વેપાર

હેપી ડેઝ આર ઓવર ફોર ચાઇના?

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

એંશીના દાયકામાં અમેરિકા અને ચીન પાગલ પ્રેમીની જેમ એવા ગળાડૂબ હતા, જાણે કે અમરપ્રેમની દાસ્તાં હોય! પરંતુ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા આ પ્રેમમાં એટલી કડવાશ આવી ગઇ કે તેઓ એકબીજાનુ મોઢુ જોવા તૈયાર નહોતા અને પ્રેસીડન્ટ બાઇડને પણ ટ્રમ્પે ચાઇનીઝ ઇમ્પોર્ટ પર લાદેલા ૩૮૦ બીલીયન ડોલર્સના ટેરીફ રેસ્ટ્રીકશન ચાલુ રાખેલા કે જેથી ચીન ઉપર આર્થિક દબાણ લાવી શકાય. પણ શું આમ કરવાથી અમેરિકામાં ચીની પ્રોડકટસના ઇમ્પોર્ટ પર અસર થઇ છે?

૨૦૦૩થી ૨૦૧૯ સુધીની કોઇની પણ અમેરિકાની મુલાકાત દરમ્યાન એક વસ્તુ જાવા મળી હશે કે અમેરિકાએ જ્યારથી આઉટસોસીંગ શરૂ કર્યું છે, ત્યારથી અમેરિકામાં નુકકડની શોપથી માંડીને મોલ ઓફ અમેરિકા કે ધ ગેલેરીયા કે ધ ગ્રેવ મોલમાં પણ ચીની પ્રોડકટસ વેચાતી જોવા મળે છે! અમેરિકામાં ભાગ્યેજ કોઇ ક્ધવેન્શનલ સ્ટોર્સ કે મોલ હશે કે જેમાં ચીની પ્રોડકટસ નહી વેંચાતી હોય, પણ જ્યારથી અમેરિકાએ ચીની પ્રોડકશન પર ટેરીફ રેસ્ટ્રીકશન લાદ્યા ત્યાર પછી તેમાં ચીનથી થતી આયાત ઉપર અસરો જરૂર થઇ છે. જોકે, આ જ સમય દરમિયાન તાઇવાન, વિયેતનામ અને મેક્સિકોેથી અમેરિકામાં થતી આયાતમાં વધારા થયો છે તે દર્શાવે છે કે ચીની પ્રોડકટસ બેકડોરથી અમેરિકામાં દાખલ થઇ રહી છે.

અમેરિકામાં વિયેતનામથી થતી આયાતની કોસ્ટમાં ૯.૮ ટકાનો અને મેક્સિકોમાંથી થતી આયાતમાં ૩.૨ ટકાનો વધારો થયો છે, કારણકે અમેરિકા ચીની આયાતના વિકલ્પમાં ઉપરોકત દેશોને પ્રાધાન્ય આપે છે. પરંતુ આ દેશોમાં કયાં એટલી કેપેસીટી છે કે તેઓ એટલુ પ્રાડકશન કરી શકે કે જે અમેરિકાની આવશ્યકતા પુરી કરી શકે? તેથી આ દેશો અમેરિકાને જે વસ્તુની જરૂરીયાત છે તે ચીનથી કમ્પલીટ નોકડાઉન કે સેમીનોકડાઉન ક્ધડીશનમાં ઇમ્પોર્ટ કરી અને પોતાના દેશના લેબલ લગાવીને અમેરિકામાં નિકાસ કરે છે.

આ દેશોમાં ચીનથી થતી આયાતમાં અભૂતપૂવે વધારો અને તેની કંપનીઓમાં ચીનના વધતા રોકાણની જે હકિકત સમાન્ય માણસો પણ જાણે છે તની જાણ શું અમેરિકન એડમીનીસ્ટ્રેશન નહી તો હોય તેવું શકય છે?

સમસ્યા એ છે કે અમેરિકાએ જ્યારથી આઉટોશીંગ શરૂ કર્યું છે, ત્યારથી અમેરકાએ તેના લોકલ પ્રોડકશનને પ્રદુષણ, લેબરકાસ્ટ વગેરેના કારણે બહુ ઘટાડી દીધું છે અને હવે ડીમાંડ સામે સપ્લાઇના ઇસ્યુ આવી ગયો છે અને તેનો ભરપુર ફાયદો ચીને દુનિયાની ફેકટરીના સ્વરૂપે લઇ રહી છે. પણ જ્યારથી દુનિયાને અને ખાસ કરીને અમેરિકાને સમજાયુ કે ચીની પ્રોડકશન કરતી કંપનીઓમા સામ્યવાદી સરકારની દખલગીરી અને પ્રોડકશનમાં સર્વેલન્સ વધારે છે, તેમાંય ખાસ કરીને સેમિક્ધડકટર અને ટેલિકોમ પ્રોડકટસમાં ચીપ્સ લગાવીને અમેરિકન ડાટા ચીનમાં પાસઓન કરવામાં આવે છે, ત્યારથી અમેરિકા અને દુનિયાના બજારો બહુ સચેત થઇ ગયા છે.

