વેપાર

ટર્ન એરાઉન્ડ….

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

અંગ્રેજો ભારત છોડી ગયા પણ વારસામાં મૂકી ગયા ચા પીવાની આદતો તો અમેરિકા પણ તેમાં પાછળ નહોતું અને તેઓ દુનિયાભરમાં પાડી ગયા છે કોક પીવાની આદતો.
વર્લ્ડ વોર ટૂના લેખોની માળામાં આજે જાણીએ કે કેવી રીતે કંપનીઓ ટર્ન એરાઉન્ડ કરેલું.

મે ૧૮૮૬માં ડૉ. જહોન એસ. પેમ્બરટન કે જે એક ફાર્મિસ્ટ હતા તેણે સિરપ બનાવીને માર્કેટમાં સોડા ફાઉન્ટન ડ્રિન્ક તરીકે ઇન્ટ્રોડયુઝ કરેલું જેનું કોકાકોલા નામ પેમ્બરટનના એકાઉન્ટન્ટ ફ્રેન્ક રોબિનસને સજેસ્ટ કરેલું હતુંં તે દિવસની ઘડીનો આજના દિવસ સુધી ના તો કોકાકોલાનો સ્વાદ બદલાયો છે કે ન તો તેના સિરપની ફોર્મ્યુલા ના કોઇને ખબર છે આ ફોર્મ્યુલાની ના તો કોકાકોલાનું નામ બદલાયેલું છે.

૧૯મી સદી અને ૨૦મી સદીમાં ઇંગ્લિશમેનની ચા પીવાની આદતો હતી તેના કરતા પણ કોકાકોલાની લત મોટા ભાગના અમેરિક્ધસને લાગી ગઇ હતી. કોકે લોકોને લગભગ તેના ગુલામ બનાવી દીધા હતા અને કોકાકોલા વગર જીવવું અશક્ય જેવું હતું. આવા સંજોગોમાં માત્ર ૩૦ વર્ષના ગાળામાં દુનિયાએ બે વર્લ્ડ વોર જોઇ હતી. દ્વિતીય યુદ્ધમાં ભાગ લેનારા અમેરિકન સૈનિકો માટે મોટી સમસ્યા હતી કોકાકોલાના સપ્લાઇની અને સાથે વોરમાં વધેલી ભયંકર મોંઘવારીનો સામનો કરવાની.

કેનેડામાં લડાઇના દિવસોમાં રબ્બર અને પેટ્રોલિયમ પદાર્થોના રેશનિંગ અને ભાવ વધારાના કારણે કેનેડાએ કોકાકોલાની બોટલના ભાવમાં ૧ પેની ભાવવધારો કર્યો પણ ત્યાં તો સેક્ધડ વર્લ્ડ વોર દરમિયાન એલાઇડ સૈનિકોનો જુસ્સો વધારવા કોકાકોલાના પ્રેસિડન્ટ રોબર્ટ વુડરફે ઓર્ડર બહાર પાડયો કે યુદ્ધમાં ભાગ લઇ રહેલા મિલિટરી અને પેરા મિલિટરી મેમ્બર્સને કોકાકોલા ૫ સેન્ટના ભાવે વેંચવામાં આવે. આ પાંચ સેન્ટ એ જ ભાવ હતો જે મે ૧૮૮૬માં પહેલીવાર કોકાકોલા માર્કેટમાં આવ્યું તે સમયનો ભાવ હતો. આટલું જ નહીં પણ તે સમયના અમેરિકન પ્રેસિડન્ટ આઇઝન હોવરે ૨૯ જૂન ૧૯૪૩ના ટેલિગ્રામ કરીને જણાવ્યું કે નોર્થ આફ્રિકામાં ૧૦ કોકાકોલાના બોટલિંગ પ્લાન્ટ લોકલ પ્રોડકશન માટે મોકલવાના અને સાથે મોકલવાની ૩૦ લાખ કોકાકોલાના પીણું ભરેલી બોટલો, જેથી યુદ્ધમાં કોકાકોલાની સપ્લાઇ જળવાઇ રહે. રજી સપ્ટેમ્બર ૧૯૪૫ના જાપાને શરણાગતિના દસ્તાવેજો સાઇન કરતા સેક્ધડ વર્લ્ડ વોર ઓફિશિયલી પૂરી થયેલી જાહેર કરવામાં આવી ત્યાં સુધીમાં કોકાકોલાએ ૬૪ નવા બોટલિંગ પ્લાન્ટસ દ્વિતિય વિશ્ર્વ યુદ્ધમાં સ્થાપેલા હતા અને ૫ અબજ કોકાકોલાની બોટલો વેંચાયેલી હતી. સેક્ધડ વર્લ્ડ વોરમાં માત્ર મિલિટરી અને પેરામિલિટરી લોકોએ નહીં પણ સ્થાનીય લોકોએ કોકાકોલાનું સેવન કરેલું હતુું. જેની તેઓને આદતો પડતા ૪૦થી ૬૦ના દશકામાં કોકાકોલાના બોટલિંગ પ્લાન્ટ ડબલ થઇ ગયા હતા.

