નિલેશ વાઘેલા
મુંબઇ: ઓઇલ શેરોમાં સપ્તાહના અંતિમ સત્રમાં વેચવાલી અને ધોવાણ જોવા મળ્યું હતું. સવારના સત્રમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, બીપીસીએલ અને એચપીસીેલ જેવા ઓઇલ માર્કેટિંગ કંપનીોના શેરમાં નોંધપાત્ર કડાકા જોવા મળ્યાં હતા. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ)નો શેર બીએસઇ પર ૮.૧૦ ટકા ગબડીને રૂ. ૪૫૯.૬૦ બોલાયો હતો. જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)નો શેર ૬.૮૦ ટકા તૂટીને રૂ. ૧૫૮.૪૦, જ્યારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)નો શેર ૬.૩૭ ટકાના ધોવાણ સાથે રૂ. ૫૭૦.૨૦ની સપાટીએ પહોંચ્યો હતો.
વાસ્તવમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરદીઠ બે રૂપિયાનો ઘટાડો થવાને કારણે આ વેચવાલી જોવા મળી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ બે વર્ષ પછી ફેરફાર કરવામાં આવ્યા છે. ઓઇલ કંપનીઓના શેરોમાં પીછેહઠ સાથે શેરબજારના સેન્ટિમેન્ટ પર પણ નકારાત્મક અસર જોવા મળી હતી.
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો
Discover the unique architectural and cultural themes of all 12 stations along the Mumbai-Ahmedabad Bullet Train route.