પ્રજામત

પ્રજામત

નવીન શિક્ષણ ધોરણાનુસાર ‘એમ ફિલ’
પદવી બંધ થવાનાં કારણો…
છેલ્લાં ૩૦-૩૫ વર્ષોમાં એમફિલ પદવી અત્યાધિક પ્રભાવ પાડી શકી નથી. સંશોધન પરિચય એજ આ પદવીનો મુખ્ય ઉદ્દેશ હતો, જે સંશોધક બંધુ-ભગિનીઓ સાધ્ય ન કરી શકેલ. એના પછીનો ટપ્પો પીએચડીનો હતો. એમફિલ કરનારા વિદ્યાર્થીઓને સંશોધન પરિચય થયેલ એવું ગૃહિત ધરવામાં આવેલ. હકીકતમાં દર્જેદાર સંશોધકો ન થઈ શક્યા. આ વાસ્તવિકતા નકારી જ ન શકાય. પીએચડી સંશેધનનો વિષય કાર્યનો દરજ્જો, મૂલ્યમાપન વગેરે બધું જ પ્રશ્ર્ન નિર્માણ કરે છે.
એમફિલ પદવી પ્રાપ્ત કરતા પહેલા ‘ડીએચઈ’ (ડિપ્લોમા ઈન હાયર એજ્યુકેશન) અભ્યાસક્રમ શિક્ષક બંધુઓએ કરવો પડતો હતો. તેના પૂર્વે ફક્ત વિદ્યાર્થીઓ જ અધ્યાપક/ અધ્યાપિકા થઈ શકતા હતા. ‘ડીએચઈ’ બંધ કરીને ‘એમફિલ’ પદવીનો આરંભ કરવામાં આવેલ.
નવીન શિક્ષણ ધોરણમાં પદવી ચાર વર્ષની થયેલ. કથિત પદવી મેળવવા માટે વિદ્યાર્થીએ સંશોધન કરવું પડશે. અર્થાત્ તે ‘એમફિલ’ સ્તરનો એકાદ પ્રકલ્પ પૂરો કરશે તેના માટે તેને ‘ક્રેડિટ’ (શ્રેયાંક) એનાયત કરવામાં આવશે. આ છે નવીનતમ સુધારણા….!!
નવીન સુધારણા જૂની વ્યવસ્થા પર આધારિત છે તે વળી, કાળબાહ્ય થયેલ સંશોધન વાપરીને સંશોધકનો હોદ્દો કઈ રીતે સુધારશે?
કે. પી. બારોટ અંધેરી-મુંબઈ.

