વેપાર

નારી અજબ ક્રાંતિ સર્જી શકે: નારી નં. વન

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

જો નારીઓ ઘરની બહારની દુનિયામાં પગ મૂકે તો અજબ ક્રાંતિ સર્જી શકે તેમ છે. તેવી જ એક ઘટના હાલમાં મેલબોર્ન શહેરમાં બનેલી છે. મુ. સ. ની ઘણી સ્ત્રી વાચકમિત્રોનો આગ્રહ કે વિશ્ર્વમાં નારીની કોઇ અજબ અચીવમેન્ટસ હોય તો તેના વિશે જરૂર માહિતી આપતા રહેશો તેના પ્રતિસાદમાં આ લેખ છે.

હોર્સરેસિંગ : વિશ્ર્વભરમાં સદીઓથી ચાલતી આવતી હોર્સ રેસિંગમાં પુરુષોનં જ વર્ચસ્વ રહેલું છે. કહેવાય છે કે હોર્સ રેસિંગમાં કોન્ટ્રિબ્યુશન માત્ર જોકીને તાળીઓ પાડી કે ચિચિયારી કરીને જોમ પૂરું પાડવાનું છે અને હા રેસકોર્સ એ પ્રદર્શનનું મહત્ત્વનું સ્થળ પણ ગણાય છે!

આમ હોર્સ રેસિંગમાં સ્ત્રીઓનો ફાળો માત્ર પ્રેક્ષક તરીકે સીમિત ગણાય છે. અમેરિકા કે અન્ય દેશોમાં થોડા અપવાદો હશે કે હોર્સ રેસિંગમાં સ્ત્રીઓએ પણ ભાગ લીધો હશે પણ હાલમાં ૩જી નવેમ્બર ૨૦૧૫ના ઑસ્ટ્રેલિયામાં જે ઘટના બની તે દુનિયાની અબજો સ્ત્રીઓ માટે બહુ પ્રેરણાદાયક છે.

મીશેલ પેન : ઑસ્ટ્રેલિયન ૩૦ વર્ષિય મીશેલ પેનએ ૩ નવેમ્બર ૨૦૧૫ના હોર્સ રેસિંગમાં મેલબોર્ન કપ જીતીને ઇતિહાસ રચી કાઢયો કે મેલબોર્ન કપની ૧૫૫ વર્ષની હિસ્ટરીમાં મીશેલ પ્રથમ મહિલા જોકી છે કે જેણે આ કપ પુરુષ જોકીઓને હરાવીને જીત્યો હોય.

માત્ર ૬ મહિનાની ઉંમરે મીશેલે માતાનો પ્રેમ ગુમાવ્યો. જયારે તેની માતાનું મૃત્યુ એક કાર એકિસડન્ટમાં થયેલું હતું. મીશેલ તેના પિતાને ૧૦ સંતાનોમાંનું એક સંતાન છે. વિકસિત દેશ ઑસ્ટે્રલિયામાં કોઇ પરિવારમાં ૧૦ સંતાનો હોવા તે માનવું મુશ્કેલ છે તેટલું જ માનવું મશ્કેલ છે કે આ ૧૦ સંતાનોમાંથી ૭ સંતાનો હોર્સ રેસિંગ સાથે જોડાયેલા હોય!

૧૦ સંતાનોમાં સૌથી નાની મીશેલને ૭ વર્ષની ઉંમરથી હોર્સ રેસિંગમાં વિશ્ર્વનો પ્રતિષ્ઠિત મેલબોર્ન કપ જીતવાની ઉત્કંઠતા હતી અને તે તેના મિત્રોને સદાય કહેતી કે તે એક દિવસ મેલબોર્ન કપ જરૂર જીતશે.
મીશેલની જિંદગીના મેલબોર્ન કપ જીતવાના લક્ષ્યને હાંસીલ કરવા તેણે નાની ઉંમરથી જ હોર્સ રેસિંગની શરૂઆત કરીને હોર્સ રેસિંગમાં ભાગ લેવા લાગી પણ માર્ચ ૨૦૦૪માં એક હોર્સ રેસિંગ મેચમાં મીશેલ ઘોડા ઉપરથી પડી ગઇને તેની ખોપડીમાં ફ્રેકચર થઇ ગયું અને મગજની નસોમાં પણ ઇજા થઇ જેના કારણે તે ઘણા સમય સુધી હોર્સ રેસિંગમાં ભાગ ના લઇ શકી અને જયારે લીધો ત્યારે પણ કેટલીક વાર ઘોડા ઉપરથી નીચે પડીને જૂનાં ઝખમોને ફરી તાજાં કયાર્ં અને ફરી હોર્સ રેસિંગથી બહાર રહેવું પડયું.

ખોપડી અને મગજમાં ઇજા થવા છતાં હિંમત હાર્યા વગર મીશેલે તેની આવનારી હોર્સ રેસિંગની મેચોની તૈયારીઓ કરી અને ૧૦ ઓકટોબર ૨૦૦૯ના ગ્રૂપ વન રેસ જીતી લીધો અને ૨૦૦૯માં પ્રથમવાર મેલબોર્ન કપમાં ભાગ લેનારી ત્રીજી મહિલા બની અને રેસમાં ૧૬મા નંબરે આવી ૨૦૧૦માં પણ મેલબોર્ન કપમાં ભાગ લીધો અને ૨૦૧૫માં મેલબોર્ન કપ જીતીને ઇતિહાસ રચી કાઢયો. આ રેસમાં પન્ટરોએ તેને જીતવાના ચાન્સીસમાં ૧૦૦માંથી માત્ર એક ટકો આપેલા હતા.

મેલબોર્ન કપમાં ભાગ લેનારા ઘોડાઓ અને જોકીઓમાં ૭૦ ટકા જેટલા દુનિયાના અન્ય દેશોમાંથી આવનારા પ્રતિસ્પર્ધીઓ હોય છે અને ૪.૫ મિલિયન ડૉલર્સનું મેલબોર્ન કપનું ઇનામ દુબઇ વર્લ્ડ કપ પછી વિશ્ર્વમાં બીજા નંબરનું સૌથી મોટું ઇનામ છે.

મીશેલની મેલબોર્ન કંપની વિકટરી માત્ર ઑસ્ટ્રેલિયન મહિલાઓ માટે નહીં પણ વિશ્ર્વભરની સ્ત્રીઓ માટે બહુ પ્રેરણાત્મક છે કે માતૃપ્રેમ વંચિત અને ગંભીર ઇજાઓ ભોગવેલ એક નારી માત્ર તેના દઢ નિશ્ર્ચયના બળથી સતત ૭ વર્ષની મેલબોર્ન કપમાં પાર્ટીસીપેટ કરીને મેલ ડોમિનેટેડ મેલબોર્ન કપ જીતવાનું લક્ષ્ય જો હાંસીલ કરી શકતી હોય તો જિંદગીના અન્ય ક્ષેત્રોમાં મહિલા કે પુરુષ માટે કોઇ ગોલ એચીવ કરવો મુશ્કેલ નથી. જરૂર છે માત્ર એક ઝનૂનની કારણ કે “ટુ સકસીડ યુ હેવ ટુ બિલીવ ઇન સમથિંગ વીથ સચ અ પેસન ધેટ ઇટ બીકમ્સ અ રિયાલીટી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button