પયગંબર હઝરત મુહમ્મદ સાહેબનો મુબારક જન્મદિવસ: ઈદ-એ-મિલાદ
આચમન – અનવર વલિયાણી
`બેશક’ રબ (પાલનહાર ઈશ્વર, પ્રભુ, ગોડ)નો તેની ઉમ્મત (પ્રજા, અનુયાયી) અહેસાન (ઉપકાર) થયો કે તેમનામાં તેમનામાંથી જ એક પયગંબર (સંદેશ પહોંચાડનાર) મોકલ્યા, જે તેમના પર તેની આયતો (કથતો, વાક્ય) પઢે છે અને તેમને પાક-પવિત્ર કરે છે અને તેમને કિતાબ તેમજ હિકમત અર્થાત્ બુદ્ધિ, ચાતૂર્ય, જ્ઞાન શિખવાડે છે અને તેઓ ખચિત એ પહેલાં ગુમરાહી (માર્ગથી ભટકેલા)માં હતા…! હવાલો: (ભાનુવાદ) સૂરહ (પ્રકરણ) આલે ઈમરાન, આયત 164.
-અને આ નિયામત (કૃપા) – ઈશ્વરિય દેણગી તેની ઉમ્મતને 12મી રબીઉલ અવ્વલ કે જે આ વખતે અંગ્રેજી તારીખ અનુસાર, ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023 આવે છે (ચંદ્રદર્શન પર આધારિત). નોંધ લેવી રહી કે ઈદ-એ-મિલાદનો આ અવસર અર્થાત્ પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના મુબાર જન્મદિવસનો હોઈ તેમજ વફાત (દેહત્યાગ) થયાનો દિવસ પણ આ જ હોઈ, જેની સહમતી ઈતિહાસકારો, પરંપરાગત આલીમો-જ્ઞાનિ-વિદ્વાનોના કથનોથી જાણવા મળે છે.
ઈદ-એ-મિલાદના દિવસે (બારમી રબીઉલટ અવ્વલ) ખુશાલી મનાવવી, અલ્લાહ તઆલાની મહાન નિયામતની ચર્ચા કરવી માત્ર જાઈઝ જ નહીં બલ્કે વાજિબ અને જરૂરી છે અને ભલાઈ પામવાનું સાધન છે.
નિયામતનું વર્ણન કરવું એ કુરાન કરીમના આદેશાનુસાર છે. અલ્લાહતઆલા ફરમાવે છે:
- … અને યાદ કરો અલ્લાહનું અહેસાન પોતાના પર (સૂરહ-માઈદા)
- … અને પોતાના રબની નિયામતનો ખૂબ ઉલ્લેખ કરો (સૂરહ-વદાહ)
- … અને અલ્લાહની નિયામતનો આભાર માનો જો તમે તેની જ ઈબાદત કરતા હો તો (સૂરહ-અન્નહલ)
- … તમે ફરમાવો અલ્લાહની જ કૃપા અને તેની જ મહેરબાની અને એના પર જ હર્ષ કરવો જોઈએ (સૂરહ-યુનુસ-58)
જાણવા જેવું
-મરિયમના પુત્ર હઝરત ઈસા અલયહિસ્સલામે વિનંતી કરી કે, હે અલ્લાહ! હે અમારા રબ! અમારા પર આકાશમાંથી એક ભરેલો થાળ ઉતાર કે તે અમારા માટે ઈદ બને. અમારા આગલા પાછલાઓની અને તારા તરફથી નિશાનીની અને અમને રોઝી આપ અને તુ સર્વોત્તમ રોઝી દેનાર છે. (સૂરહ-માઈદા-114)
સુજ્ઞ વાચક મિત્રો! વિચાર કરો, કે જે દિવસે હઝરત ઈસા અલયહિસ્સલામ પર આકાશમાંથી થાળ ઊતરે તો તે ઈદનો દિવસ થઈ જાય અને જે દિવસે પ્યારા આકા મદીનાવાળા સરકાર સલ્લલ્લાહે અલયહે વસલ્લમની પધરામણી થઈ એ ઈદનો દિવસ કેમ હોઈ ન શકે?
નિ:શક! એ ઈદનો દિવસ છે આ એજ કારણ છે, કે આ દિવસે ઈદ-એ-મિલાદના દિવસે મુસલમાનો ઘણી જ શાનથી મિલાદુન્નબીના મહેફિલો યોજે છે અને જુલૂસ (સરદાર) કાઢે છે અને આ દિવસનો વિશેષ પ્રબંધન કરે છે. - ઈમામ તિબ્રા ફરમાવે છે કે હુઝુરે અનવરનો મુબારક જન્મનો દિવસ સોમવાર હતો અને ઈસ્લામી કેલેન્ડર મુજબનો મહિનો રબીઉલ અવ્વલ 12મી તારીખ છે.
- વિખ્યાત ઈતિહાસકાર ઈબ્ને હિશામ લખે છે કે પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મનો એ મુબારક દિવસ પીર અર્થાત્ સોમવારનો હતો.
- હઝરત અબૂ કતાદાથી રિવાયત (કથન) છે કે આપ હુઝૂરે અનવરને પીર-સોમવારના રોજા (અપવાસ) રાખવા બાબત પૂછવામાં આવ્યું તો આપે ફરમાવ્યું, `હું એજ દિવસે પેદા થયો છું…!’ ઉ