ધર્મતેજ
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોક
त्यजेत् क्षुधार्तो महिलां सुपुत्राम
खदेत् क्षुधार्ता भुजंगी खमण्डम् ॥
क्षीणा नरा निष्करुणा भवन्ति
बुमुक्षितः किं न करोति पापम् ॥ 35 ॥
ભાવાર્થ: ભૂખ્યો માણસ સંતાન વાળી મહિલાનો પણ ત્યાગ કરે, એ જ રીતે ભૂખી સાપણ પણ પોતાના ઇંડાને ખાઇ જાય, દુ:ખી થયેલા માણસો નિર્દય બને છે. સારાંશમાં એટલું કહી શકાય કે ભૂખ્યો માણસ કોઇ પણ પ્રકારનું પાપ કરતાં અચકાતો નથી.
સંપાદક : આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રહલ્લાદજી વ્યાસ (ટીન્ટોઇ)