ટીન, કોપર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં નરમાઈ, નિરસ માગ જવાબદાર
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીન, કોપર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ૧૦ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
જોકે, ગતરોજ એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં વપરાશકારોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એક વધી આવ્યા હતા અને બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ, ઝિન્ક સ્લેબ અને નિકલમાં ખપપૂરતા કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને ટીન અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ વધુ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૨૫૨૮ અને રૂ. આઠ ઘટીને રૂ. ૮૦૪ના મથાળે રહ્યા હતા.
Also read: આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં આગેકૂચ પણ…
આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતા ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૭૮૫, રૂ. ૭૭૮ અને રૂ. ૫૦૫ અને કોપર આર્મિચર તથા કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૭૩ અને રૂ. ૭૨૫ના મથાળે રહ્યા હતા.
Also read: ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ગબડીને નવા તળિયે
જોકે, એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકના સાધારણ સુધારા સાથે રૂ. ૧૮૩ના મથાળે રહ્યા હતા. આ સિવાયની અન્ય ધાતુઓમાં પાંખાં કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.