વેપાર

એફએમસીજી અને બેન્કેક્સમાં ધોવાણ, ટેલિકોમ અને ઓઈલ-ગેસ શેરોમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બીએસઈમાં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ સોમવારના ૭૬,૪૯૦.૦૮ના બંધથી ૩૩.૪૯ પોઈન્ટ્સ (૦.૦૪ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૭૬,૬૮૦.૯૦ ખૂલીને ઊંચામાં ૭૬,૮૬૦.૫૩ સુધી અને નીચામાં ૭૬,૨૯૬.૪૪ સુધી જઈને અંતે ૭૬,૪૫૬.૫૯ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૬ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૪ સ્ક્રિપ્સ ઘટી હતી. માર્કેટ કેપ રૂ.૧.૭૨ લાખ કરોડ વધીને રૂ.૪૨૬.૯૪ લાખ કરોડ રહ્યું હતું. એક્સચેન્જમાં ૩,૯૬૯ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૪૬૧ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૪૦૨ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૦૬ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ મિડકેપ ૦.૭૪ ટકા, સ્મોલકેપ ૦.૯૫ ટકા અને બીએસઈ ઓલકેપ ૦.૩૦ ટકા વધ્યા હતા. બીએસઈ સેન્સેક્સ ૫૦ ૦.૦૬ ટકા અને બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૫ ટકા વધ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૩ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૨૦ ટકા વધ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ એફએમસીજી ૦.૨૭ ટકા, બેન્કેક્સ ૦.૨૬ ટકા, હેલ્થકેર ૦.૨૨ ટકા, મેટલ ૦.૦૯ ટકા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૦૪ ટકા ઘટ્યા હતા, જ્યારે અન્ય ઈન્ડાયસીસ વધ્યા હતા, જેમાં મુખ્યત્વે ટેલિકોમ્યુનિકેશન ૧.૯૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૮૪ ટકા,ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૪૨ ટકા,કેપિટલ ગુડ્સ ૧.૩૯ ટકા,રિયલ્ટી ૧.૦૪ ટકા, એનર્જી ૧ ટકા અને ઓચો ૦.૮૯ ટકા વધ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button