વૈદિક જ્યોતિષ આપવામાં આવેલી માહિતી અનુસાર તમામ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગોનું નિર્માણ કરતા હોય છે અને આ યોગની અસર મનુષ્ય જીવન પર અને પૃથ્વી ઉપર જોવા મળતી હોય છે. આજે આપણે અહીં આવા જ એક દુર્લભ સંયોગ વિશે વાત કરવાના છીએ.
આ દુર્લભ સંયોગ 1113 વર્ષ બાદ થવા જઈ રહ્યો છે અને જ્યોતિષની દ્રષ્ટિએ તે ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે ગુરુ અને રાહુનો એક તો સંયોગ અને શનિની ત્રીજી દ્રષ્ટિ છે. આ યોગ 1113 વર્ષ પહેલાં રચાયો હતો અને હવે ચાળીસ દિવસ બાદ ફરી એક વખત આ યોગ બનવા જઈ રહ્યો છે. 30મી ઓક્ટોબરના ગુરુ અને રાહુની યુતિ સમાપ્ત થવા જઈ રહી છે.
આવી પરિસ્થિતિમાં આ યોગનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ આ તમામ રાશિઓમાં ત્રણ એવી રાશિઓ છે કે જેને આ યોગને કારણે લાભ થઈ રહ્યો છે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે આ ત્રણ રાશિઓ…
મેષ રાશિના લોકો માટે આ દુર્લભ યોગ અનેક સિદ્ધિઓ લઈને આવી રહ્યો છે, કારણ કે મેષ રાશિમાં રાહુ અને ગુરુની યુતિ થઈ રહી છે. આ સાથે સાથે જ શનિની ત્રીજી દ્રષ્ટિ છે. જ્યારે 30મી ઓક્ટોબરના દિવસે રાહુ અને ગુરુની યુતિનો અંત આવશે. આ સાથે જ આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આ રાશિના લોકોના માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. કોઈ જગ્યાએ કરેલાં રોકાણથી પુષ્કળ લાભ થઈ રહ્યો છે. જે લોકો અપરણિત છે તેમના વિવાહ થઈ શકે છે. વિદેશ યાત્રાના પણ યોગ છે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને પણ લાભ થઈ શકે છે. આ રાશિના લોકોને શેર બજાર, સટ્ટા લોટરીમાં પણ પુષ્કળ લાભ થઈ રહ્યો છે.
113 વર્ષ બાદ બનેલા આ દુર્લભ સંયોગને કારણે સિંહ રાશિના જાતકો માટે લાભની સ્થિતિ ઊભી થઈ રહી છે, કારણ કે ગુરુ ગ્રહ તમારી ગોચર કુંડળીના નવમા સ્થાન પર ભ્રમણ કરશે. આ સાથે જ ગુરુ ભાગ્ય સ્થાનનો કારક છે. પરિણામે આ સમય દરમિયાન તમારા અને પિતાની હેલ્થમાં સુધારો જોવા મળશે. સંતાનસુખ ઈચ્છનારા લોકોને તેમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. વિદેશ યાત્રાના યોગ છે. આ સાથે જ ધર્મ અને કર્મના કામમાં તમારો રસ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે. સમય રહેશે.
આ રાશિના લોકો માટે બની રહેલો આ દુર્લભ સંયોગ ફળદાયી અને શુભ સાબિત થવા જઈ રહ્યું છે, કારણ કે તમારી રાશિના સ્વામી ભાગ્ય સ્થાનને જોઈ રહ્યા છે. આને કારણે આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. તમારા અટકી પડેલા કામ પૂરા થઈ રહ્યા છે. આ સાથે સાથે જ તમારા સ્વાસ્થ્યમાં સુધારો પણ જોવા મળી રહ્યું છે. શેર બજારમાં પણ લાભ થઈ શકે છે. જે લોકો સોનાની લેવડ દેવડ કે વેપાર કરતા હોય તેમને સારો લાભ થતો જણાઈ રહ્યો છે.