વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આયાતકારોની ડૉલરમાં લેવાલી રહી હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૫૬૮.૧૧ કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં આજે ડૉલર સામે રૂપિયો સાધારણ બે પૈસાની નરમાઈ સાથે ૮૨.૯૧ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૯ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૨.૮૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૧ અને ઉપરમાં ૮૨.૮૪ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે બે પૈસા ઘટીને ૮૨.૯૧ના મથાળે બંધ રહ્યો હતો.

આયાતકારો અને તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા માસાન્ત પશ્ર્ચાત્ ડૉલરમાં જોવા મળેલા રિબેલેન્સિંગને કારણે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં સ્થાનિક સ્તરે જોવા મળેલા પ્રોત્સાહક આર્થિક ડેટા અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આગામી ટૂંકા સમયગાળામાં રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેશે, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને ક્રૂડતેલનો ભાવવધારો રૂપિયાના સુધારાને મર્યાદિત રાખે તેમ જણાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…