પણ બીજી બાજુ અમેરિકન સરકારે જર્મનની નાઝી ગવર્મેન્ટ ઉપર ટ્રેડ એમ્બૉગો મતલબ વ્યાપારીક અંકુશો લાદતા કોકાકોલા કંપની અને અમેરિકન સરકારને જર્મની કોકાકોલાનું સિરપ બોટલિંગ પ્લાન્ટને નિકાસ કરવું અશ્કય થઇ ગયું હતું. આ સમસ્યાનો ઉકેલ લાવવા તે સમયના કોકાકોલાના હેડ મેક્સ કીથે રસ્તો વિચાર્યો કે જર્મન માર્કેટ માટે કોઇ અલટરનેટ સોફટ ડ્રિન્ક બનાવવું પડશે કે જૂનું રો-મટેરિયલ્સ લોકલી પ્રોકપૉય કરી શકાય જેથી અમેરિકાના વ્યાપારી પ્રતિબંધોની અસરથી દૂર રહેવાય. અને એમાંથી જન્મ થયો “ફેન્ટાનો જે જર્મન સુગર, બીટ, વ્હે જે ચીઝની બાયપ્રોડક્ટ છે અને એપલ એમ જ ફ્રૂટ અને અન્ય તત્વોના મિક્ષણથી ઉત્પાદન કરી ૩૦ લાખ ફેન્ટા બોટલનું ઉત્પાદન કરવામાં આવેલું હતું. આમ કોકાકોલા કંપનીને કોક સાથે ફેન્ટાની એક મોટી માર્કેટ પણ વિશ્ર્વભરમાં મળી ગઇ.

૫૦ના દાયકામાં પેપ્સીકોલાએ નવી પ્રોડકટસો બજારમાં મૂક્તા કોકાકોલા કંપનીએ ફેન્ટા ઇટાલીની નવી ફોર્મ્યુલા સાથે બજારમાં ઉતારતા જ તેને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને લેટીન અમેરિકામાં. ફેબ્રુઆરી ૨૦૧૫માં ફેન્ટાના આવિષ્કારના ૭૫ વર્ષ પૂરાં થતા કંપનીએ જર્મન માર્કેટ કે જ્યાં તેનો ઉદય થયો હતો ત્યાં ઓરિજિનલ સ્વાદવાળી ફેન્ટા તેની યાદગીરીમાં માર્કેટમાં ઉતારી હતી. સેક્ધડ વર્લ્ડ વોરના સમય દરમિયાન મિલિટરી અને નોનમિલિટરીને હાઇલી સબસીડાયઝ ભાવે કોકાકોલા અને ફેન્ટાનું પીણું કંપનીએ દેશભક્તિના સંદેશા સાથે લોન્ચ કરેલું પણ સાથે સાથે સ્થાનીય લોકોએ પણ તેનો સ્વાદ ચાખતા તેઓએ પણ કંપની માટે મોટી માર્કેટ ઊભી કરી દીધી હતી.

એક વસ્તુ તો સ્વીકારવી પડે જ કે કોકાકોલાના બંધાણી અમેરિક્ધસ સૈનિકોને જો કોકાકોલાના પીણાં પહોંચાડીને તેઓની તિૃપ્ત જો ના કરવામાં આવી હોત તો એલાઇસ ફોર્સ આટલા જુસ્સાથી લડી શકી હોત કે કેમ કે તે કદાચ રિસર્ચનો વિષય થઇ શકે. કારણ કે જો માણસ તૃપ્ત ના હોય તો માનસિક અસંતોષ શારીરિક શક્તિને અસર કરી શકે છે. તક કેમ ઝડપીને લોકોનું ભલું કેમ કરવું, દેશભક્તિની ભાવના જાહેર કરવી પણ સાથેસાથ ધંધાનો રોકેટ સ્પીડે કેમ વિકાસ કરવો તે બધાનો મેળ કેમ બેસાડવો તે સફળ બિઝનેસમેને શીખવું બહુ જરૂરી છે. કોકાકોલા કંપનીએ જર્મનીમાં ફેન્ટાનો જે સંજોગોમાં આવિષ્કાર કર્યો તે પ્રુવ કરે છે કે “અ ડેડ એન્ડ ઇઝ જસ્ટ અ ગુડ પ્લેસ ટુ ટર્નએરાઉન્ડ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button