શૅરબજારના રોકાણકારોની સંપત્તિમાં એકઝાટકે ₹ ૭.૧ લાખ કરોડનો વધારો
મુંબઇ: બીએસઈ સેન્સેક્સ ગત ગુરુવારના ૮૦,૦૩૯.૮૦ના બંધથી ૧૨૯૨.૯૨ પોઈન્ટ્સ (૧.૬૨ ટકા) વધ્યો હતો. માર્કેટ કેપ રૂ.૭.૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૬.૯૨ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૦,૧૫૮.૫૦ ખૂલીને ઊંચામાં ૮૧,૪૨૭.૧૮ સુધી અને નીચામાં ૮૦,૦૧૩.૬૦ સુધી જઈને અંતે ૮૧,૩૩૨.૭૨ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સની ૨૯ સ્ક્રિપ્સ વધી હતી અને એક સ્ક્રિપ્સ ઘટી હતી. એક્સચેન્જમાં ૪,૦૪૦ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૬૫૨ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૨૮૬ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૦૨ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૩૧૯ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૧૬ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૨.૧૨ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૧.૦૦ ટકા વધ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૭ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૮૮ ટકા વધ્યો હતો.
બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા. બીએસઈ ટેલિકોમ્યુનિકેશન ૩.૩૬ ટકા, મેટલ ૩.૧૯ ટકા, ટેક ૨.૭૬ ટકા, ઓટો ૨.૩૫ ટકા, કોમોડિટીઝ ૨.૨૬ ટકા, આઈટી ૨.૧૫ ટકા, સર્વિસીસ ૨.૧૪ ટકા, હેલ્થકેર ૨.૧ ટકા, યુટિલિટીઝ ૧.૮૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૭૫ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૧.૭૪ ટકા, પાવર ૧.૭ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૫૧ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૩૮ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૧૯ ટકા, રિયલ્ટી ૧.૦૭ ટકા, એફએમસીજી ૦.૯૨ ટકા, બેન્કેક્સ ૦.૮૬ ટકા, એનર્જી ૦.૮૪ ટકા અને ઓઈલ એન્ડ ગેસ ૦.૨૪ ટકા વધ્યા હતા. બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંની માત્ર એક સ્ક્રિપ નેસ્લે ઈન્ડિયા ૦.૦૭ ટકા ઘટી હતી. બાકીના શેરોમાં મુખ્યત્વે ભારતી એરટેલ ૪.૫૧ ટકા અદાણી પોર્ટ્સ ૩.૬૧ ટકા, તાતા સ્ટીલ ૩.૨૭ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૯૬ ટકા, ઈન્ફોસિસ ૨.૯૩ ટકા, સન ફાર્મા ૨.૯૧ ટકા, એચસીએલ ટેકનોલોજી ૨.૯૦ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૬૯ ટકા, આઈટીસી ૨.૬૧ ટકા અને તાતા મોટર્સ ૨.૫૧ ટકા વધ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૭૪૯.૨૫ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૪,૬૨૫ સોદામાં ૯,૨૩૭ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૬૧,૩૩,૫૯૭ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૪,૩૫,૨૪,૧૮૫.૮૬ કરોડનું રહ્યું હતું.