૧૦ લાખ લોકો સામે ૫૦ જજોની લૉ કમિશનની
ભલામણ ૩૬ વર્ષ બાદ પણ માત્ર કાગળ ઉપર જ!!!
કેન્દ્રીય કાયદા-ન્યાય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ હાલ માત્ર ૨૧ (એકવીસ) જ જજ છે. ૫૦ ટકાથી પણ ઓછા છે. ૩૬ (છત્રીસ) વર્ષ અગાઉ લૉ કમિશને પ્રતિ ૧૦ લાખ વસતી પર ૫૦ (પચાસ) જજોની ભલામણ કરી હતી, સાડાત્રણ દસકા બાદ પણ આ લક્ષ પ્રાપ્ત નથી કરવામાં આવ્યું.!! છેલ્લા કેટલાક સમયથી ન્યાયિક ક્ષેત્રમાં ભરતીનું પ્રમાણ વધ્યું જરૂર છે પણ તેમ છતાં નીચલી કોર્ટોમાં હજારો જજોના પદ ખાલી પડયાછે. ભારતીય લૉ કમિશને ૧૯૮૭માં સરકારને સોંપેલા પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે દેશમાં પ્રતિ ૧૦ લાખ વસતી સામે ૫૦ જજો સેવામાં હોવા જરૂરી છે. તાજેતરમાં ભાજપના એક સાંસદે લોકસભામાં સવાલ કર્યો હતો કે શું સરકાર આ લક્ષ્ય પ્રાપ્ત કરી ચૂકી છે કે પાછળ છે? જેના જવાબમાં કેન્દ્રીય કાયદા મંત્રીએ ખાલી પદો અંગે આંકડા રજૂ કર્યા હતા. ૨૦૧૪માં દેશભરની જિલ્લા કોર્ટોમાં જજોના ૧૯૫૧૮ પદ ફાળવવામાં આવ્યા હતા જેની સામે ૧૫૧૧૫ જજો સેવા આપી રહ્યા છે. જ્યારે ચાર હજારથી વધુ પદ ખાલી હતા. હાલની સ્થિતિ મુજબ ૨૫૪૨૩ (પચ્ચીસ હજાર ચારસો ત્રેવીસ) પદ ફાળવવામાં આવ્યા હતા તેમાંથી ૨૦૦૨૬ (વીસ હજાર છવ્વીસ) પદ પર જજો સેવા આપી રહ્યા છે. આમ પાંચ હજારથી વધુ પદ ખાલી છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં એક પદ પણ ખાલી નથી, પરંતુ હાઈ કોર્ટોમાં ૩૨૦ (ત્રણસો વીસ)થી વધુ પદ ખાલી છે. આટલી સંખ્યામાં જજોના પદ ખાલી હોય ત્યારે પેન્ડિંગ કેસોનો નિકાલ કેવી રીતે આવે? અને લોકોને ઝડપી ન્યાય પણ કેવી રીતે મળે? કેન્દ્ર સરકારે જજોના પદોની નિયુક્તિના મુદ્દાને અગ્રતા આપી તાકીદે ખાલી જજોના પદો પર જજોની નિયુક્તિ કરવા અર્થે યોગ્ય ઘટતાં પગલાં લેવાં જોઈએ.
મહેશ વી. વ્યાસ
પાલનપુર-૩૮૫૦૦૧.

ભાવી પેઢીઓને નુકસાનની ભીતર…!?
‘એનસીઈઆરટી’એ ધોરણ આઠથી દસમા ધોરણના અભ્યાસક્રમમાંથી ‘ઉત્ક્રાંતિ’ વિષય પર કાતર મૂકેલ છે. સરકારશ્રીનું અવૈજ્ઞાનિક અને અશૈક્ષિણક ધોરણની સભાનપણે પ્રતીતિ થઈ.
ચાર્લ્સ ડાર્વિન ઉત્ક્રાંતિવાદના જનક હતા એ વિશ્ર્વવિદિત છે અને જગતભરમાં માન્ય છે. દુનિયાની જીવસૃષ્ટિની ઉત્પતિ અને વિકાસની પ્રગતિ શી રીતે થતી ગઈ એ શાસ્ત્રશુદ્ધ રીતે દર્શાવ્યું. ૧૮૨૬માં દક્ષિણ અમેરિકાની શોધ પ્રક્રિયા પાંચ વર્ષ અથાક પરિશ્રમ થકી રાત-દિવસ નિરીક્ષણ અને સંશોધનને પોતાનાથી અલગ ન કરેલ.
‘દ વોયેજ ઓફ દ બિગલ્સ,’ ‘દ ડિસેન્ટ ઓફ મેન,’ અને ‘ઓન દ ઓરિજિન ઓફ સ્પીસીજ, જેવા શોધગ્રંથ તેમની વિદ્વતાની સાક્ષી આપે છે.’
ઉત્ક્રાંતિ તત્ત્વ અભ્યાસક્રમમાંથી કાઢી નાખવાથી ભાવી પેઢીને નુકસાન થઈ શકે.
અનસૂયા કુંવરજી બારોટ
અંધેરી-મુંબઈ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic… Know the strength of the longest sixers of IPL-2024 Bollywood’s Powerhouse Moms: Actresses Who Shined On-Screen While Pregnant “How to Tell if a Watermelon is Ripe: Simple Tips for Sweetness and Color”