-પુસ્તક લખનારો વધુ ઊંચો જ હોયને! અને ઈશ્વર તો વૈજ્ઞાનિકોની અંદર પણ લપાઈને બેઠો છે!
ક્યારેય પણ `રીમોટ’થી વૈજ્ઞાનિકોને ધબ્બ કરી શકે છે.
-વિજ્ઞાન એટલે કોઈ પણ
તત્ત્વનું, વિષયનું વિશેષ તલસ્પર્શી જ્ઞાન
એના ગુણધર્મનું, શક્તિનું, બંધારણનું, લક્ષ્મણરેખાનું,
વિનાશનું તથા કેટલાં ક્ષેત્રોમાં કેવી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેના સિંદ્ધાતોનું વર્ણન.

-વિશ્વમાં બધું જ શોધાઈ ચુક્યું નથી. ઈશ્વરે શું શું બનાવ્યું છે તેનો બહુ જ ઓછો અંશ-ભાગ આપણને ખબર છે.
ઈશ્વર વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનો વિરોધી નથી, વૈજ્ઞાનિકો વિજ્ઞાનનો ઉપયોગ ઈશ્વર ફક્ત તેના આસુરી ઉદ્ેશ અને ઉપયોગનો વિરોધી છે.
સ્વાર્થ, ગર્વ કે મદમાં, સંપૂર્ણ પૃથ્વીના જીવોનો નાશ કરી ન બેસે તે ચિંતાનો વિષય છે.

વિજ્ઞાનના લીધે પોતાના જ નાશનો સામાન આ પૃથ્વીના માનવો ભરી બેઠા છે અને તેને રોકાવનો રસ્તો જ્ઞાન-ઉકેલ ફક્ત આધ્યાત્મિક વૈજ્ઞાનિકો પાસે છે. જેને આપણે સંત તરીકે સંબોધીએ છીએ.
વિજ્ઞાન શિક્ષણ-જાણકારી આપી શકે, ડિગ્રી-માસ્ટરી આપી શકે, પણ સાક્ષર તો રાક્ષસ પણ આપી શકે!

રાવણ પાસે ઐશ્વર્ય તથા યુદ્ધના વિજ્ઞાનનું દસ માથાં જેટલું જ્ઞાન હતું.
ભૌતિક વિજ્ઞાનિકો તથા શિક્ષણ સંતોનું ઉત્પાદન કરી ન શકે, તો પછી
ઈશ્વર વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનનો મહોતાજ કેમ કરીને હોઈ શકે?

વૈજ્ઞાનિકો નવી નવી શોધો કર્યા કરે છતાં પણ ઈશ્વરના ખજાનામાં ખૂટે નહીં એટલા ઐશ્વર્ય ને નવીનતાની અદ્ભુત ચમત્કારિકતા ભરેલી છે.
આપણને એમ લાગે છે કે વિજ્ઞાનના યુગમાં ઈશ્વરને માનવની મદદ-સહાયની જરૂર પડશે, પરંતુ કોઈએ ઈશ્વરની ચિંતા કરવાની જરૂર છે ખરી?
ઈશ્વર તો જ્યાં હતા ત્યાં જ છે.
બોધ
વ્હાલા વાચક બિરાદરો!
ભૌતિક વિજ્ઞાન સિવાયનું પણ વિજ્ઞાન છે અને આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા તે ઈશ્વરને અનુભવી શકે, પામી પણ શકે.

મિત્ર પણ બનાવી શકાય! અને એ મિત્રતાને કેળવી પણ શકાય. ઈશ્વર જીવનરથના ચાલક પણ બની શકે, પરંતુ શરત ફક્ત એટલી જ કે ચાલાક લઈ જાય ત્યાં અને તેમ જવું પડે તેમજ એ વિષયના વૈજ્ઞાનિકને પોતાની
ઈચ્છા, અભિમાન, કર્તાપણું, બધું જ છોડવું પડે.

સનાતન સત્ય
ઈશ્વર સર્વમાં રહીને પણ
અલગ રહી શકે તેવી સિદ્ધિ તેની પાસે છે અને વૈજ્ઞાનિક ઈશ્વરને પામવા
જાય, નાથવા જાય તો તેમાં જ
વિલીન થઈ જાય, વૈજ્ઞાનિકોનું અસ્તિત્વ જ રહે.
અને સંત કબીરજી બે કડીમાં ઘણું બધું કહી જાય છે:
સબ ધરતી પર કાગદ કરું,
લેખિની સબ વનરાય;
સાત સમુદ્ર કી મસિ કરું,
ગુનગુન લીખા ન જાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…