આથી જ ફાઇવ જી ટેકનોલોજીના કોન્ટ્રેકટસ ના તો અમેરિકાએ ચીનને આપ્યા કે ના તો ભારતે આમ એક બહુ મોટી આર્થિક તક ચીને ગુમાવી છે, જેની અસરો ચીની અર્થવ્યવસ્થા ઉપર જોવા મળેલ છે. હાલમાં જ ચીનની નં.૧ રીયલ એસ્ટેટ કંપની ક્ધટ્રી ગાર્ડન લોનનુ વ્યાજ ચુકવવામાં નિષ્ફળ ગઇ છે. ૧૯૯૭માં એક ખેડુત અને ક્ધસ્ટ્રકશન વર્કર યેંગ ગ્યુઓકવીંગ, કે જેના પાસે સ્કુલ ફી ભરવા માટે ૧ ડોલ૨ પણ ના હોવાના કારણે અભ્યાસ છોડી દેવો પડેલો અને જેણે બચપનના ૧૭ વર્ષ સુધી પગમાં ચપ્પલ નહી પહેરલા તેણે ચાલુ કરેલી ક્ધટ્રી ગાર્ડન રીયલ એસ્ટેટ કંપની ઉપર આજે ૧૮૭ બીલીયન ડોલરનું દેવુ છે. ૧૮૭ બીલીયન ડોલર મતલબ ૩૦ પાકીસ્તાનના ફોરેન એકચેન્જ રીઝર્વ!

પાકીસ્તાન બે બીલીયન ડોલરની લોન માટે આઇએમએફ પાસે આળોટે છે ત્યારે, ચીનની એક કંપની ઉપ૨ ૧૮૭ બીલીયન ડોલરનુ દેવુ છે! આવી તો અનેક કંપનીઓના માથા ઉપર દેવાના ડુંગર ખડકાયેલા છે. ક્ધટ્રીગાર્ડનના શે૨નો ભાવ એક સમયે ૧૭ હોંગકોંગ ડોલરનો હતો તે આજે ૧ હોંગકોંગ ડોલરથી પણ નીચે ચાલી ગયો છે.

અમેરિકન કંપનીઓની ચીનમાં પ્રેઝન્સ અને ચીની અમેરિકન એક્સપોર્ટસને કારણે ચીનાઓની થતી ઘુમ કમાણીનો ફાયદો લેવા ક્ધટ્રીગાડેને ચીનના ૨ અને ૩ ટીયર ટાઉનમાં લાખો મકાનો બનાવીને રીયલ એસ્ટેટ બુમનો ફાયદો ઉઠાવ્યો પણ પોસ્ટ કોરોના અને ટ્રમ્પના કારણે ચીની અથેવ્યવસ્થાને બહુ મોટો ફટકો પડયો.

આજે ક્ધટ્રી ગાર્ડના લાખો ફલેટસ હવામાં લટકે છે, લાખોનો વર્કફોર્સ ૨૫ ટકાએ પહોંચી ગયો છે. ચીની સ૨કા૨ની ઇઝી હોમ લેાનની સુવીધાઓ હોવા છતા કોઇ ચીની રીયલ એસ્ટેટમાં રોકાણ ક૨વા તૈયાર નથી. ૨૦૨૩ના પહેલા ૬ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઇના, ચાઇના ક્ધસ્ટ્રકશન બેંક, ચાઇના એગ્રીકલ્ચરલ બેંકાએ મળીને કુલ ૧૬૪.૮ બીલીયન રકમના એનપીએ મતલબ કાચી પડેલી લોન ધેાષિત કરી છે, જે ૭.૧ ટકાનો વધા૨ો બતાવે છે.

ક્ધટ્રી ગાર્ડને ઓસ્ટ્રેલિયાના સિડની શહે૨માં ૧.૩ બીલીયન ડોલરનો હાઉઝીંગ પ્રોજેકટ ૨૦૧૯માં ૩૬૦૦ મકાનાના જોરશોરથી શરૂ કર્યો હતો તેમાં આજે ૨૦૨૩માં ૫૦ મકાનો પણ ક્ધસ્ટ્રકટ થયા નથી અને અધકચરા પ્રોજેકટને ખરીદવા કોઇ તૈયાર નથી.

ભારતમાં કે દુનિયામાં કોઇ જ્ગ્યાએ તાળાચાવી વગ૨ના ઘર ખરીદવામાં હંમેશા જોખમ છે તે ફરી એકવાર ક્ધટ્રીગાર્ડને ઓસ્ટ્રેલિયા અને ચીનમાં પ્રુવ કરી બતાવ્યું છે. જેમ લોસ્ટ ડેકેટ પછી જાપાન ફરી કયારેય તેની લોસ્ટ ગ્લોરી પાછી મેળવી શક્યું નથી, તેવા જ હાલ ચીનના થશે કે શું તે કહેવુ અત્યારે તો મુશ્કેલ છે, પણ ચીન તરફ દુનિયાભરમાં થઇ રહેલી નફરતના કારણે ભારત જેવા મોટા લોકશાહી દેશને એક ગોડસેન્ડ ઓપોર્ચ્યુનિટી જરૂર મળી છે, પણ શું તેનો લાભ તે લઇ શકાશે કે નહી તે ભારતના દેશવાસીઓએ નકકી ક૨વાનુ છે. જ્વાબ પણ ભવિષ્યજ આપી શકશ, જેમ કે અમેરિકન પ્રેસીડન્ટ અબ્રાહમ લિંકન હંમેશા કહેતા કે ‘ધ બેસ્ટ વે ટુ પ્રેડિકટ યોર ફ્યુચર ઇઝ ટુ ક્રિએટ ઇટ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button