સોના-ચાંદીએ તો તિજોરી છલકાવી, પણ આ ધાતુ જેટલું રિટર્ન કોઈએ ન આપ્યું | મુંબઈ સમાચાર
વેપાર

સોના-ચાંદીએ તો તિજોરી છલકાવી, પણ આ ધાતુ જેટલું રિટર્ન કોઈએ ન આપ્યું

શેર માર્કેટ કરતા પણ વધારે રિટર્ન સોના-ચાંદી આપી રહ્યા છે. દિવાળીના દિવસો પહેલા કે આમ પણ સોનું ખરીદવા કરતા વેચવાવાળાની સંખ્યા વધારે હશે કારણ કે સોનાનો ભાવ એવો તો આસમાને જતો જાય છે કે ખરીદી કરવાનું હાલમાં તો વિચારવું પણ કઠિન થઈ પડ્યું છે. મોટાભાગના લોકો જૂના દાગિના આપી નવા ખરીદી રહ્યા છે. શહેરના જ્વેલર્સના જણાવ્યા અનુસાર પહેલા જૂનું સોનું વેચનારા લોકોની સંખ્યા 25થી 30 ટકા હતી જે વધીને 40-45 ટકા થઈ છે.

સોના-ચાંદી કરતા આ ધાતુ વધારે રિટર્ન આપે છે

જેમણે સોનું અથવા ચાંદી સસ્તા હતા ત્યારે ખરીદ્યા છે અને હાલમાં વેચી રહ્યા છે તે લોકો ઘણું કમાઈ ગયા છે. સોના અને ચાંદીએ ઘણા રોકાણકારોને માલામાલ કરી દીધા છે. હાલના ભાવ પ્રમાણે સોનાની કિંમત 58 ટકા અને ચાંદીની કિંમતમાં 74 ટકાનો વધારો નોંધાયો છે, પરંતુ પ્લેટિનમની કિંમતમાં 81 ટકાનો વધારો નોંધાયો છે.

જોકે 2008માં પ્લેટિનમનો ભાવ સૌથી વધારે 2,250 ઔંસદીઠ હતો. પ્લેટિનમની ડિમાન્ડ છે, પરંતુ સપ્લાઈ ઓછો છે. તેમ છતાં હાલમાં ભાવ પ્રમાણમાં નિયંત્રિત હોવાથી ગ્રાહકો તેના તરફ વળ્યા છે, તેમ માર્કેટ એક્પર્ટ્સ જણાવે છે.
પ્લેટિનમ ઘણી મહત્વની ધાતુ છે અને તેનો ઉપયોગ ઘણી અલગ અલગ ઔદ્યોગિક જરૂરિયાતો માટે થાય છે, આથી તેની ડિમાન્ડ હંમેશાં રહેતી હોય છે.

સોનાના ભાવ 2026 સુધીમાં વધતા-ઘટતા રહેશે તેવું પણ નિષ્ણાતો કહે છે, ત્યારે તમારી પાસે પ્લેટિનમ ખરીદવાનું પણ ઑપ્શન છે.

નોંધઃ આ માહિતી વિવિધ અહેવાલો આધારિત છે, કોઈપણ રોકાણ પહેલા માન્યતાપ્રાપ્ત નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.

આ પણ વાંચો…નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં નફારૂપી વેચવાલી…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button