યુટિલિટીઝ અને પાવર શેરોમાં સારી લેવાલી, ઓટો અને રિયલ્ટી શેર ગબડ્યાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર લેવેચના સોદા વચ્ચે અથડાતું અંતે નેગેટીવ જોનમાં સરી ગયું હતું. સ્મોલ કેપ શેરોમાં તેજી યથાવત રહી હતી. સેક્ટરલ ઈન્ડાયસીસમાં યુટિલિટીઝ અને પાવર સર્વાધિક વધ્યા હતા અને ઓટો તથા રિયલ્ટી સર્વાધિક ઘટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ બુધવારે ૭૩,૯૦૩.૯૧ના પાછલા બંધથી ૨૭.૦૯ પોઈન્ટ્સ (૦.૦૪ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૭૩,૭૫૭.૨૩ ખૂલી, ઉપરમાં ૭૪,૧૫૧.૨૧ સુધી, નીચામાં ૭૩,૫૪૦.૨૭ સુધી જઈ અંતે ૭૩,૮૭૬.૮૨ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સની ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૩૯૭.૩૮ લાખ કરોડ રહ્યું હતું. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૨૧ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૫૮ ટકા વધ્યા હતા. સ્મોલ અને મિડકેપ ઇન્ડેક્સમાં પમ સુધારો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મીડ કેપ ૦.૬૧ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૧.૧૮ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૦૬ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૧૭ ટકા અને બીએસઈ ઓલ કેપ ૦.૨૫ ટકા વધ્યા હતા, જ્યારે સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૧૦ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૩ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૦૫ ટકા ઘટ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોડિટીઝ ૦.૨૫ ટકા, એનર્જી ૦.૦૯ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૦.૪૫ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૪૮ ટકા, આઈટી ૦.૭૮ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૨૪ ટકા, યુટિલિટીઝ ૧.૪૫ ટકા, બેન્કેક્સ ૦.૦૭ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૧૧ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૪૩ ટકા, પાવર ૧.૨૦ ટકા અને ટેક ૦.૭૩ ટકા વધ્યા હતા, જયારે કંઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૧૩ ટકા, એફએમસીજી ૦.૨૭ ટકા, હેલ્થકેર ૦.૧૦ ટકા, ઓટો ૦.૩૭ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૩ ટકા, મેટલ ૦.૦૫ ટકા, રિયલ્ટી ૨.૪૫ ટકા અને સર્વિસીસ ૦.૧૧ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ.૫૪.૯૦ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૫૩૬ સોદામાં ૭૨૯ કોન્ટ્રેક્ટનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૬૩,૭૦,૫૧૨ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.