ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?
સ્થાનિકમાં શુદ્ધ સોનું રૂ. ૮૩૭ ઉછળીને રૂ. ૯૬,૦૦0ની પાર, ચાંદીમાં રૂ. ૬૬નો ઘસરકો વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની હાલની ટેરિફ જે ૨૫ ટકા છે તે વધારીને ૫૦ ટકા કરવાની ધમકી ઉચ્ચારતા યુરોપિયન યુનિયન પણ વળતા પગલાં લે તેવી શક્યતા અને ટ્રેડ વૉરની ચિંતા સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભમાં સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં એક ટકા કરતાં વધુ માત્રામાં અને ચાંદીના ભાવમાં ૦.૬ ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩૪થી ૮૩૭ વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાએ રૂ. ૯૬,૦૦૦ની સપાટી પાર કરી હતી. જોકે, વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૬૬નો સાધારણ ઘસરકો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જવેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૬ના સાધારણ ઘસરકા સાથે રૂ. ૯૭,૩૯૨ના મથાળે રહ્યા હતા. વધુમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો નબળો પડતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રગ્રામદીઠ રૂ. ૮૩૪ વધીને રૂ. ૯૫,૮૦૭ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૩૭ વધીને રૂ. ૯૬,000ની સપાટી કુદાવીને રૂ. ૯૬,૧૯૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જવેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. ગત શુક્રવારે અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની ટેરિફ વૅલ્યુ બમણી અથવા તો ૫૦ ટકા કરવાની ધમકી ઉચ્ચારતા યુરોપિયન યુનિયન પણ અમેરિકાથી થતી આયાતની ટરિક બમણી કરે તેવી શક્યતા ઉપરાંત રશિયા-યુકેન વચ્ચેનો ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા સોનાચાંદીના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વાટરરે જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સલામતી માટેની લેવાલી પ્રબળ રહેતાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૧.૨ ટકા વધીને આઁસદીઠ ૩૩૨૬.૪૫ ડૉલર અને વાયદામાં ભાવ ૧:૧ ટકા વધીને ૩૩૫૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૩૩.૧૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઈસ્તમબુલ ખાતે રશિયા-યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણાના બીજા રાદરમિયાન પૂર્વે બન્ને દેશોએ એકબીજા પર હુમલાઓ વધાર્યા હોવાથી ભૂરાજકીય ચિંતા સપાટી પર આવતા સલામતી માટેની માગ ઉપરાંત સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ પણ નબળો પડયો હોવાથી આયાત પડતરો ઘટતાં સોનાના સુધારાને વધુ ટેકો મળ્યો હોવાનું વોટરરે ઉમેર્યું હતું.
આપણ વાંચો: અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટૅરિફને બે્રક મારતાં વૈશ્વિક સોનામાં નરમાઈ
જોકે, હવે બજાર વર્તુળોની નજર આજના મોડી સાંજનાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ ઉપરાંત સપ્તાહ દરમિયાનના ફેડરલના વિવિધ અધિકારીઓનાં વક્તવ્યો પર સ્થિર થઈ છે. અગાઉ ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે જણાવ્યું હતું કે ટ્રમ્પની ટેરિક નીતિ ફુગાવાલક્ષી હોવાથી બબાજદરમાં કપાત આ વર્ષના અંત આસપાસ જ શક્ય બને તેમ જણાય છે. તેમ છતાં આગામી ટૂંકાય સમયગાળામાં ભૂરાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના સંજોગોને ધ્યાનમાં લેતા સોનાના સુધારાને ટેકો મળતો રહે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.