ધર્મતેજ
હૃદયની શુદ્ધિ વિના માણસ આદરણીય બની શકતો નથી
આચમન -અનવર વલિયાણી
એક વેળા અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સિગરામમાં બેસીને ઘરભણી જઈ રહ્યા હતા. રસ્તામાં એક હબસીને હેટ ઉતારી તેમનું અભિવાદન કર્યું. લિંકને પણ સામે હેટ ઉતારી અભિવાદનનો ઉત્તર આપ્યો.
- બાજુમાં બેઠેલા એક ગોરા મિત્રને આ વાત રુચિ નહીં.
 - તેણે લિંકન સાહેબને કહ્યું: આવા કાળા હબસીને માટે તમે કેમ હેટ ઉતારો છો?
 - સહેજ હસી અબ્રાહમ લિંકને કહ્યું: કોઈ પણ વ્યક્તિ મારા કરતાં વધુ નમ્ર-નિખાલસ હોય તે હું કેમ સહન કરી શકું?
 - નિખાલસ દિલ વિનાનો માનવ
 - પ્રકાશ વિનાના પ્રદિપ જેવો, * સૂર વિનાના સંગીત જેવો,
 - છાયા વિનાના વૃક્ષ જેવો, * ઠંડક વિનાના હિમાંશુ જેવો,
 - નીર વિનાના નદી જેવો, * મૂર્તિ વિનાના મંદિર જેવો હોય છે.
 - મુખનો મીઠો નહીં પણ મનનો મીઠો માનવ જ સન્માનને યોગ્ય છે.
 - નિખાલસતા કે હૃદયની સરળતાના અભાવે ઈન્સાન
 - દંભી, * કપટી,* ક્રોધી, * અભિમાની બને છે.
 - જ્યાં સરળતા ત્યાં જે ધર્મ, ધર્મો માણસના ચરણે શ્રીમંતો અને ધીમન્તો પણ શિશ ઝૂકાવે છે.
 - સુખ અને શાંતિ અને પ્રગતિના-તરક્કીના સાચા દિદાર-દર્શન પણ એ જ પામી શકે છે.
 - જીવનમાં * ડોળ, * દેખાવ,
 - દંભ ભર્યો હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું હૃદય સ્વચ્છ કે સાફ થતું નથી.
 - હૃદયની શુદ્ધિ વિના મનુષ્ય
 - ઘર-કુટુંબ-કૌટુંબિક સમાજમાં આદરણીય બની શકતો નથી.
 - જે સ્વયંનો સ્વામી છે તે જ મહાન સમ્રાટ હોવાની હકીકતને વાચા આપતો આ પ્રસંગ પણ બોધમાં વધારો કરનારો બની રહેવા પામશે.
 - એક સમ્રાટ હતો.
 - એક સાંજે એક વૃદ્ધનો તેને ધકો લાગ્યો.
 - રસ્તો સાંકડો હતો, સાંજનો અંધકાર પણ હતો.
 - સમ્રાટ ગુસ્સે થયો અને વૃદ્ધને તુમાખી રીતે પૂછ્યું: ‘આપ કોણ છો?’
વૃદ્ધે હળવેથી જવાબ આપ્યો: ‘એક સમ્રાટ!’ - ‘સમ્રાટ?’ સમ્રાટને આશ્ર્ચર્ય થયું અને પછી મજાકમાં પૂછ્યું! ‘કયા દેશ પર તમે રાજ ચલાવો છો?’
 - અ વૃદ્ધે કહ્યું: ‘સ્વયં પર! મારા મન અને મારા ભીતર ઉપર મારું રાજ્ય છે!’
 - વાત કેટલી સાચી છે.
 - જે સ્વયંનો સ્વામી છે તે જ મહાન સમ્રાટ છે.
 
બોધ:
- જેની પાસે સદ્વર્તન હશે એ મોટા સામ્રાજ્યને પણ દોરી શકશે.
 - સદ્વર્તન હરેક સ્થળે વિજયી થાય જ છે, પણ એની શરત એટલી કે એ સદ્વર્તન હૃદયની સાચી ઊંડી ગુહામાંથી આવનારો પદાર્થ જોઈએ, લોકલાજની માટે ધારણ કરેલો વેષ નહીં!
અમૃતબિંદુ: - જેઓ મધ્યમસર સુખ અને સ્વતંત્રતા ભોગવે છે અને વખતસર પોતાના કર્તવ્ય પર સહેલાઈથી પાછા થઈ જાય છે એ ઉત્તમ સમજવા.
 - કર્તવ્યનો ભંગ થતો ન હોય એવી રીતે સુખ ભોગવવામાં કંઈ ખોટું નથી. એટલું જ નહીં પણ એવી જાતનું સુખ ભોગવવું એ માણસની ફરજ છે કારણ કે સુખના રસથી પુષ્પ ખીલે એમ જીવન ખીલે છે.
 
 


