ધર્મતેજ
ભીતરના ભેદ જાણે તે ભાગ્યવાન: માનવતા એટલે જ બીજાઓ સાથે સમભાવ
આચમન – અનવર વલિયાણી
શિષ્ય ઘણા દિવસોથી ગુરુની પાછળ પડ્યો હતો:
- દુ:ખથી છૂટી જવાનો રસ્તો એકવારે બતાવો!’
- છેવટે કંટાળીને ગુરુએ તેને
કહ્યું: - `બહુ સહેલો રસ્તો છે. જે માણસ કહે કે હું સહુથી વધારે સુખી છું, તેનું પહેરણ માગીને પહેરી લે.’
- શિષ્ય તો નીકળી પડ્યો એવા શખસની તલાશમાં જે સૌથી વધુ સુખી હોય!
… પણ હાય રે કિસ્મત! - દરેક માણસને મોંએ તેને એમ જ સાંભળવા મળતું કે, મારા કરતાં તો ફલાણો વધારે સુખી છે.
- ઘણા દિવસો – વરસો સુધી આમ ભટક્યા પછી તે કોઈના કહેવાથી એક ભિક્ષુક – ફકીર પાસે પહોંચ્યો.
- મોં પર અંગૂઠો નાખી તે ખજૂરીના ઝાડ નીચે બેઠો હતો.
- શિષ્યે એને પૂછતાં ફકીરે કહ્યું.
…`હા હું સહુથી સુખી છું.’ - શિષ્યે તો તેને દંડવત પ્રમાણ કરી વિનંતી કરી કે,
મને તમારું પહેરણ આપો...!' ... ફકીર હસ્યો:
… પણ જો, ભાઈ મારા શરીર પર પહેરણ ક્યાં છે?’ - તેણે મુખે આડે મૂકેલો અંગૂઠો ખસેડ્યો તો એ જ ગુરુ હતા, જે ખુલ્લા શરીરે બેઠા હતા.
- શિષ્યનાં અંદરનાં નેત્ર
ખુલી ગયા. તેણે લજાઈને
પૂછ્યું: - પણ ગુરુજી, આ વાત તમે મને પહેલાં કેમ કહી નહીં?’
ગુરુએ કહ્યું: `તને ગળે ન ઊતરત! વરસોની મહેનતને અંતે હવે તું સત્ય પચાવી શકે તેવો થયો છે…! - ભીતરના ભેદ જાણે તે ભાગ્યવાન!
- પારકા ભાણાના લાડવા હંમેશાં મોટા લાગે આ અને આવી કહેવતો પાછળ ઘણો મોટો બોધ સમાયેલો હોય છે, તે સનાતન સત્યને સમજવો રહ્યો.
ચિંતન વાણી
- દરેક જણ સુખની ઈચ્છા રાખે છે, પણ ધર્મ સિવાય મનુષ્યોચિત સુખ કદી પણ મળી શકતું નથી એ વાત તમે કદી પણ ભૂલશો નહીં.
- એકબીજાને માટે એકબીજાએ સહન કર્યા વગર માનવી – જીવન ચાલવું અશક્ય છે.
- સદ્ભાવનાથી, ઉદ્દાત બુદ્ધિથી અને સંતોષથી સહન કરવામાં ખરો ધર્મ છે.
જીવનમાં આપણે વિકારવશતાથી લોભ કે અહંકારથી જેટલું આચરણ કરીએ કે સહન કરીએ તે બધું
અધર્મ્ય છે. - આપણે જે કંઈ કર્તવ્ય તરીકે કરીએ અને બીજા માટે સહન કરીએ તેમાં આપણને અહંકાર થવો જોઈએ નહીં, કારણ કે એ અહંકાર જેને માટે આપણે સહન કર્યું હશે તેને દુ:ખ દેશે. તેને પસ્તાવો કરાવશે અને એકબીજાના સંબંધમાં કડવાશ પેદા કરશે, દરાર ઊભી થશે.
- અહંકાર કદિ પણ બીજા દોષોથી અલિપ્ત રહી શકતો નથી. આપણે એકબીજા ઉપર ઉપકાર કર્યાની ભાવના અહંકાર સાથે હોવાની. ઉપકારની ભાવના
પાછળ લોભ હોવાનો જ અને લોભના મૂળમાં બદલાની
ઓછામાં ઓછું સ્તુતિની ઈચ્છા તો રહેશે જ.
વ્હાલા વાચક બિરાદરો! અહંકાર સાથે રહેનારા આવા અનેક દોષોને લીધે ધર્મનું તેજ નાશ પામે છે. માટે આપણે ઉન્નત થવું હોય, ધર્મનિષ્ઠ રહેવું હોય તો કેવળ સદ્ગુણોના અને માનવતાના ઉપાસક બનવું જોઈએ.
બોધ:
પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓની માફક મનુષ્ય બીજાઓની જરૂરિયાતો અને ઈચ્છાઓનો વિચાર કરવા લાગે અને એ માટે પોતાની ઈચ્છાઓને
રોકીને સંતોષપૂર્વક બીજાઓ માટે સહન કરવા માંડે એટલે તે
માનવતાને માર્ગે લાગ્યો એમ કહી શકાય.
- માનવતા એટલે જ બીજાઓ વિશે સમભાવ. ઉ