પારસી   મરણ 

અસ્પી સોરાબજી ઈરાની તે મરહુમો મોટીબાઈ તથા સોરાબજી અસ્પન્દીયાર ઈરાનીના દીકરા. તે રૂસી સોરાબજી ઈરાની, બહેરામ સોરાબજી ઈરાની તથા મરહુમ રૂબી ફરોખ ઈરાનીના ભાઈ. તે ઝરીન રૂસી ઈરાનીના જેઠ. તે શેહરનાઝ માલકમ ખરાડી ને નેવીલ રૂસી ઈરાનીના કાકા. તે સાયરસ ફરોખ ઈરાની ને રશીદ ફરોખ ઈરાનીના મામા. તે પુનમ ને મન્દાના મામાસસરા. (ઉં. વ. ૭૭) રે. ઠે. એન-૪૦ નવરોઝ બાગ, ડૉ. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: ૨૬-૧-૨૨ બપોરે ૩-૪૫ પી.એમ. ફોર્ટ મદ્યે દાદી શેઠ અગિયારીમાં છે.
દીનુ રૂસી ભમગરા તે રૂસી બેહરામશાહ ભમગરાના ધનીયાની. ડૉ. રયોમંદ અને બરુઝીનના માતાજી. તે યાસમીન રયોમંદ ભમગરાના સાસુજી. તે નસરીન રયોમંદ ભમગરાના બપયજી. તે મરહુમો સીલ્લા તેમ જ માનેકશાહ અરદેસર એલાવ્યાના દીકરી. તે મરહુમો પેરીન તેમ જ બેહરામશાહ બમનજી ભમગરાના વહુ. (ઉં. વ. ૯૧) રે. ઠે. બી/૧૧, ૬૩૦ ખરેઘાટ રોડ, પારસી કોલોની, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૨૬-૧-૨૨ બપોરે ૩-૪૫ પી.એમ. દાદર મદ્યે રૂસ્તમ ફરામ અગિયારમાં છે.
નોશીર મીનોચહેર વાસુનિયા (ઉં. વ. ૭૫) તા. ૨૪-૧-૨૨ને ગુજરી ગયા છે. તે ફ્રેનીના હસબન્ડ, મરહુમ મીનોચહેર અને મરહુમ બાનુના વહુ. ચેરાગ, હમસાઝના ફાધર. ગ્રેસ અને પ્રવીણના સસરા. વિવિયાના, નીલાના ગ્રેન્ડફાધર. 
પરસીસ દારાયસ ભરુચા (ઉં. વ. ૬૭) તા. ૨૫-૧-૨૦૨૨એ ગુજરી ગયા છે. તે મરહુમ દારાયસના વાઈફ. મરહુમ કૂમી અને મરહુમ બહેરામના દીકરી. મહાઝરીન અને ખુર્શીદના મધર. રુઝબેના સાસુ. મરહુમ મણિ અને મરહુમ દાદીબાના વહુ.
નવસારી
મર્હુમ ઝરીર માણેક અમરોલિયા તે વિરાના ખાવિંદ. તે મર્હુમ હોમાય તેમ જ મર્હુમ માણેક હોરમઝ અમરોલિયાના દીકરા. તે હોરમઝ તથા નેકશાન કાર્લ ખડાદિયાના પિતાજી. તે રૂકસિન અને કાર્લના સસરા. તે રિયાનનાં બપાવાજી. તે દીના પરવેઝ અમરોલિયાનાં ભત્રીજા. તે બાનુ તથા મર્હુમ હોરમઝદ મંચેરજી દેસાઈનાં જમાઈ. તે મર્હુમો પરવેઝ, હોશંગ તથા રોશનના ભત્રીજા. (ઉં. વ. ૬૩) રે. ઠે. એલ-૩૩, પુષ્પ વિહાર સોસાયટી, જયશંકર પાર્ટી પ્લોટની પાછળ, નવસારી.