પૈસા અને બેંકો સબંધિત નિયમો દર મહિનાની શરૂઆતમાં બદલાતા હોય છે. દા. ત. એલપીજી, સીએનજી, પીએનજીની કિંમતોમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરવામાં આવે છે. આવા નિયમોની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. મે મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પહેલી મે 2024થી પૈસા અને બેંકો સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાશે. ચાલો જાણીએ કે આવતા મહિનાથી બેંકના કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે . કંપનીઓ 14 કિલો અને 19 કિલોના સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. આ સાથે કંપનીઓ PNG અને CNGના ભાવ પણ અપડેટ કરે છે. આ વખતે પણ પહેલી મેના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઇ શકે છે.
ICICI બેંકે તેના બચત ખાતા સંબંધિત ઘણા પ્રકારના દરમાં ફેરફાર કર્યા છે. આમાં ડેબિટ કાર્ડથી લઈને ચેક બુક, IMPS વગેરે સુધીના ઘણા ચાર્જ સામેલ છે. બેંકના નવા દર 1 મે, 2024થી લાગુ થશે. ખાનગી ક્ષેત્રની યસ બેંકની વેબસાઈટ અનુસાર, બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ (MAB)ચાર્જ પણ 1 મે, 2024થી બદલાશે. સેવિંગ્સ એકાઉન્ટનો પ્રો મેક્સ MAB 50,000 રૂપિયા હશે, જેના પર મહત્તમ 1,000 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.
સેવિંગ્સ એકાઉન્ટ પ્રો પ્લસ, યસ એસેન્સ એસએ અને યેસ રિસ્પેક્ટ એસએમાં લઘુત્તમ બેલેન્સ 25,000 રૂપિયા હશે. આ એકાઉન્ટ પર મહત્તમ 750 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. યસ બેંકે તેના ખાનગી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમારે બેંકના ખાનગી ક્રેડિટ કાર્ડ દ્વારા 15,000 રૂપિયાના યુટિલિટી બિલની ચુકવણી પર 1 ટકા GST ચૂકવવો પડશે. નવા નિયમો 1 મે, 2024થી અમલમાં આવશે.
IDFC ફર્સ્ટ બેંકે પણ તેના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકોએ બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા 20,000 રૂપિયાથી વધુના યુટિલિટી બિલની ચુકવણી પર એક ટકા વધારાનો GST ચૂકવવો પડશે. આ સરચાર્જ 18 ટકા GST ઉપરાંત છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને